ર્ડા.કેતનભાઈ જોષીની સેવાઓ માનવતાસભર-આરોગ્ય મંત્રી ઋષિભાઈ
૨૫ વર્ષે સ્મિત હાર્ટ હોસ્પિટલનુ રીઓપનીંગ કરાયુ
મોટાભાગે તબીબી વ્યવસાય મની મેકીંગ બની ગયો છે. ત્યારે રૂપિયાનો મોહ રાખ્યા વગર દર્દિઓની સેવા કરતા ર્ડાક્ટર ખુબજ ઓછા છે. આવા જ પંથકના સેવાભાવી ર્ડા.કેતનભાઈ જોષીની સ્મિત હાર્ટ હોસ્પિટલનુ રીપેરીંગ કરી રીઓપનીંગ કરવામાં આવતા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં આમંત્રીતો ઉપસ્થિત રહી ર્ડા.કેતનભાઈ જોષી અને ર્ડા.સ્મિતાબેન જોષીને શુભેચ્છાઓ પાઠવી હતી.
વિસનગરમાં એસ.ટી.રોડ ઉપર શ્રીજી માર્કેટમાં સ્મિત મેડીકલ અને હાર્ટ હોસ્પિટલ ધરાવતા ર્ડા.કેતનભાઈ જોષી માટે તબીબી વ્યવસાય એ મની મેકીંગનો નહી પરંતુ સેવાનો રહેલો છે. કોરોના કાળમાં લોકોએ ર્ડા.કેતનભાઈ જોષી અને તેમના પત્ની ર્ડા.સ્મિતાબેન જોષીની સમાજ સેવા ભાવનાનો સાક્ષાત અનુભવ કર્યો છે. આવા સેવાભાવી ર્ડા.કેતનભાઈ જોષીની હોસ્પિટલમાં રીપેરીંગ કરી તા.૨૪-૪-૨૦૨૨ ના રોજ રીઓપનીંગ કરવામાં આવ્યુ હતુ. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે ર્ડા.કેતનભાઈ જોષીની તબીબી સેવાભાવના બીરદાવતા જણાવ્યુ હતું કે, કોરોના કાળ દરમ્યાન ર્ડા.કેતનભાઈ જોષીનો સારો સહયોગ મળ્યો હતો. કોરોના કાળ કે સામાન્ય સંજોગોમાં જરૂરીયાતમંદ દર્દિ છે તેવુ કહ્યા બાદ બીજુ કઈ કહેવાની જરૂર પડતી નથી. હોસ્પિટલનુ રીનોવેશન કરવામાં ૨૫ વર્ષ લાગ્યા જે બતાવે છેકે, ર્ડા.કેતનભાઈ જોષીએ તબીબી વ્યવસાયમાં પૈસાનો કોઈ મોહ રાખ્યો નથી. તેમના માટે તબીબી વ્યવસાય મનીમેકીંગ માટેનો નથી. સેવા ભાવનાથી તબીબી સેવા કરી રહ્યા છે. ર્ડા.કેતનભાઈ જોષીને નવી જમીન લઈ હોસ્પિટલ બનાવવા ઘણાએ સુચન કર્યા છે. ત્યારે ર્ડાક્ટર લાગણી વ્યક્ત કરતા હતા કે નવી હોસ્પિટલ બનાવીએ તો સેવા કરવી શક્ય નથી. દર્દિનો સંતોષ જીવનમાં પરમ સુખ અને સૌભાગ્ય છે તેવુ જણાવતા હતા. ર્ડાક્ટરની સંવેદના અને માનવીય અભિગમ સાથેના સંવાદથી દર્દિને ૫૦ ટકા આરામ થઈ જાય છે. આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, રાત્રે ૨-૦૦ વાગે ફોન કરીએ કે સવારે ૬-૦૦ વાગે ફોન કરીએ ત્યારે ક્યારેય કંટાળાપૂર્વકનો જવાબ આપ્યો નથી. ર્ડા.કેતનભાઈ જોષી તેમના ફેમીલી ર્ડાક્ટર હોવાનુ પણ આરોગ્ય મંત્રીએ જણાવ્યુ હતુ. ર્ડા.કેતનભાઈ જોષી પ્રત્યેનો ભાવ દર્દિઓના દિલમાં સચવાયેલો છે. તેમના કાર્યોની શબ્દોથી તુલના થાય તેમ નથી તેમ જણાવી રીઓપનીંગ પ્રસંગે આરોગ્ય મંત્રીએ શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે આરોગ્ય મંત્રીએ પૂર્વ તાલુકા હેલ્થ ઓફીસર શુકલાબેન રાવલની સેવાઓને પણ બીરદાવી હતી.
સ્મિત હાર્ટ હોસ્પિટલના રીઓપનીંગ પ્રસંગે વડાપ્રધાનના ધર્મપત્ની જશોદાબેન મોદી, તરભ વાળીનાથ અખાડાના મહંત જયરામગીરી બાપુ, પ્રાન્ત ઓફીસર રામનિવાસ બુગલીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ એમ.એસ.પટેલ, એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, માર્કેટયાર્ડના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, માર્કેટયાર્ડના ડીરેક્ટર એલ.કે.પટેલ, જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ પટેલ, વાલમના પૂર્વ સરપંચ હિરેનભાઈ પટેલ, રાજુભાઈ પટેલ આર.કે., મહેન્દ્રભાઈ પટેલ કમાણા, કાન્તીભાઈ પટેલ હેવલ્સ, પરેશભાઈ ચૌધરી સ્પાન, જીવરાજભાઈ દેસાઈ, પ્રતાપભાઈ ચૌધરી, ર્ડા.મિહિરભાઈ જોષી, ર્ડા. બીપીનભાઈ પટેલ, ર્ડા.મહેશભાઈ ગાંધી, ર્ડા.યોગેશાનંદ ગોસ્વામી ડીન મેડિકલ કોલેજ ધારપુર, ર્ડા.ઉદયભાઈ પટેલ પાટણ, ર્ડા. બાલા ગણપતિ ન્યુરો સર્જન સીમ્સ હોસ્પિટલ, ર્ડા.રમેશ પટેલ, ર્ડા.શરદ પટેલ, ર્ડા.જસમીત ચાવલા, ર્ડા.રમણ પટેલ, ર્ડા. વીરેન પટેલ, ર્ડા.મુલાણી, ર્ડા.પરેશ પ્રજાપતિ, ર્ડા.કાન્તીભાઈ પટેલ, બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટ, પોપટભાઈ પટેલ પૂર્વ પ્રમુખ મહેસાણા પાલિકા, રમેશભાઈ મોદી ભગવતી ગૃપ, મોતી લેમીનેટસ પરિવાર, સમર્થ ડાયમંડ ગૃપ, અમૃત ગૃપ, ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા, હરેશભાઈ પટેલ, ર્ડા.જયેશભાઈ શુકલ વિગેરે અગ્રણીઓ તથા આમંત્રીતોએ મોટી સંખ્યામાં હાજરી આપી શુભેચ્છા પાઠવી હતી.