Select Page

વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત
વિસનગરમાં રામનવમીએ ભવ્ય શોભાયાત્રાનુ આયોજન

કોરોના કાળ બાદ વિસનગરમાં ગત વર્ષે દશ દિવસમાં રામનવમીએ શોભાયાત્રા માટેનો નિર્ણય કરાયો હતો. તેમ છતાં ધર્મપ્રેમી જનતાના અભૂતપૂર્વ ઉત્સાહથી ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. આ વર્ષે એક મહિના અગાઉથી રામનવમી શોભાયાત્રાની વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં સાથ સહકાર આપવા માટે વિનંતી કરવામાં આવી છે.
વિસનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તા.૩૦-૩-૨૦૨૩ ને ગુરૂવારના રોજ રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ છે. માયાબજાર રામદ્વારા મંદિરથી સવારે ૯-૦૦ કલાકે જય શ્રી રામના નારા સાથે શોભાયાત્રાનુ પ્રસ્થાન થશે. શોભાયાત્રા રામદ્વારા મંદિરથી સવાલા દરવાજા ચાર રસ્તા, દરબાર રોડ, એક ટાવર, મેઈન બજાર, લાલ દરવાજા, પટણી દરવાજા, નૂતન ફાટક, જી.ડી.રોડ, સ્ટેશન રોડ, ત્રણ દરવાજાથી ગોવિંદચકલા ચાર રસ્તા, ધિણોજ નાગરિક બેંકથી રામદ્વારા મંદિરે પરત ફરશે. શોભાયાત્રામાં વિવિધ વેશભૂષા કરતા પાત્રો તેમજ ભજન મંડળીઓ પણ જોડાશે.
શોભાયાત્રા રૂટ ઉપર સેવા કેમ્પ અને દાન માટે સંપર્ક કરવો
કોરોના કાળના બે વર્ષ બાદ ગત વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લગભગ દશેક દિવસમાં રામનવમીએ શોભાયાત્રા માટેનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ત્યારે ટુંકા દિવસોમાં આયોજન થયુ હોવા છતા લોકોનો એટલો ઉત્સાહ હતો કે ભવ્ય રામ રથયાત્રા નિકળી હતી. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો જભ્ભા-લેઘા પહેરી કેશરી ફેટા બાધીને નિકળતા શહેરમાં હિન્દુ સંસ્કૃતિ અને સનાતમ ધર્મનુ અનેરૂ વાતાવરણ જોવા મળ્યુ હતુ. ટુંક સમયના આયોજનમાં પણ વેપારીઓ દ્વારા શોભાયાત્રા રૂટમાં સેવા કેમ્પ કર્યા હતા. આ વર્ષે સેવા કેમ્પ કરવા માગતા વેપારીઓએ આયોજકોનો સંપર્ક કરવા જણાવ્યુ છે.
રામનવમીએ શોભાયાત્રા માટે હાલમાં કોઈ ફંડ નથી. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોની મહેનતથી તમામ ખર્ચ કરવામાં આવે છે. ત્યારે સનાતન ધર્મના પ્રસાર પ્રચાર માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમીએ શોભાયાત્રાનુ આયોજન ભવ્ય બની રહે તે માટે દાતાઓને દાન કરવા માટે અપીલ કરવામાં આવી છે. વિવિધ વેશભૂષા, ભજન મંડળી, સેવા કેમ્પ તથા દાન માટે મહેન્દ્રભાઈ પટેલ કમાણાનો મો.નં. ૯૪૨૬૦ ૫૬૨૮૪, અજીતભાઈ બારોટનો મો.નં. ૯૫૭૪૦ ૯૫૩૨૯, પ્રતિકભાઈ દવેનો મો.નં.૯૭૨૭૨ ૪૮૦૭૨, ભાવેશભાઈ સાધુનો મો.નં.૯૯૦૪૭ ૧૨૭૯૬, ધર્મેશભાઈ પટેલનો મો.નં.૯૯૯૮૦ ૪૦૮૨૧, રાજુભાઈ દેવીપૂજકનો મો.નં. ૯૯૭૮૧ ૬૦૭૫૪, રવિભાઈ દરજીનો મો.નં.૭૦૧૬૧ ૧૯૧૦૪ તથા જીજ્ઞેશભાઈ જોષીનો મો.નં.૯૩૭૭૭ ૫૫૨૬૩ ઉપર સંપર્ક કરી શકાશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us