Select Page

લોકશાહી દેશમાં પોલીસનું સ્વમાન ન જળવાય તે શરમજનક કહેવાય

લોકશાહી દેશમાં પોલીસનું સ્વમાન ન જળવાય તે શરમજનક કહેવાય

તંત્રી સ્થાનેથી…

હરીયાણાના ખનન માફિયાઓની કાર્યવાહી ચાલુ છે તેવી મળેલી માહિતી અનુસાર તપાસ કરવા ગયેલા ડી.એસ.પી. કે જેમનું ત્રણ મહિના પછી રીટાયર્ડમેન્ટ હતું તેવા ઉચ્ચ પોલીસ અધિકારીની ડમ્પર ચડાવી હત્યા કરવામાં આવ્યા બાદ બીજા દિવસે બોરસદમાં હાઈવે ચોકડી ઉપર ટ્રક ચાલકને ફરજ પર ચાલુ પોલીસ જવાનને ટ્રકની ટક્કર મારી જેમાં ગંભીર રીતે ઘાયલ પોલીસ જવાન કિરણસિંહનું સારવાર દરમ્યાન મૃત્યુ થયુ હતું. બીજી તરફ ઝારખંડના રાંચીમાં ગૌ તસ્કરોએ મહિલા પોલીસ અધિકારી ઉપર પીકઅપ વાન ચડાવી દીધી હતી. જેમાં મહિલા પોલીસ અધિકારીનું મૃત્યુ થયુ હતું. ત્યારબાદ અનેક વખત અખબારોના પાને પોલીસકર્મીઓ ઉપર વાહન ચડાવવાના સમાચારો જોવા મળ્યા હતા અને મળે છે. પ્રવર્તમાન સંજોગોમાં પોલીસની અવગણના કરવાના અનેક સમાચારો અખબારોના પાને જોવા મળ્યા છે. બુટલેગરો હવે બેફામ થઈ ગયા છે. એમને પોલીસનો ડર રહ્યો નથી આવુ બધુ કેમ? જો રક્ષકો જ સલામત નહિ હોય તો સામાન્ય લોકોનું શું થશે? તે વિચારી ન શકાય તેવો ગહન પ્રશ્ન છે. બુટલેગરો બધાજ પુરુષો છે અને તેમને સકંજામાં લેવા માટે મહિલા પોલીસ પ્રયત્ન કરે છે ત્યારે બુટલેગરો બેફામ બને છે. એક જમાનો એવો હતો કે તાલુકામાં બે થી ચાર બીટો હતી. એ બીટને સંભાળનાર એક જમાદાર અને બે પોલીસકર્મીઓ સાથે રહેતા હતા. આટલા ઓછા માણસો દ્વારા અનેક ગામની જવાબદારી ઉપાડવામાં આવતી હતી છતાં બધુ કામ સરળતાથી ચાલતુ હતુ. ગાયકવાડ સ્ટેટ વખતે પોલીસ ખાતામાં મહિલાઓનુ પ્રમાણ ઓછુ હતું. મહિલા આરોપી હોય તો તેની સંભાળ રાખવા મહિલા પોલીસની મદદ લેવાતી હતી. અત્યારે પોલીસ સ્ટેશનમાં મોટા પ્રમાણમાં મહિલા કર્મચારીઓ છે. તેમને રોડ ચેકીંગ કે બીજી જવાબદારીઓ આપ્યા વગર પોલીસ સ્ટેશનની લખવાની બંદોબસ્ત જેવી જવાબદારીઓ અપાય. પુરુષ કર્મચારીઓને આઉટ ડોરનું કામ અપાય તો કાર્યવાહી બિન વિવાદાસ્પદ ચાલે. પોલીસનું સ્વમાન ઘવાય તેવી દક્ષિણની ફિલ્મો બને છે. જેમાં પોલીસનું સ્વમાન ન જળવાય તેવા દૃશ્યો બતાવવામાં આવે છે. આ પોલીસની બેઈજ્જતી થતી હોય તેવી ફિલ્મો ઉપર સરકારે રોક લગાવવી જોઈએ. પોલીસનુ સ્વમાન જળવાય તેવો કાયદો લાવવો જોઈએ. પોલીસને આગવું સ્ટેટસ આપવું જોઈએ. જેમ રાષ્ટ્રધ્વજનું ફિલ્મમાં કે ચિત્રમાં અપમાન થાય તો ગુનો બને છે તેવી રીતે પોલીસ તંત્રને એક ઊંચુ સ્ટેટસ મળવું જોઈએ. પોલીસની બદનામી થતી ફિલ્મો સામે રોક લગાવવી જોઈએ. આવી ફિલ્મો ન બને અને બને તો ડાયરેક્ટર ઉપર ગુનો દાખલ થાય તેવો કાયદો ઘડાવો જોઈએ. જો લોક રક્ષકોનું સ્વમાન નહિ જળવાય તો આમ જનતાની સ્થિતિ ખરાબ રહેશે તો ગુનાખોરી પણ ખુબજ વધી જશે. હાલ જે પોલીસ ઉપર હુમલા થઈ રહ્યા છે તે દક્ષિણની ફિલ્મો જોયા પછી લોકો પોલીસ સાથે આવું વર્તન કરી રહ્યા છે. પોલીસનું અપમાન કરવું, પોલીસ ઉપર હુમલો કરવો તેના માટે કડકમાં કડક પગલાં લઈ કડક કાયદા બનાવવામાં આવે તો પોલીસ ઉપર થતા હુમલા અટકી જશે. પોલીસ ઉપર હુમલા સમગ્ર ભારતમાં થઈ રહ્યા છે. લોકશાહી દેશમાં રક્ષક સામે કાયદાકીય રક્ષણ ન હોય તો શરમજનક વાત છે. એક જમાનો એવો હતો કે ખાખી કપડાં જોઈ ભલભલા ફફડી જતા હતા. એક હજાર માસણનું ઉશ્કેરાયેલું ટોળુ હોય પણ એકજ ખાખી વરદીવાળા જમાદારને જોઈ હજારે હજાર માણસો શિસ્તમાં આવી જતા હતા આજે એની એજ પોલીસ છે. ડ્રેસ પણ ખાખી છે છતાં હુમલા થાય છે તે ફિલ્મોની દેન છે. અત્રે ઉલ્લેખનીય છેકે, પોલીસની ઢીલાસ તેના ઉપર મુકાયેલા સરકારના અંકુશ જવાબદાર છે. અમેરીકામાં પોલીસમેન કોઈપણ જગ્યાએ ભયજનક વસ્તુ લાગે ત્યારે ફાયરીંગ કરી શકે છે, ત્યારે આપણી પોલીસને ફાયરીંગ કરવા માટે ઉપલા અધિકારીની મંજુરી લેવી પડે છે. આ વાત બધાજ બુટલેગરો જાણે છે કે પોલીસ રીવોલ્વૉર ભરાયેલીજ રાખશે તેનો ઉપયોગ કરી શકશે નહી. પોલીસને ફાયરીંગ કરવાની સત્તા આપવી જોઈએ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts