Select Page

ખેરાલુમાં શ્રીરામની ભવ્ય રથયાત્રામાં હજારો લોકો જોડાયા

 • શ્રીરામની રથયાત્રામાં રામભક્તોનુ ઠેર ઠેર સ્વાગત
 • ખેરાલુના અંબાજી એન્ટરપ્રાઈઝ દ્વારા રથયાત્રાનુ ડ્રોનથી પુષ્પ વર્ષા કરી સ્વાગત
 • સુર્યનારાયણ મંદિર પાસે મિનરલ પાણી કેમ્પ
 • બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા ફટાકડા ફોડી યાત્રાનુ સ્વાગત
 • ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા બટાકા પૌંઆનો કેમ્પ
 • ખેરાલુ નાગરિક બેંક દ્વારા મિનરલ પાણી કેમ્પ
 • તપોધન વાસ દ્વારા શરબત કેમ્પ
 • રમેશભાઈ કંદોઈ દ્વારા મિનરલ પાણી કેમ્પ
 • ગણેશ મહિલા ભજન મંડળ દ્વારા મિનલર પાણી શરબતનો કેમ્પ
 • શિવલેન્ડ માર્ક દ્વારા છાસનો કેમ્પ
 • તુષારભાઈ કંદોઈ દ્વારા શરબત કેમ્પ
ખેરાલુ શહેરમાં શ્રીરામ રથયાત્રા માટે છેલ્લા દોઢ મહિનાથી તાડામાર તૈયારીઓ ચાલતી હતી. શ્રીરામ સેવા સમિતિ ખેરાલુ મંડળ દ્વારા ખેરાલુ અને સતલાસણા તાલુકાના ગામેગામ લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યુ હતુ. શ્રીરામની રથયાત્રામાં ગત વર્ષ કરતા ડબલ એટલે કે દસહજાર ઉપરાંત્ત લોકો જોડાયા હતા. રથયાત્રામાં ખેરાલુ શહેરનો ઉત્સાહ એટલો બધો હતો કે, નગરના તમામ વિસ્તારો શણગારવાની માંગ ઉઠતા તમામ વિસ્તારો ભગવા ધ્વજથી શણગારી દેવાયા હતા. નગર શણગારવા માટે ભગવા ધ્વજ ૨૦૦૦ ઉપરાંત બનાવવામાં આવ્યા હતા. રથયાત્રાનુ ઠેર ઠેર દરેક મહોલ્લા આગળ ફુલહાર તથા સેવા કેમ્પો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ખેરાલુ શહેરમાં ન ભુતો ન ભવિષ્યતિ જેવી શ્રીરામ રથયાત્રા નીકળી હતી. સાધુ સંતો પણ નગરની સમૃધ્ધી માટે આશિર્વાદ આપવા રથયાત્રામાં જોડાયા હતા.
ખેરાલુ શહેરમાં રથયાત્રા પુર્વે મારૂન્ડા માતાના મંદિરે ૩૫૬ ભોગ ધરાવી મહાઆરતી કરાઈ હતી. ૩૫૬ ભોગના આયોજક કેવલ નરસિંહભાઈ ચૌધરી તથા કેતુલ બાબુભાઈ દેસાઈ હતા. નિયત સમય પ્રમાણે શ્રીરામની રથયાત્રાનુ પ્રસ્થાન થતા સૌથી પહેલા પ્રજાપતિ સમાજ દ્વારા બ્રહ્માણી માતાના મંદિરે ફુલહારથી સ્વાગત કરાયુ હતુ તેમજ મિનરલ પાણીનો કેમ્પ કરાયો હતો. સમગ્ર યાત્રામાં તેમજ સાંઈ મંદિરે ભોજન પ્રસાદમાં મિનરલ પાણીની વ્યવસ્થા પ્રજાપતિ અરવિંદભાઈ (અંબાલાલ તમાકુ) વાળા દ્વારા કરાઈ હતી. સુર્યનારાયણ મંદિર પાસે યાત્રાનું ફુલહારથી સ્વાગત તેમજ મિનરલ પાણીનો કેમ્પ કરાયો હતો. હાટડીયા પાસે યાત્રાનું સ્વાગત કરાયુ હતુ. ખેરાલુ બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા ફુલહાર તેમજ ફટાકડા ફોડી યાત્રાનું સ્વાગત કરાયુ હતુ. અંબાજી માતા પાસે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા બટાકા પૌંઆ તેમજ મિનરલ પાણીનો કેમ્પ કરાયો હતો. ખેરાલુ નાગરિક બેંક દ્વારા મિનરલ પાણીની બોટલોનો કેમ્પ કર્યો હતો. ગલેચાવાસ દ્વારા યાત્રાનુ ફુલહારથી સ્વાગત કરાયુ હતુ. તપોધનવાસ દ્વારા શરબતનો કેમ્પ યોજાયો હતો. રમેશભાઈ પટેલ (શ્યામકૃપા સ્વીટમાર્ટ) દ્વારા મિનરલ પાણીનો કેમ્પ યોજાયો હતો. ગણેશ મહિલા ભજન મંડળ દ્વારા પાણી અને શરબત કેમ્પ યોજાયો હતો. ખેરાલુ શહેરના પ્રસિધ્ધ શિવલેન્ડમાર્કના માલિક દિલીપભાઈ ચૌધરી,વી.