Select Page

આરોગ્ય મંત્રીના આગ્રહ છતા અધિકારી નહી ગણકારતા જગ્યા ફાળવણીમાં વિલંબઅર્બન હેલ્થ સેન્ટરની તાત્કાલીક દરખાસ્ત કરવા મામલતદારને તાકીદ

આરોગ્ય મંત્રીના આગ્રહ છતા અધિકારી નહી ગણકારતા જગ્યા ફાળવણીમાં વિલંબઅર્બન હેલ્થ સેન્ટરની તાત્કાલીક દરખાસ્ત કરવા મામલતદારને તાકીદ

આરોગ્ય મંત્રી વિસનગરના છે છતા અધિકારીઓની બાબુશાહીના કારણે ભાડાની જગ્યામાં ચાલતા અર્બન હેલ્થ સેન્ટર માટે જગ્યાની ફાળવણીની પ્રક્રિયા આગળ વધતી નથી. જુની મામલતદાર ઓફીસમાં જગ્યા ફાળવણીની દરખાસ્ત આગળ નહી વધતા અર્બન હેલ્થ સેન્ટરના મકાનનો મુદ્દો ઘોચમાં પડ્યો છે. કેબીનેટ મંત્રીના વિસ્તારના અધિકારીઓ જો વિકાસ કામમાં ઝડપી કામગીરી કરી શકતા ન હોય તો રાજ્યના અન્ય વિસ્તારના અધિકારીઓ સ્થાનીક નેતાઓને તો ક્યાંથી ગાંઠતા હશે.
વિસનગરમાં નૂતન હાઈસ્કુલ પાસે આવેલ અર્બન હેલ્થ સેન્ટર ભાડાની જગ્યામાં કાર્યરત છે. આરોગ્ય વિભાગની જરૂરીયાત પ્રમાણેની જગ્યા નહી હોવાથી લોકોને પુરતી સુવિધા પણ મળતી નથી. અલગ અલગ રૂમ હોવાથી સેવામાં પણ અગવડ ઉભી થાય છે. વિસનગરમાં પાલિકા હસ્તકની જગ્યાઓનો અભાવ હોવાથી અર્બન હેલ્થ સેન્ટર માટે દરબાર કમ્પાઉન્ડ જુની મામલતદાર ઓફીસમાં કોર્ટ બીલ્ડીંગની વિશાળ જગ્યાની ફાળવણી કરવા માટે છેલ્લા પાંચ વર્ષથી પ્રક્રિયા ચાલી રહી છે. ગામ તળમાં આવેલ આ કમ્પાઉન્ડમાં અર્બન હેલ્થ સેન્ટર બને તો આ વિસ્તારનો ધમધમતો થાય ઉપરાંત્ત આસપાસના સ્લમ વિસ્તારને પણ ઉપયોગી બને તેમ છે. કોર્ટ બીલ્ડીંગની જગ્યામાં અગાઉ પાલિકા ભવન બનાવવા પ્રયત્નો થયા હતા. હવે અર્બન હેલ્થ સેન્ટર માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. પરંતુ ગામતળના વિકાસમાં જાણે ઉત્સાહ ન હોય તે રીતે અર્બન હેલ્થ સેન્ટરની જગ્યાની ફાળવણી માટેની કામગીરી ચાલી રહી છે. સ્થાનિક ધારાસભ્ય તેમજ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શનમાં સરકારના કામ ધમધમી રહ્યા છે. પરંતુ મંત્રીશ્રીના મત વિસ્તારમાં અટવાયેલા કામ આગળ વધતા નથી તે પણ એક નક્કર હકીકત છે.
છેલ્લા પાંચ વર્ષથી પ્રક્રિયા ચાલે છે છતા જગ્યા ફળવાતી નથી અને અર્બન હેલ્થ સેન્ટર બનતુ નથી
દિવાળી પહેલા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે અર્બન હેલ્થ સેન્ટર માટે જગ્યાની ફાળવણી ત્વરીત થાય તે માટે જીલ્લા કલેક્ટરને રજુઆત કરી હતી. જે સંદર્ભે જીલ્લા કલેક્ટરે વિસનગર મામલતદારને અર્બન હેલ્થ સેન્ટર બનાવવા માટે જીલ્લા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને જગ્યા ફાળવવા રેકર્ડની ચકાસણી કરી સ્પષ્ટ અભિપ્રાય સહ પ્રાન્ત અધિકારી મારફત દરખાસ્ત કરવા સુચન કર્યુ છે. જીલ્લા કલેક્ટરે મામલતદારને લખેલા પત્રમાં એ પણ ટકોર કરી છેકે, અગાઉ પણ દરખાસ્ત કરવા જણાવવામાં આવેલ તેમ છતા દરખાસ્ત મળેલ ન હોઈ હવે વિલંબ ન કરતા સત્વરે દરખાસ્ત મોકલી આપવી. ખરેખર તો કેબીનેટ મંત્રીના મત વિસ્તારમાં વિકાસ કામગીરી ત્વરત ગતિએ આગળ વધવી જોઈએ. ત્યારે બાબુશાહીના કારણે વિકાસ કામોમાં વિલંબ થઈ રહ્યો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts