Select Page

કોરોના મહામારીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ગેરકાયદેસર ધંધા સામે પ્રાન્ત ઓફીસરની કડક કાર્યવાહી વિસનગરમાં મેડીકલ વેસ્ટના ગ્લોઝનો કાળા કારોબારનો પર્દાફાશ

કોરોના મહામારીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ગેરકાયદેસર ધંધા સામે પ્રાન્ત ઓફીસરની કડક કાર્યવાહી વિસનગરમાં મેડીકલ વેસ્ટના ગ્લોઝનો કાળા કારોબારનો પર્દાફાશ

કોરોના મહામારીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ગેરકાયદેસર ધંધા સામે પ્રાન્ત ઓફીસરની કડક કાર્યવાહી
વિસનગરમાં મેડીકલ વેસ્ટના ગ્લોઝનો કાળા કારોબારનો પર્દાફાશ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના મહામારીમાં મેડીકલ વેસ્ટનો ફરીથી ઉપયોગ એ લોકોના સ્વાસ્થ્ય માટે ભયાનક છે. ત્યારે વિસનગર તાલુકાના કંસારાકુઈ ગામની સીમના એક ગોડાઉનમાં મેડીકલ વેસ્ટના ગ્લોઝની મજુરો પાસે સફાઈ કરાવી તેનો વેપાર થતો હોવાની પ્રાન્ત ઓફીસર સી.સી.પટેલને બાતમી મળી હતી. પ્રાન્તે મામલતદાર તથા હેલ્થ ઓફીસરની ટીમ સાથે રેડ કરી ગોડાઉન સીલ કર્યુ હતુ. જેની તપાસ માટે મીટીંગ બોલાવી હતી. જે મીટીંગ બાદ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ગોડાઉનમાંથી સેમ્પલ લઈ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. જેના રીપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે તેવુ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીએ જણાવ્યુ હતુ.
• ગોડાઉન માલિકનુ જુઠ્ઠાણુ ખુલ્લુ પડ્યુ
•પ્રાન્ત સમક્ષ રબ્બર સીટ બનાવવા ગ્લોઝનો યુઝ થતો હોવાનુ જણાવ્યુ, જ્યારે મીટીંગમાં મહારાષ્ટ્રથી માલ મંગાવી ગ્લોઝનુ શોર્ટીંગ કરી પરત કરતો હોવાનુ જણાવ્યુ
દોઢ માસ અગાઉ વિસનગર તાલુકાના ઉમતા ગામમાં જ્યોતિ હર્બલના ઓઠા તળે ઉમતાનો દક્ષેશ નાથુભાઈ પટેલ મેડિકલ વેસ્ટના ગ્લોઝ લાવી તેનુ શોર્ટીંગ કરી રીયુઝ માટે વેચાણ કરી રહ્યો હોવાની પ્રાન્ત ઓફીસર સી.સી.પટેલને માહિતી મળી હતી. તે વખતે પ્રાન્ત ઓફીસરે રેડ કરી તપાસ કરી હતી. આગળ કાર્યવાહી કરવા પ્રાન્તે વિવિધ વિભાગોને જાણ કરવા છતાં આગળ કોઈ કાર્યવાહી થઈ નહોતી. જ્યારે દક્ષેશ પટેલે ઉમતાના આ ગોડાઉનમાંથી ગ્લોઝનો માલ ખાલી કરી દીધો હતો. ફક્ત સેલ્સ ટેક્ષ દ્વારા તપાસ કરી દોઢ થી બે લાખનો ટેક્ષ વસુલવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૫ મી ઓગસ્ટના દિવસે પ્રાન્ત ઓફીસરને માહિતી મળી હતી કે, કંસારાકુઈથી ગણેશપુરા રોડ ઉપર મહાલક્ષ્મી એગ્રો ઈન્ડસ્ટ્રીઝ નામના ગોડાઉનમાં મેડિકલ વેસ્ટના વાદળી કલરના રબ્બર ગ્લોઝનો મોટો જથ્થો પાથરેલો પડ્યો છે. ગોડાઉન સંચાલક દ્વારા ૫૦ થી ૬૦ શ્રમિકો બેસાડી ગ્લોઝનુ વોશીંગ અને શોર્ટીંગ કરવામાં આવી રહ્યુ છે. પ્રાન્ત ઓફીસરે રજાનો દિવસ હોવા છતાં આવી મહામારીમાં મેડિકલ વેસ્ટનો રીયુઝ થતો હોય તો કોરોના વોરીયર્સની શુ દશા થાય તેવી ચીંતા કરી, લોક સ્વાસ્થ્યના હિતમાં મામલતદાર બી.જી.પરમાર તથા તાલુકા હેલ્થ ઓફીસર આર.ડી.પટેલ તથા નાયબ મામલતદાર બીપીનભાઈ પટેલની ટીમ સાથે રાખી ગોડાઉનમાં ઓચીંતી તપાસ કરી હતી. તપાસ કરતા ઉમતાનો દક્ષેશ નાથુભાઈ પટેલ જ આ ગોડાઉન ભાડે રાખી મેડિકલ વેસ્ટ ગ્લોઝનો ધંધો કરતો હતો. દક્ષેશ પટેલે પ્રથમ તો પ્રાન્ત આગળ રૂઆબ બતાવ્યો હતો કે તમે મંજુરી વગર પ્રીમાઈસીસમાં પ્રવેશ કરી શકો નહી. તપાસ કરવાનો તમારો કોઈ અધિકાર નથી. ત્યારે પ્રાન્ત ઓફીસરે પોતાનો મીજાજ બતાવી ગોડાઉનમાં તપાસ કરતા વાદળી કલરના ગ્લોઝ જાણે સુકવવા માટે મુક્યા હોય તેમ પાથરેલા હતા. ગ્લોઝ વોશ કરવા માટે ડીટર્જન્ટ લીક્વીડ હતુ. ગ્લોઝ વોશ કરવા માટેના પ્લાસ્ટીકના ડ્રમ હતા. જેમાં એક ડ્રમમાં મેડીકલના માસ્ક પણ હતા.
આટલા મોટા જથ્થામાં ગ્લોઝ જોઈ અધિકારીઓ ચોકી ઉઠ્યા હતા. ગ્લોઝનો ઉપયોગ શેમાં કરવામાં આવે છે તેવો પ્રશ્ન કરતા દક્ષેશ પટેલે જણાવ્યુ હતું કે, મલેશીયા પોર્ટ ઉપરથી માલ મંગાવી ગ્લોઝનો રબ્બર સીટ બનાવવા ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ગ્લોઝનો રબ્બર સીટ બનાવવામાં ઉપયોગ થતો હોય તો વોશ કેમ કરવામાં આવે છે તેવી શંકા ઉપજતા પ્રાન્ત ઓફીસરે ધંધાનુ લાયસંસ માગ્યુ હતુ. રબ્બર સીટ ક્યા બનાવે છે? કોને માલ સપ્લાય કરવામાં આવે છે? ગ્લોઝ રબ્બર સીટ બનાવવા વપરાય છેતો તેને વોશ કરી તેનુ શોર્ટીંગ કેમ કરવામાં આવે છે? વિગેરે પ્રશ્નો કરતા દક્ષેશ પટેલ જવાબ આપવામાં ગેગે ફેફે થઈ ગયો હતો. જોકે પ્રાન્ત ઓફીસરની તપાસ પહેલા કંસારાકુઈના સરપંચ અંબાલાલભાઈ પટેલે ગોડાઉનમાં ચાલતા ગોરખધંધાનો વિરોધ કરતા સંચાલકે મજુરોને છુટા કરી દીધા હતા. પ્રાન્ત ઓફીસરે મેડિકલ વેસ્ટના ગ્લોઝના કાળા કારોબાર સામે ઉમતામાં પણ રેડ કરી હતી. જેમાં કોઈ વિભાગે કાર્યવાહી નહી કરતા દક્ષેશ પટેલને ફાવતુ મળ્યુ હતુ. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર સામે કડક કાર્યવાહી થાય તે માટે પ્રાન્ત ઓફીસરે તા.૧૭-૮ ને સોમવારે વિવિધ વિભાગને જાણ કરી તાત્કાલીક મીટીંગ બોલાવી હતી. કયા ડીપાર્ટમેન્ટની તપાસની જવાબદારી આવે છે તે માટેની ખાસ મીટીંગ હતી.
વિસનગર પ્રાન્ત ઓફીસર સી.સી.પટેલ પટેલની અધ્યક્ષતામાં તા.૧૭-૮ ના રોજ મેડિકલ વેસ્ટના ગ્લોઝને રીયુઝ કરવાના કાળા કારોબારની ઉંડાણપૂર્વક તપાસ કરવા મીટીંગ મળી હતી. જેમાં રાજ્ય વાણિજ્યક વેચાણ વેરા કચેરી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, મદદનીશ ખોરાક અને ઔષધિય નિયમન વિભાગ, તોલમાલ વિભાગ વિગેરે વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓએ હાજરી આપી હતી. મીટીંગમાં પ્રથમ તો મેડિકલ વેસ્ટના ગ્લોઝના ગોરખધંધાની તપાસ કયા વિભાગમાં આવે છે તેની ચર્ચાના અંતે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને તપાસ સોપવામાં આવી હતી. મીટીંગમાં તમામ અધિકારીઓએ મેડિકલ વેસ્ટના ગ્લોઝ હોવાનુ અનુમાન કર્યુ હતુ.
આ મીટીંગમાં ગોડાઉનનો સંચાલક દક્ષેશ પટેલને પુરાવાઓ સાથે હાજર રહેવા જણાવ્યુ હતુ. જેને મીટીંગમાં બોલાવી પુરાવા રજુ કરવાનુ જણાવતા આ ધંધાની માહિતી આપી હતી કે, મહારાષ્ટ્રમાંથી ૨૦ ટન માલ લાવ્યો હતો. જેનુ શોર્ટીંગ કરી મહેનતાણુ લઈ પરત કરે છે. હાલમાં ગોડાઉનમાં ૧૩ ટન માલ પડ્યો છે. જોકે દક્ષેશ પટેલે અગાઉ પ્રાન્ત ઓફીસરની તપાસમાં ગ્લોઝ રબ્બર સીટ બનાવવા માટે ઉપયોગ થતો હોવાનુ જણાવ્યુ હતુ. મીટીંગમાં સેલ્સટેક્ષ ઓફીસર રમીલાબેન પટેલે અગાઉ ઉમતાની તપાસમાં જે રેકર્ડ મળ્યુ હતુ તે આધારે રૂા.૩૧ લાખના ખરીદીના બીલો રજુ કર્યા હતા. મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશના વેપારી પાસે લેવડદેવડ હોવાનું બહાર આવ્યુ હતુ. બરોડાની એક ફાર્માસ્યુટીકલ કંપનીને પણ ૪૦૦ બોક્ષ વેચ્યા હતા તે સેલ્સટેક્ષના બીલો ઉપરથી જાણવા મળ્યુ હતુ. મેડિકલ વેસ્ટના ગ્લોઝનો શોર્ટીંગ કરી તેનો ફરીથી ઉપયોગ થતો હોવાનુ સાબીત થઈ ગયુ હતુ. પોલ્યુશન કંટ્રોલ બોર્ડને તપાસ સોપવામાં આવી હોવાથી આ વિભાગના અધિકારી દ્વારા ગોડાઉનમાંથી ગ્લોઝ, જે ડ્રમમાં ગ્લોઝનુ વોશીંગ કરવામાં આવતુ હતુ તે ડ્રમનુ પાણી વિગેરે સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેના ટેસ્ટીંગ માટે સેમ્પલ મોકલી આપવામાં આવ્યા છે. જેનો રીપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જાણવા મળ્યુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us