બી.સી.ઈન્ફ્રાસ્ટ્રક્ચરવાળા વિક્રમભાઈ ચૌધરી, ક્ષત્રીય રાજપુત સમાજના પ્રમુખ નટવરસિંહ પરમાર (ડભોડા) ઉર્ફે નટુભા દ્વારા છાસનો મહાકેમ્પ યોજાયો હતો. તેમજ સમગ્ર ભોજન પ્રસાદમાં પણ છાસના દાતા બન્યા હતા. કે.સી.સી.ફાસ્ટફુડવાળા તુષારભાઈ કંદોઈ દ્વારા શરબતનો કેમ્પ યોજાયો હતો.
ખેરાલુ શહેરમાં શ્રીરામની રથયાત્રા નિકળી ત્યારે રામ લક્ષ્મણ જાનકીના રથ પછી સમસ્ત મલેકપુર ગામ સમસ્ત દ્વારા ૧૦ હજાર ઉપરાંત બુંદી પ્રસાદના પ્લાસ્ટીક પેકીંગ પાઉચનું સમગ્ર યાત્રામાં અભુતપુર્વ વિતરણ કરવામાં આવ્યુ હતુ. પ્રસાદના વિતરણ પછી ખેરાલુ શહેરની સમૃધ્ધિ માટે સાધુ સંતો આશિર્વાદ આપવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ સાધુ સંતોને રજવાડી બગીઓમાં સ્થાન અપાયુ હતુ. સંતોની ઉપસ્થિતી જોઈએ તો વઘવાડીથી પરમ પુજ્ય સંતશ્રી બાબુગીરી શ્રી સાંઈ મંદિરના મહંતશ્રી રામકૃષ્ણાનંદજી મહારાજ, હરીહરેશ્વર મહાદેવ ખેરાલુના સંતશ્રી બાબુગીરી મહારાજ, ખેરાલુ સવળેશ્વર ગુરુગાદીના મહંત શ્રી પરેશગીરી મહારાજ, ખેરાલુની રામદ્વારા મઢીના સંતશ્રી ભુરારામ મહારાજ, ખેરાલુ પંચમુખી હનુમાનજી મંદિરના મહંતશ્રી રામકૃષ્ણાનંદજી મહારાજ થાંગણાના નિવૃત પી.આઈ. તથા મહંતશ્રી રવિન્દ્રગીરી મહારાજ, શ્રી પંચ દશનામ જુના અખાડા વારાણસીના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી મહંત વેદવ્યાસપુરીજી મહારાજ, શ્રી પંચદશનામ જુના અખાડા મહંતશ્રી રાજેન્દ્રગીરી મહારાજ (આકેસણ), શ્રી પંચદશનામ જુના અખાડા મહંત સાધ્વીશ્રી ગૌરી ગંગાગીરી વડનગર, કમાલપુર ચોકડી અવલ આશાપુરા મંદિર સહિત મંદિરોના પુજારીઓ પણ યાત્રામાં જોડાયા હતા. ખેરાલુ શહેર તથા તાલુકાના લોકો યાત્રામાં જોડાતા સાત હજાર ઉપરાંત લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. યાત્રામાં ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, રમિલાબેન દેસાઈ, ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ પરથીભાઈ ચૌધરી, સતલાસણા તાલુકા ભાજપ મહામંત્રી દશરથસિંહ પરમાર, પવનભાઈ ચૌધરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મુકેશભાઈ દેસાઈ, ખેરાલુ એ.પી.એમ.સી.ના ચેરમેન ભીખાલાલ ચાચરીયા, ખેરાલુ તાલુકા કોંગ્રેસ સમિતિ   પ્રમુખ વિનુભાઈ ચૌધરી, પ્રદેશ ડેલીગેટ બાબુજી ઠાકોર સહીત ગામેગામના લોકો જોડાયા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us