Select Page

કાંસા એન.એ.વાળાઓએ તો કેજરીવાલ સરકાર પાસે જવુ પડે

કાંસા એન.એ.વાળાઓએ તો કેજરીવાલ સરકાર પાસે જવુ પડે

સોશિયલ મિડીયામાં વિકાસ મુદ્દે શાબ્દીક યુધ્ધ

  • વિસનગર પાલિકાને ફળવાયેલ ગ્રાન્ટમાંથી વરસાદી પાઈપ લાઈન નંખાશે તેમા કાંસા એન.એ.વિસ્તારને પણ ફાયદો

લોકસભાની ચુંટણીનુ જાહેરનામુ પડતાની સાથે મતદારો રાજકીય રંગમાં રંગાઈ ગયા છે. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી થયેલ રૂા.૪૬પ કરોડના વિકાસ કામોનુ લીસ્ટ એક ગ્રૃપમાં વાયરલ થયુ હતુ. જેમા લીસ્ટમાં કયાંય કાંસા એન.એ.નુ નામ નિશાન છે તેવો કટાક્ષ કરતો મેસેજ થયો હતો. જેની સામે કાંસા એન.એ. વાળાઓએ તો કેજરીવાલ સરકાર પાસે જવુ પડે તેવા જવાબ સાથે ગ્રૃપમા શાબ્દિક યુધ્ધ થયુ હતુ.
પવનની દિશામાં ચાલવાથી ગતિને વેગ મળે છે. કેટલાક લોકો પોતાના સ્વાર્થમાં લોકોને અવળા માર્ગે દોરે છે અને છેવટે આખા વિસ્તારને શોષવાનો સમય આવે છે. પાટીદાર અનામત આંદોલન સમયની વિસનગર સીટની વર્ષ ર૦૧૭ની વિધાનસભાની ચુંટણી અને ત્યારબાદ ચૌધરી સમાજના વિરોધ વચ્ચે ર૦રરની વિધાનસભાની ચુંટણી બાદ ધારાસભ્ય ઋષિભાઈ પટેલે કયારેય વિકાસની રાજનિતિ કરી નથી. ઘા તાજા હોય ત્યારે શરૂઆતના સમયમાં થોડુ મન દુઃખ રાખ્યા બાદ લોકાભિમુખ વિકાસ કાર્યો કર્યા છે. તેમ છતા કેટલાક લોકોના મનમા હજુ પણ મંત્રી ઋષિભાઈ પટેલ પ્રત્યે થોડો ગણો રંજ જોવા મળે છે. સમય આવતા આ રંજ જાહેરમાં રોષ રૂપે પ્રગટ થાય છે.
પ્રચાર સાપ્તાહિકના ગત અંકમાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી શહેર અને તાલુકામાં થયેલા રૂા.૪૬પ કરોડના વિકાસ કામોનુ લીસ્ટ પ્રસિધ્ધ થયુ હતુ. આ લીસ્ટ કેટલાક સોશિયલ મિડીયામા વાયરલ કરવામા આવ્યુ હતુ. વિકાસ કામોના લીસ્ટમાં કયાંય કાંસા એન.એ.વિસ્તારનુ નામ નહી હોવાથી એક ગ્રૃપમા કોમેન્ટ્‌સ થઈ હતી કે “જોયુ આમા કયાંય કાંસા એન.એ.નુ નામ નિશાન છે” આ કોમેન્ટસ સામે બીજી કોમેન્ટસ થઈ હતી કે કાંસા એન.એ.વાળાએ તો કેજરીવાલ સરકાર પાસે જવુ પડે.
કાંસા એન.એ.વિસનગરમાં પાટીદાર અનામત આંદોલન સમયનુ એપી સેન્ટર હતુ. આંદોલન સમી ગયુ અને આંદોલનના હિરો હાર્દિક પટેલ ભાજપના ધારાસભ્ય પણ બની ગયા. તેમ છતા કાંસા એન.એ.વિસ્તારમા ઋષિભાઈ પટેલના વિરોધના કારણે વિસનગર તાલુકા પંચાયતની ચુંટણીમા ર૪ બેઠકમા એક માત્ર કાંસા એન.એ.૩ બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના એક્તાબેન વિજ્યકુમાર પટેલ જીત્યા હતા. ત્યારબાદ વિધાનસભાની ચુંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જયંતિભાઈ પટેલની કાંસા એન.એ.મા જંગી સભાઓ થઈ હતી. આપના આ ઉમેદવારની કાંસા એન.એ.ના આ વિસ્તારમાંથી મત પણ સારા મળ્યા હતા. કાંસા એન.એ.પંચાયત સરપંચના પતિ પ્રશાંતભાઈ પટેલ કેબીનેટ મંત્રી સાથે રહી વિસ્તારના વિકાસ માટે ઘણા પ્રયત્નો કર્યા છે. છતાં આ વિસ્તારના કેટલાક લોકોમાં વિરોધની માનસિકતા હજુ પણ જોવા મળી રહી છે.
મહત્વની બાબત છે કે વિસનગર શહેરના હક્કની ગ્રાન્ટમાંથી કેબીનેટ મંત્રીના માર્ગદર્શનમાં વરસાદી પાણીની જે લાઈન નાંખવામા આવશે તેમા કાંસા રોડ એન.એ.વિસ્તારને પણ ફાયદો થવાનો છે. વિસનગર શહેરમાં વિકાસ કામ માટે સરકાર દ્વારા પાંચ કરોડ રૂપિયાની માતબર રકમની ગ્રાન્ટ ફળવાઈ હતી. જે તમામ ગ્રાન્ટ ગંજબજાર રેલ્વે ફાટકથી ચાર રસ્તા થઈને રામાપીર મંદિર સુધીની વરસાદી પાણીની લાઈન નાંખવા ફાળવવામા આવી છે. રૂા.૪.૧૭ કરોડના ખર્ચેર્ વરસાદી લાઈન નાખવામા આવશેે. જેનો લાભ કાંસા એન.એ.વિસ્તારને પણ મળવાનો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us