વિસનગર વેપારી મહામંડળ દ્વારા કર્મયોગી યોધ્ધાઓનુ બહુમાન
કોરોના મહામારીમાં જીવના જોખમે ફરજ બજાવનાર
વિસનગર વેપારી મહામંડળ દ્વારા કર્મયોગી યોધ્ધાઓનુ બહુમાન
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિસનગર વેપારી મહામંડળના હોદ્દેદારો દ્વારા કોરોનાની મહામારીમાં જીવના જોખમે પોતાની ફરજ બજાવનાર કોરોના વોરિયર્સનું સન્માનપત્ર આપી બહુમાન કરાયુ હતું અને આગામી સમયમાં શહેરના અન્ય કોરોના વોરિયર્સનું સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે.
મહેસાણા જીલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા સતત વધતી હોવાની શક્યતા સેવાઈ રહી છે. ત્યારે વિસનગર ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલના પ્રયત્નો અને તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓની આગવી સુઝ અને કડક નિર્ણયોના લીધે શહેર અને ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ થતુ અટક્યુ છે. લોકડાઉનના ચારેય તબક્કામાં વહીવટી તંત્રના અધિકારીઓએ પોતાની કે પરિવારની પરવા કર્યા વગર લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીછે. જેના કારણે કોરોનાની મહામારીમાં પણ વિસનગરમાં માત્ર બે જેટલા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. વિસનગર શહેર અને ગામડાના લોકોના સ્વાસ્થ્યની રાત-દિવસ ચિંતા કરનાર કોરોનાના કર્મયોગીઓને લોકો બિરદાવી રહ્યા છે. ત્યારે વિસનગર ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિસનગર વેપારી મહામંડળના પ્રમુખ કાળુભાઈ પટેલ, વેપારી મહામંડળના ઉપપ્રમુખ અને પ્રચાર સાપ્તાહિકના તંત્રી બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટ, મંત્રી ભરતભાઈ પટેલ (એકાઉન્ટન્ટ), ગીરીશભાઈ પટેલ (નવદુર્ગા ભાજીપાઉં), શિવકુમાર સોની, મનિષભાઈ પટેલ (ગળીયા), ગૌત્તમભાઈ સથવારા, જે.કે.ચૌધરી, દશરથભાઈ પટેલ (આવકાર), દામજીભાઈ પટેલ (અન્નપુર્ણા લાટી), ચંદ્રકાન્તભાઈ લાટીવાળા સહિત વેપારી મહામંડળના હોદ્દેદારો દ્વારા ગુરૂવારે સાંજે તાલુકા સેવાસદનમાં આવેલ પ્રાન્ત કચેરીમાં પ્રાન્ત અધિકારી સી.સી.પટેલ, મામલતદાર બી.જી.પરમાર, ચિફ ઓફિસર અશ્વિનભાઈ પાઠક તથા પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ પટેલ(ગાંધી)નું સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યુ હતું. જ્યારે શુક્રવારના રોજ વેપારી મહામંડળના હોદ્દેદારો દ્વારા ધારાસભ્ય અને છઁસ્ઝ્રના ચેરમેન ઋષિભાઈ પટેલ, ડ્ઢરૂજીઁએમ.બી. વ્યાસ, શહેર પી.આઈ. પી.કે.પ્રજાપતિ, તાલુકા પી.આઈ.આર.એલ. ખરાડી,ટી.ડી.ઓ. બી.એસ. સથવારા, એપીએમસીના ડીરેક્ટરો, કર્મચારીઓ તથા શહેર યુવા ભાજપની ટીમનું સન્માનપત્ર આપી બહુમાન કરાયુ હતું. અને આગામી સમયમાં શહેરના અન્ય કર્મયોગીઓનું સન્માન કરવાનું આયોજન કરાયુ છે. બહુમાન કરવા બદલ ધારાસભ્ય સહિત તમામ કોરોના વોરિયર્સે વેપારી મહામંડળનો આભાર માન્યો હતો.