Select Page

ભીખાલાલ ચાચરીયાએ ખેરાલુને ગોકુળીયુ ગામ બનાવવાની જવાબદારી ઉપાડી

  • મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ એ.પી.એમ.સી. ચેરમેન ભીખાલાલ ચાચરીયાને અને વિધાનસભાના સંયોજક હેમન્તભાઈ શુકલને શહેર સ્વચ્છ કરવાની જવાબદારી સોપી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ૩૦-૧૦-૨૩ ના રોજ ડભોડા ખાતે રૂા.૫૮૬૬/- કરોડના વિકાસકામોના લોકાર્પણ પ્રસંગે પધારી રહ્યા છે ત્યારે ખેરાલુ શહેરને સ્વચ્છ કરવાની જવાબદારી સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ એ.પી.એમ.સી. ચેરમેન ભીખાલાલ ચાચરીયા અને ખેરાલુ વિધાનસભાના સંયોજક હેમન્તભાઈ શુકલને સોપતા જણાવ્યુ હતુ કે ખેરાલુ શહેરને ગોકળીયુ ગામ બનાવી દો તેના માટે જરૂરી સફાઈ કામદારો તથા જરૂરી સાધન સામગ્રી વડનગર, વિસનગર, વિજાપુર, મહેસાણા અને ઉંઝા પાલિકા પાસેથી મેળવી શહેરને સ્વચ્છ કરો.
આ પ્રસંગ ભીખાલાલ ચાચરીયા અને હેમન્તભાઈ શુકલ એ જણાવ્યુ હતું કે, અમે ખેરાલુ શહેરને સ્વચ્છ કરીને રહીશુ જેનો અમને આનંદ છે, કે અમે સફાઈ ઝુંબેશમાં જોડાયા છીયે. દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છતાના આગ્રહી છે. સમગ્ર દેશ સ્વચ્છ રહી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણ માટે પ્રધાનમંત્રી કાર્યરત છે. જિલ્લામાં ચાર દિવસ દરમ્યાન ચાલનાર સફાઈ ઝુંબેશમાં સહયોગ આપતા ખેરાલુ શહેરમાં ૨૬,૨૭,૨૮ અને ૨૯ ઓક્ટોબર સુધી ખેરાલુ શહેરને ગોકુળીયુ બનાવવા તનતોડ પ્રયત્ન કરીશુ.
ખેરાલુ શહેરને ગોકુળીયુ બનાવવા માટે પ્રદેશ ભાજપથી ખેરાલુ શહેર તાલુકાના નાનામાં નાનો કાર્યકર હાલ પ્રયત્ન કરી રહ્યો છે. તેમની સાથે ગુજરાત રાજ્યના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા જોડાયા છે ત્યારે ખેરાલુ શહેર સ્વચ્છ થયા પછી તેને કાયમી સ્વચ્છ અને સુંદર રાખવાની જવાબદારી ખેરાલુ શહેરના સ્થાનિક લોકોની કહેવાશે. જગદીશભાઈ વિશ્વકર્મા સાથે દુધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર, પ્રદેશ ભાજપના મહામંત્રી કે.સી.પટેલ, ખેરાલુ એ.પી.એમ.સી.ના ચેરમેન ભીખાલાલ ચાચરીયા, ખેરાલુ વિધાનસભાના સંયોજક તથા પૂર્વ પાલિકા પ્રમુખ હેમન્તભાઈ શુકલ, પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર, પાટણ લોકસભા પ્રભારી અશોકભાઈ જોષી, તાલુકા ભાજપ પ્રમુખ પરથીભાઈ ચૌધરી, તાલુકા ભાજપ મહામંત્રી ભરતજી ઠાકોર અને દશરથભાઈ પ્રજાપતિ, સહકારી અગ્રણી દિનેશભાઈ ચૌધરી (હિરવાણી), જિલ્લા પંચાયત સિંચાઈ અને સહકારના ચેરમેન ઈન્દુબેન તથા નિવૃત્ત ડી.વાય.એસ.પી.માનસિંહ ચૌધરી, પૂર્વ તા.ભાજપ મહામંત્રી વિનાયકભાઈ પંડ્યા, પ્રદેશ કારોબારી સભ્ય કિસાન મોરચો ભગુભાઈ ચૌધરી(વઘવાડી), તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોર, ખેરાલુ શહેર ભાજપ પ્રમુખ વી.ડી.દેસાઈ, મહામંત્રી રાજુભાઈ સથવારા તથા ચેતનજી ઠાકોર, તાલુકા કિસાન મોરચા પ્રમુખ ધર્મેન્દ્રભાઈ બારોટ(ચાડા), મહામંત્રી દિનેશજી ઠાકોર (વઘવાડી), ગોવિંદભાઈ પ્રજાપતિ(વઘવાડી), પ્રદેશ યુવા મોરચા અગ્રણી પવનભાઈ દેસાઈ, તાલુકા અનુ.જાતી મોરચા અગ્રણી રમેશભાઈ રાવત(મંડાલી) તથા ચંદ્રકાન્તભાઈ રાવત(મંડાલી), રતિલાલ વાલ્મીકી(ગોરીસણા), જિલ્લા યુવા મોરચા મંત્રી અજય બારોટ, ખેરાલુ શહેર ભાજપ અગ્રણી અશોકભાઈ દેસાઈ(બાપુ), પાલિકા પૂર્વ સભ્ય યોગેશભાઈ દેસાઈ, ગોવિંદભાઈ પ્રજાપતિ, કનુભાઈ દેસાઈ, ભગુભાઈ ચૌધરી, તપનભાઈ દેસાઈ, સુભાષભાઈ દેસાઈ, શહેર બક્ષીપંચ મોરચા પ્રમુખ પ્રતિક ઉર્ફે કિશન બારોટ, અશ્વીનભાઈ દેસાઈ(સરપંચ) તથા શહેર યુવા ભાજપ પ્રમુખ શુભમ પટેલ સહિત અસંખ્ય કાર્યકરો મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાથે ચાર દિવસની મેઘા સફાઈ ડ્રાઈવમાં ઉમટી પડ્યા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us