Select Page

વિસનગરનુ સાર્વજનિક સ્મશાનગૃહ પંથકનુ મુક્તિધામ બન્યુ

વિસનગરનુ સાર્વજનિક સ્મશાનગૃહ પંથકનુ મુક્તિધામ બન્યુ

સુવિધાઓ મળતા મહીને ૮૦ થી ૧૦૦ અંતિમક્રિયા થાય છે

વિસનગરનુ સાર્વજનિક સ્મશાનગૃહ પંથકનુ મુક્તિધામ બન્યુ

• રૂા.૧.૮૫ કરોડમાં રીનોવેશન થયુ
• આગામી દિવાળી સુધીમાં બીજી શબવાહિનીની સુવિધા શરૂ થશે
• એક અંતિમ સંસ્કાર પાછળ રૂા.૨૫૦૦ થી રૂા.૩૦૦૦ ખર્ચ થાય છે
• પંથકનુ મુક્તિધામ બનતા સાર્વજનિક સ્મશાનગૃહમાંજ અંતિમ સંસ્કાર કરવા કેટલીક ગ્રામ પંચાયતો દ્વારા ઠરાવ કરાયો
• અંતિમ સંસ્કાર માટે રાહ ન જોવી પડે તે માટે કોઈ દાતા સંમત થાય તો રૂા.૫ લાખના ખર્ચે બીજી ભઠ્ઠી બનાવવા સંસ્થા તૈયાર

