ફેસબુકમાં ફ્રેન્ડ રિકવેસ્ટ જોઈ લલચાઈ કે ભોળવાઈને મોબાઈલ નંબર આપતા વિચારજો
કેટલાય લલચાઈને કે તો કેટલાક વ્યવસાર્થે ભોળવાઈને અજાણ્યા વ્યક્તિને મોબાઈલ નંબર આપી દેતા હોય છે. પરંતુ સોશિયલ ક્રાઈમના વધતા બનાવોમા અજાણ્યા વ્યક્તિને ફોન નંબર આપવો ઘાતક સાબીત થાય તેમ છે. વિસનગરના એક સદ્ગૃહસ્થે ફેસબુકમા મોબાઈલ નંબર આપતાજ યુવતીએ વ્હોટશએપ ઉપર વિડીયો કોલ કર્યો હતો. કોલ રીસીવ કરતાજ યુવતી નિર્વસ્ત્ર થઈ હતી. અને બ્લેકમેલીંગ કર્યુ હતુ. અન્ય એક શખ્સે પણ બીજા દિવસે ફોન કરી પૈસા પડાવવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ સદ્ગૃહસ્થ ચેતી જતાં હનિટ્રેપનો શિકાર બનતા અટકાયા હતા.
વિસનગરના એક સદ્ગૃસ્થને વ્યવસાર્થે દેશ- વિદેશના લોકો સાથે સંપર્ક છે. વ્યવસાયમાં મોટા ભાગના ગ્રાહક વ્હોટસએપ વિડીયો કોલ કરીને વિસનગરના આ વ્યક્તિ જોડે વાત કરતા હોય છે. ગત અઠવાડીયે પાયલ શર્મા નામની યુવતીએ ફેસબુકમા હાય મેસેજ કરીને સંપર્ક કર્યો હતો. આપ કોણ તેવુ પુછતા યુવતીએ તમારા વ્યવસાયનું કામ છે. તેમ જણાવી મોબાઈલ નંબર માગ્યો હતો. ફેસબુકમા નંબર આપતાજ પાયલ શર્મા નામની યુવતીએ વ્હોટસએપમા મેસેજ કરી થોડીવામારં ફોન કરૂ છુ તેવુ જણાવ્યુ હતુ. લભભગ એક કલાક બાદ યુવતીએ વ્હોટસએપમા વિડીયો કોલ કર્યો હતો. સદ્ગૃસ્થે ફોન રીસીવ કરતાની સાથે જ યુવતી નિર્વસ્ત્ર બની હતી. સદ્ગૃસ્થ ચેતી જતા તુર્તજ વિડીયો કોલ બંધ કર્યો હતો.
થોડીવાર બાદ ‘આપ કી વિડીયો વાયરલ કરની હૈ યા ડીલીટ કરની હૈ’ બોલો તેવો મેસેજ કર્યો હતો. ત્યારબાદ યુ ટ્યુબ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક ઓલ ફ્રેન્ડસ ઓલ ફેમીલી મેમ્બર કો વ્હોટસએપ મેસેન્જર અપલોડ કર રહી હુ તેવા મેસેજ કરી બ્લેકમેલીંગ શરૂ કરવામાં આવ્યુ હતુ. સદ્ગૃસ્થ જાણતા હતા કે તેઓ યુવતીને જોઈ લલચાવાના નથી કે તક આપી નથી યુવતીના બ્લેકમેલીંગ કરતા મેસેજ સામે કોઈ જવાબ આપ્યો ન હતો.
બીજા દિવસે બપોરના સમયે આ સદ્ગૃસ્થના મોબાઈલ નંબર ઉપર એક વ્યક્તિનો ફોન આવ્યો હતો. હિન્દીમાં વાત કરી જણાવ્યુ હતુ કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાથી બોલુ છું. આપના વિરૂધ્ધ પાયલ શર્મા નામની યુવતીએ ફરિયાદ કરતા તમારા વિરૂધ્ધ એફ.આઈ.આર.કરવામાં આવી છે. તમારી સાથે શુ બન્યુ તે જણાવો. નહી જણાવો તો ક્રાઈમ બ્રાન્ચ પોલીસ આવીને લઈ જશે. સદ્ગૃહસ્થે કાંઈ બન્યુ નથી તેમ કહી ફોન કટ કર્યો હતો. થોડીવાર બાદ ફરીથી ફોન કરી બનેલ બનાવ બાબતે કંઈ નહી જણાવો તો ‘સારી હેડકી નિકલ જાયેગી’ તેમ કહી ધમકી આપી હતી. ત્યારે સદ્ગૃસ્થે વિસનગર પોલીસને જાણ કરી છે. જે પુછવુ હોય તે વિસનગર પોલીસને પુછો તેમ કહી ફોન કટ કર્યો હતો. ત્યારબાદ ફોન આવતા બંધ થઈ ગયા હતા.
સદ્ગૃહસ્થે પ્રચાર સાપ્તાહિકને એ માટે જાણ કરી હતી કે, વ્યવસાયના કારણે કે અન્ય કારણે લોકો લલચાઈને ફેસબુકમા અજાણતા વ્યક્તિને ફોન નંબર આપતા પહેલા સો ટકા વિચાર કરે.