Select Page

કાંસા જીલ્લા સીટમાં ભાજપનો દબદબો-ભાન્ડુ સીટમાં નુકશાન

કાંસા જીલ્લા સીટમાં ભાજપનો દબદબો-ભાન્ડુ સીટમાં નુકશાન

વિધાનસભાની ચુંટણીમાં ભાજપના હોદ્દેદારોના મત વિસ્તારમાં

  • કાંસા એન.એ. અને ભાન્ડુ જીલ્લા સીટમાં ભાજપના મહત્વનો હોદ્દો ધરાવતા આગેવાનોમા કઈ સીટમાં કયા હોદ્દેદારોનું મતદારો ઉપર પ્રભુત્વ છે તેની આ ચુંટણીમાં લેબોરેટરી થઈ ગઈ

વિસનગર વિધાનસભાની ચુંટણીમાં ભાન્ડુ જીલ્લા પંચાયત સીટ અને કાંસા જીલ્લા પંચાયત સીટમાં ભાજપના ઉમેદવારને તાલુકા અને જીલ્લા પંચાયતની ચુંટણીની સરખામણીમાં વિપરીત પરિણામ મળ્યુ છે. જેમાં ભાન્ડુ જીલ્લા સીટમાં ભાજપના મહત્વના હોદ્દાઓ ધરાવતા આગેવાનોનો મત વિસ્તાર હોવા છતા ભાજપને ૯૦૦ જેટલા મતોનું નુકશાન થતા આ સીટ ઉપર ભાજપના આગેવાનોનો દબદબ કેવો છે તેની ચર્ચાઓ શરૂ થઈ છે.
વિસનગર વિધાનસભાની યોજાયેલ ચુંટણીમાં ભાજપના ઉમેદવાર વર્તમાન ધારાસભ્ય ઋષિભાઈ પટેલનો ૩૪૪૦પ મતોની જંગી લીડથી સતત ચૌથી વખત ઐતિહાસિક વિજય થયો છે. ઋષિભાઈ સતત ચૌથી વખત ધારાસભ્ય પદે ચુંટાતા તાલુકાના રાજકીય તજજ્ઞો તાલુકાના કયા ગામમાંથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને તાલુકા અને જીલ્લા પંચાયતની ચુંટણી કરતા આ ચુંટણીમા કેટલા મતોનો ફાયદો કે નુકશાન થયુ તેનુ વિશ્લેષણ કરી રહ્યા છે. જેમાં આ ચુંટણીમાં ભાન્ડુ જીલ્લા પંચાયત સીટની વાત કરીએ તો આ સીટ ઉપરથી ભાન્ડુ ગામના લેઉવા પાટીદાર સમાજના અગ્રણી અને પુર્વ મંત્રી કિરીટભાઈ પટેલ કોંગ્રેસમાંથી ઉમેદવારીફ કરી હતી. જયારે કાંસા એન.એ.જીલ્લા સીટમાં કાંસાના બાવન કડવા પાટીદાર સમાજના સેવા ભાવી આગેવાન જયંતીભાઈ પટેલે (વકીલ) આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી હતી. ત્યારે આ બન્ને જીલ્લા પંચાયતની સીટમાં તાલુકાના મોટા ગામો આવેલા હોવાથી ભાજપને નુકશાન થશે તેવું લોકો અનુમાન કરી રહ્યા હતા. જયારે બીજી બાજુ રાજકીય તજજ્ઞો એવુ પણ અનુમાન કરી રહ્યા હતા કે આ બન્ને જીલ્લા સીટમાં ભાન્ડુ સીટમા ભાજપના વિસનગર એ.પી.એમ.સીના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ (વાલમ), જીલ્લા સદસ્ય ભૂમિકાબેન પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નિતાબેન ઠાકોર(તરભ), જેવા મહત્વનો હોદ્દો ધરાવતા આગેવાનો છે. જયારે કાંસા.એન.એ. જીલ્લા સીટમાં ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ( કાંસા), અને તાલુકા પંચાયત સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન અંકિતભાઈ પટેલ (ઉમતા) જેવા હોદ્દેદારો હોવાથી ભાજપને કોઈ નુકશાન થશે નહી. ત્યારે વિધાનસભાની ચુંટણીનુ પરિણામ આવતા ભાન્ડુ જીલ્લા સીટમાં કોંગ્રેસના ઉમેદવાર કિરીટભાઈ પટેલને ભાજપ કરતા ૯૦૦ જેટલા મતોની લીડ મળી હતી. જયારે ગત જીલ્લા પંચાયતની ચુંટણીમાં ભાન્ડુ સીટમાં ભાજપના ઉમેદવાર ભૂમિકાબેન પ્રિતેશકુમાર પટેલને ૧૪રપ૮ મત અને કોંગ્રેસના ઉમેદવાર રીટાબેન કનૈયાલાલ પટેલને ૯૩ર૩ મત મળ્યા હતા. આ બન્ને ઉમેદવાર વાલમ ગામના અને લેઉવા પાટીદાર સમાજના હોવા છતા ભાજપને ૪૭૩પ મતોની લીડ મળી હતી. જયારે કાંસા એન.એ.સીટમાં ભાજપના ઉમેદવાર અમિષાબેન રાજેષકુમાર પરમારને ૧ર૯૬૧ મત, કોંગ્રેસના ઉમેદવાર ભારતીબેન મહેશભાઈ રાઠોડને ૬ર૭૭ મત અને આપના ઉમેદવાર કુસુમબેન રાજેશભાઈ પરમારને ૩૩૭ર મત મળ્યા હતા. જેમાં ભાજપને ૬૬૮૪ મતોની લીડ મળી હતી. જયારે આ વિધાનસભાની ચુંટણીમા ભાન્ડુ જીલ્લા સીટમાં ૪૭૩પ ની લીડની જગ્યાએ ૯૦૦ જેટલા મતોનું ગાબડુ પડયુ હતુ. જ્યારે કાંસા એન.એ.જીલ્લા સીટમાં બાવન કડવા પાટીદાર સમાજના મતદારો વધુ હોવા છતા જીલ્લા પંચાયતની ૬૬૮૪ ની લીડની જગ્યાએ ૮પ૬ર મતોની લીડ મળી હતી. આમ ભાન્ડુ સીટ અને કાંસા.એન.એ.જીલ્લા સીટમાં કયા હોદ્દેદારોનું મતદારો ઉપર કેટલુ પ્રભત્વ છે તેનુ આ ચુંટણીના પરિણામમાં લેબોરેટરી થઈ ગઈ હતી. આ ચુંટણીમાં કાંસાના તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન કે.પટેલ અને તાલુકા પંચાયત સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન અંકિતભાઈ પટેલ તેમજ તેમની વફાદાર ટીમના અથાક પ્રયત્નોથી આ ચુંટણીમાં ભાજપના ઉમેદવાર ઋષિભાઈ પટેલને ફાયદો થયો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us