Select Page

ખર્ચમાં ઘટાડો થશે અને વિકાસને વેગ મળશેવન નેશન વન ઈલેક્શનનો અમલ વડાપ્રધાન મોદી માટે પડકાર રૂપ

ખર્ચમાં ઘટાડો થશે અને વિકાસને વેગ મળશેવન નેશન વન ઈલેક્શનનો અમલ વડાપ્રધાન મોદી માટે પડકાર રૂપ

તંત્રી સ્થાનેથી…
જેમને સત્તાની નહી પરંતુ દેશ હિતની ચીંતા છે તેવા ભારત માતાના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નોટબંધી, ત્રીપલ તલાક, ૩૭૦ ની કલમ રદ કરવી, અયોધ્યા રામ મંદિર જેવા ઘણા વિવાદાસ્પદ નિર્ણયો કર્યા છે. વર્ષ-૨૦૨૪ ની લોકસભાની ચુંટણીના કારણે નરેન્દ્રભાઈ મોદી સામે અત્યારે વિરોધ પક્ષની આખી ફોજ તૈયાર થઈ છે. તેમ છતા દેશ હિતમાં વન નેશન વન ઈલેક્શનની નિર્ણય માટે સતત પ્રયત્નશીલ છે. આઝાદી બાદ આ પ્રથા આપોઆપ અસ્તિત્વમાં આવી હતી. જ્યારે પ્રથમ ત્રણ લોકસભાની ચુંટણી સાથેજ મોટાભાગના રાજ્યની વિધાનસભાઓની ચુંટણી યોજાતી હતી. પરંતુ કેટલાક રાજ્યોની વિધાનસભાઓનુ અકાળે વિસર્જન થવુ, કેટલાક રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસનનો અમલ, ધારાસભ્યોનો પક્ષપલટો, કેન્દ્રમાં ગઠબંધન સરકારોની રચના વિગેરે પરિબળોના કારણે આઝાદી બાદની એક સાથે ચુંટણી પ્રથા બંધ થઈ. ભારત એક વૈવિધ્યસભર અને ગતિશીલ લોકશાહી ધરાવતો દેશ છે. દેશમાં કેન્દ્રથી લઈને રાજ્ય અને સ્થાનિક સ્વરાજ સંસ્થા સુધીના શાસનમાં ચુંટણીઓ યોજાય છે. આ ચુંટણીઓની પ્રક્રિયા ખુબજ લાબી હોય છે. જેટલી વખત ચુંટણી આવે તેટલી વખત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ થાય છે. જેની કામગીરી શિક્ષકોને સોપવામાં આવે છે. જેથી ભારતના ભાવિના શિક્ષણ ઉપર પણ અસર થાય છે. આ ઉપરાંત્ત સુરક્ષા દળોની વ્યવસ્થા, સરકારી અધિકારીઓ એવા ચુંટણી અધિકારીઓને તેમની પ્રાથમિક ફરજોમાંથી અળગા રાખી લાબા સમય સુધી ફરજીયાત ચુંટણી ફરજ ઉપર રાખવા, આદર્શ આચાર સંહિતા લાંબા સમય સુધી લાગુ થવાના કારણે વિકાસ કાર્યોમાં વિક્ષેપ થવા. લોકસભાની ચુંટણી હોય તો વિધાનસભામાં નવી યોજનાની અમલવારી કરી ન શકાય અને વિધાનસભાની ચુંટણીઓ હોય તો લોકસભા દ્વારા નવી કોઈ વિકાસલક્ષી યોજના અમલમાં મુકી ન શકાય. સરકારી કર્મચારીઓનો સ્ટાફ ચુંટણી કામે લાગેલો હોવાથી અન્ય કામગીરીમાં રૂકાવટ વિગેરે અનેક મુદ્દાઓને લક્ષમાં રાખી નરેન્દ્રભાઈ મોદી જ્યારે વર્ષ-૨૦૧૪ માં વડાપ્રધાન બન્યા ત્યારથી વન નેશન વન ઈલેક્શનનો વિચાર વ્યક્ત કર્યો હતો. વર્ષ-૨૦૧૯ માં લોકસભાની એપ્રિલ, મે માસમાં ચુંટણી યોજાઈ હતી. ત્યારે કેટલાક રાજ્યોમાં ઓક્ટોબર-નવેમ્બરમાં વિધાનસભાની ચુંટણી યોજાઈ હતી. વિશ્વના અન્ય દેશોમાં જર્મની, ફિલિપાઈન્સ, બ્રાઝીલ, કોલંબીયા કોસ્ટારીકા, ગ્વાટેમાલા, સ્વિડન, યુ.કે., ઈન્ડોનેશિયા, ગુઆના, બોલીવીયા વિગેરે ઘણા દેશો છેકે જ્યા એક સાથે ચુંટણી થાય છે. મોદી સરકાર દ્વારા એક દેશ એક ચુંટણીની હિમાયત કરી તેની સંભવિતતાનુ મૂલ્યાંકન કરવા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. જેના અહેવાલ બાદ નિર્ણય કરવામાં આવશે. આ નિર્ણયના સમર્થનમાં સમર્થકોનુ માનવુ છેકે, પહેલો ફાયદો ચુંટણીઓમાં થનારા ખર્ચમાં ઘટાડો થશે. લોકસભા અને રાજ્યની વિધાનસભાઓ માટે અલગ ચુંટણીઓ યોજવી અતિ ખર્ચાળ છે. એક સર્વેક્ષણ મુજબ વર્ષ-૨૦૧૯ ની લોકસભાની ચુંટણી વિશ્વમાં અત્યાર સુધીની સૌથી મોઘી ચુંટણી હતી. જેનો ખર્ચ આશરે રૂા.૬૦ હજાર કરોડ થયાનો અંદાજ છે. જેમાં ભારતના ચુંટણીપંચ દ્વારા કરવામાં આવેલ રૂા.૧૦ હજાર કરોડ ખર્ચનો પણ સમાવેશ થાય છે. વન નેશન વન ઈલેક્શનના નિર્ણયથી ચુંટણી પંચનો ખર્ચજ સીધો ૫૦ ટકા ઘટી જાય તેવો એક અંદાજ છે. સમગ્ર દેશમાં એક સાથે ચુંટણીઓ કરવાથી નાણાં અને સંશાધનની બચત થઈ શકે છે. જેનો ઉપયોગ અન્ય વિકાસલક્ષી હેતુઓ માટે થઈ શકે છે. ચુંટણીઓના કારણે નવી યોજનાના અમલમાં જે વિલંબ થાય છે, વિકાસ કામમાં જે વિલંબ થાય છે તે અટકશે. વારંવારની તેમજ તહેવાર પ્રસંગોમાં આવતી ચુંટણીઓના કારણે મતદાન પણ ઓછુ થતુ હોય છે. જે મતદાનમાં પણ વધારો થઈ શકે છે. જ્યારે વિરોધીઓનુ એવુ માનવુ છેકે, મોદી સરકાર સ્થાનિક પક્ષોને પતાવી દેવા આ નિર્ણયના આગ્રહી છે. એક સાથે ચુંટણી યોજવાથી પ્રાદેશિક અને સ્થાનિક મુદ્દાઓ રાષ્ટ્રીય મુદ્દાઓ સામે ઢંકાઈ જશે. રાજ્યોના પ્રાદેશિક મુદ્દાઓ હોસિયામાં ધકેલાઈ જશે. એક સાથે ચુંટણીના અમલ માટે બંધારણના સુધારા પણ આવશ્યક છે. સમર્થન અને વિરોધના મુદ્દાઓ સાથે વડાપ્રધાન મોદી માટે વન નેશન વન ઈલેક્શનનો વિચાર એક પડકારરૂપ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us