Select Page

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની મુલાકાતીઓની સંખ્યા સૌથી વધુ

ગાંધીનગર સચીવાલય સ્વર્ણિમ સંકુલ-૧ના મંત્રીઓ પૈકી

વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલે નાતજાતના ભેદભાવ વગર વિકાસ કામ કર્યા છે. જે અભિગમ પ્રમાણેની કાર્યપધ્ધતિના કારણે આજ કેબીનેટમંત્રી બન્યા બાદ સમગ્ર ગુજરાતમાં લોકચાહના મેળવી રહ્યા છે. ગાંધીનગર સચીવાલયમાં સ્વર્ણિમ સંકુલ-૧ માં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની મુલાકાતીઓની સંખ્યા અન્ય મંત્રીઓ કરતા સૌથી વધારે છે. જે દર્શાવે છેકે પ્રજાનુ સાંભળે અને કામ કરે ત્યાંજ વધારે ઘસારો રહે છે. કેબીનેટ મંત્રીના અંગત મદદનીશ હાર્દિકભાઈ પટેલના આવકારદાયી વલણ તેમજ ઝડપી કામ કરવાની પધ્ધતિથી પણ વિસનગરનાજ નહી પરંતુ સમગ્ર ગુજરાતમાંથી લોકો અપેક્ષાઓ રાખી મુલાકાત લઈ રહ્યા છે.
વિસનગરમાં ત્રણ ટર્મના ધારાસભ્ય કાળમાં ઋષિભાઈ પટેલની ખાસીયત રહી છેકે, ક્યારેય નાતજાતનો ભેદભાવ રાખ્યો નથી. તાલુકાના ગામડાથી માંડી પરા અને પેટા પરા સુધી વિકાસ કર્યો છે. નાનામાં નાના સમાજના લોકોની રજુઆત સાંભળી સમસ્યાનો નિકાલ કર્યો છે. વિકાસથી કોઈ વંચીત રહી ન જાય તે માટે સતત પ્રયત્નો કર્યા છે. ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બન્યા બાદ આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીની જવાબદારી સંભાળ્યા બાદ પણ આજ અભિગમ સાથે કાર્યકરના લોકપ્રીયતા ઉત્તરોત્તર વધતી જાય છે. કેબીનેટ મંત્રી બન્યા બાદ ગાંધીનગર સચીવાલય સ્વર્ણિમ સંકુલ-૧ માં ઋષિભાઈ પટેલની ચેમ્બરમાં લોકોના શુભેચ્છા માટે જે ટોળા જોવા મળતા હતા તેનાથી પણ વધારે લોકો અત્યારે જોવા મળે છે. ફેર એટલો પડ્યો છેકે પહેલા શુભેચ્છા માટેના ટોળા હતા. અત્યારે રજુઆતો માટે અને વિવિધ કામ માટેના ટોળા હોય છે. જનતાને શાંતીથી સાંભળે, કામ કરે તે મંત્રીને મળવા ઘસારો વધારે રહે છે. તા.૨૬-૪-૨૦૨૨ ને મંગળવારના રોજ પ્રચારની ટીમે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની મુલાકાત લીધી હતી. જે સમયે કેબીનેટ મંત્રીની ઓફીસની બહાર ઓફીસની અંદર તથા કેબીનેટ મંત્રીની ચેમ્બરમાં પગ મુકવાની જગ્યા નહોતી. વિવિધ પ્રશ્નો તથા રજુઆતો માટે લોકો મુલાકાતે આવ્યા હતા. જોકે દર મંગળવારે આવી પરિસ્થિતિ હોય છે. સ્વર્ણિમ સંકુલમાં કયા મંત્રીની મુલાકાતે કેટલા લોકોએ પાસ કઢાવ્યા તેની જાણકારી મેળવતા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની મુલાકાતીઓની સંખ્યા સૌથી વધુ હતી. તા.૨૬-૪ ના રોજ ૮૭૦ ઉપરાંત્ત લોકોએ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની મુલાકાત લીધી હતી. વિસનગર તો ઠીક પરંતુ ગુજરાતના કોઈપણ ખુણામાંથી આવનાર વ્યક્તિને હસતા મોઢે આવકાર અને પ્રશ્નનો નિકાલ કરવાનો પ્રયત્ન જોઈ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં જેમને જવાબદારી આપવામાં આવી છે તે યોગ્ય છે તેવો સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ઋષિભાઈ પટેલની આ કાર્યશૈલીના કારણે મુલાકાતીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે.
કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના અંગત મદદનીશ(પી.એ.) હાર્દિકભાઈ પટેલનુ કાર્ય પણ આવકારદાયી છે. કેબીનેટ મંત્રીને ત્રણ વિભાગો સાથેની જવાબદારી મળી તેનો સમય ઓછો છે અને કામ ઘણા છે. ત્યારે હાર્દિકભાઈ પટેલ રજુઆતોનો ઝડપી નિકાલ થાય તે માટે અન્ય વિભાગો સાથે સંકલનમાં રહે છે. રજુઆત કર્તાઓનુ સંતોષકારક કામ થાય તે માટે માઈક્રો પ્લાનીંગથી કામ કરે છે. ગુજરાતના કોઈપણ વિસ્તારમાંથી આવનાર કાર્યકર કે નાગરિકને ધક્કો ન પડે તે માટે ચીંતા કરે છે. રજુઆત સંદર્ભે બીજા વિભાગો અને અધિકારીઓ સાથે સંકલનમાં રહી સતત ફોલોઅપ કરે છે. રજુઆત સંદર્ભે કામ આગળ વધ્યુ હોય તેની તથા કામ થયુ હોય તેની જાણ કરવામાં આવે છે. લોકોનુ કામ થાય તે માટે હાર્દિકભાઈ પટેલ સવારે વહેલા ઓફીસ આવે છે અને રાત્રે ૧૦ / ૧૧ વાગ્યા સુધી કામ કરે છે. આવા અંગત મદદનીશ દરેક મંત્રી સાથે હોય તો ક્યારેય કોઈને પણ તકલીફ પડે નહી. વિસનગરના લોકો કેબીનેટ મંત્રીના અંગત મદદનીશ હાર્દિકભાઈ પટેલની કામગીરી બીરદાવી સંતોષ વ્યક્ત કરી રહ્યા છે.

તા.૨૬-૪-૨૦૨૨ ના રોજ ૮૭૦ ઉપરાંત્ત લોકોએ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની મુલાકાત લીધી હતી

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us