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરના અંતિમ વિસામો ટ્રસ્ટ સાર્વજનિક સ્મશાનગૃહના સુવિધાસભર અદ્યતન રિનોવેશન બાદ હિસાબો માટે ટ્રસ્ટીઓ અને વહિવટકર્તાઓની મીટીંગ મળી હતી. ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ પટેલ આર.કે.ના અધ્યક્ષસ્થાને મળેલી આ મીટીંગમાં ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા ખર્ચની માહિતી આપી ટ્રસ્ટ ભવિષ્યમાં શુ કરવા માગે છે તેની ચર્ચાઓ કરવામાં આવી હતી.
વિસનગરના ભામાશા, જરૂરીયાતમંદોના બેલી એવા આર.કે.જ્વેલર્સવાળા રાજુભાઈ પટેલના માર્ગદર્શનમાં સ્વસ્તિક મિત્રમંડળ દ્વારા શહેરનુ સાર્વજનિક સ્મશાનગૃહ અંતિમ વિસામો ટ્રસ્ટનો વહિવટ લેવામાં આવ્યા બાદ સ્મશાન ગૃહમાં મોટા ફેરફાર કરી સ્મશાનગૃહ હરવા ફરવાનુ સ્થળ બની રહે તેવો વિકાસ કરવામાં આવ્યો છે. સ્મશાનગૃહનો વહીવટ હાથમાં લીધા બાદ કેટલો ખર્ચ કરવામાં આવ્યો અને હાલમાં શુ પરિસ્થિતિ છે તે માટેની મીટીંગ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં સંસ્થાના ટ્રસ્ટીઓ તથા વહીવટકર્તાઓએ હાજરી આપી હતી. પટેલ ભરતભાઈ ચોક્સીએ હિસાબોની વિગત આપતા જણાવ્યુ હતું કે, તા.૧-૯-૨૦૧૬ ના રોજ ટ્રસ્ટનો વહીવટ હાથમાં લીધો તે વખતે અગાઉના ટ્રસ્ટીઓએ પથ્થરનો ગેટ તથા અન્ય વિકાસ પાછળ રૂા.૩૭ લાખનો ખર્ચ કર્યો હતો. રાજુભાઈ પટેલે વહીવટ લીધા બાદ સ્વસ્તિક મિત્ર મંડળના સહયોગથી રૂા.૨ કરોડ ૧૫ લાખનુ દાન મેળવવામાં આવ્યુ હતુ. જેમાંથી રૂા.૧ કરોડ ૮૫ લાખ રીનોવેશન પાછળ ખર્ચ કરવામાં આવ્યો હતો. હાલમાં રૂા.૩૦ લાખનુ ફંડ સંસ્થા પાસે વધ્યુ છે. સ્મશાનગૃહમાં હાલમાં એક ગેસની ભઠ્ઠી, એક લાકડાની ભઠ્ઠી અને બે લોખંડની ચેચીસની સગવડ અંતિમક્રિયા માટે છે. અંતિમ ક્રિયા બાદ ન્હાવા, ધોવાની પણ અદ્યતન વ્યવસ્થા કરવામાં આવી છે. રૂા.૧ ટોકનમાં અંતિમવિધિની તમામ સગવડ મળતી હોવાથી વિસનગર પંથકના મોટાભાગના લોકો અંતિમવિધિ માટે સાર્વજનિક સ્મશાનગૃહની પસંદગી કરી રહ્યા છે. મુક્તિવાહીનીથી માંડીને તમામ સગડવ મળતી હોવાથી મહીનામાં ૮૦ થી ૧૦૦ અંતિમ સંસ્કાર થાય છે. એક અંતિમ સંસ્કાર પાછળ સંસ્થાને રૂા.૨૫૦૦ થી ૩૦૦૦ નો ખર્ચ થાય છે. લોકડાઉન દરમ્યાન રાત્રે ૧૨-૦૦ કલાક સુધી સ્મશાનગૃહમાં અંતિમ વિધિ માટે સેવા આપવામાં આવતી હતી. મહેસાણા સાર્વજનિક સ્મશાનગૃહની ગેસ ભઠ્ઠી બંધ હોવાથી કોરોનાના કારણે મૃત્યુ પામેલની અંતિમ વિધિ અત્યારે વિસનગરના સાર્વજનિક સ્મશાનગૃહમાં કરવામાં આવે છે. ઘાઘરેટ સુંશી જેવા કેટલાક ગામોએ તો સાર્વજનિક સ્મશાનગૃહમાંજ અંતિમ વિધિ કરવાનો ઠરાવ કરતા વિસનગરનુ સાર્વજનિક સ્મશાનગૃહ પંથકનુ મુક્તિધામ બની ગયુ છે. કેટલાક ગામડાઓ દ્વારા સ્મશાનગૃહને દાન પણ આપવામાં આવી રહ્યુ છે. રોકડ અને વસ્તુ સ્વરૂપે સ્મશાનમાં દાનનો પ્રવાહ ચાલુ છે. ઘાઘરેટ ગામ દ્વારા બોડી રાખવા માટે ડીપ ફ્રીઝ ભેટ આપવામાં આવ્યુ છે.
હાલમાં સ્મશાનગૃહમાં એકજ શબવાહીની છે. જેના કારણે ઘણી વખતે બીજા મૃતદેહના અંતિમ સંસ્કાર માટે દોઢ થી બે કલાકની રાહ જોવી પડે તેવા સંજોગો પણ બન્યા છે. મોતનો મલાજો જળવાય, અંતિમ સંસ્કાર માટે રાહ ન જોવી પડે તે માટે બીજી શબવાહીનીની જરૂરીયાત ઉભી થતા રાજુભાઈ પટેલના પ્રયત્નોથી એક દાતાએ રૂા.૧૨ થી ૧૪ લાખની કિંમતની શબવાહીની આપવા તૈયારી દર્શાવી છે. દિવાળી સુધીમાં આ શબવાહીની કાર્યરત થશે તેવુ જણાવ્યુ હતુ. સ્મશાનગૃહમાં હાલમાં લાકડાની ભઠ્ઠી એકજ છે. ત્યારે સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટેનો ઘસારો જોતા બીજી ભઠ્ઠી બનાવવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. રૂા.૫ લાખના ખર્ચે ભઠ્ઠી બનતી હોવાથી કોઈ દાતા તૈયાર થાય તો દાન સ્વિકારી બીજી ભઠ્ઠી બનાવવા મીટીંગમાં ચર્ચા કરવામાં આવી હતી. ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ પટેલ તથા તેમના સ્વસ્તિક મિત્ર મંડળના પારદર્શક વહીવટના કારણે દાતાઓ દ્વારા ટ્રસ્ટમાં દાન આપવામાં આવી રહ્યુ છે. અદ્યતન સુવિધાસભર સાર્વજનિક સ્મશાનગૃહ બનાવવા બદલ પંથકના લોકો રાજુભાઈ પટેલ અને તેમની ટીમનો જેટલો આભાર માને તેટલો ઓછો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts