૧૦ વર્ષના ઓડિટમાં રૂા.૧.૦૩ કરોડની ઉચાપત કૌભાંડ પકડાયુ ત્યારેધી ખેરાલુ તા.પ્રાથમિક શાળા શિક્ષકોની ધિરાણ મંડળીમાં બેથી ૩ કરોડના કૌભાંડનો આક્ષેપ
ધી ખેરાલુ તાલુકાની પ્રાથમિક શાળાઓના શિક્ષકોની નાણા ધીરનાર સહકારી મંડળીમાં વર્ષ ર૦૧૦થી ર૦ર૦ સુધીના ૧૧ વર્ષના ઓડિટ રીપોર્ટમાં રૂા. ૧.૦૩ કરોડની ગેરરીતી બહાર આવી છે. ત્યારે મંડળીના સભાસદો દ્વારા અંદાજે બેથી ૩ કરોડના કૌભાંડનો આક્ષેપ થયો છે. તેમજ વર્ષો વર્ષ થતા ઓડિટમાં ઓડિટરોએ ગંભીર બેદારકારી રાખવાની પણ રજુઆતો કરી છે. આ બાબતે સભાસદોએ રાજ્ય રજિસ્ટ્રાર, સંયુક્ત રજિસ્ટ્રાર મુખ્યમંત્રી, સહકારમંત્રી સહીત તમામ જગ્યાએ રજુઆત કરી છે. સ્પેશિયલ ઓડિટરે કરેલી તપાસમાં ગેરરીતી જણાતા ચોકસી અધિકારીએ તપાસ કરતા સંપુર્ણ કૌભાંડ ઝડપાયુ છે. છતા રાજકીય પ્રેશરમાં રજિસ્ટ્રાર કચેરી કોઈ કાર્યવાહી કરતી નથી અને કૌભાંડીઓને છાવરતા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે.
ધી ખેરાલુ તાલુકાની પ્રાથમિક શાળાઓના શિક્ષકોની નાણા ધીરનાર સહકારી મંડળીની જયારે પણ ચુંટણી થાય ત્યારે લાખો રૂપિયા ચુંટણીમાં ખર્ચાતા હોવાનું ચર્ચાય છે. લાખો ખર્ચીને કમાણી કરવાની ચર્ચાઓ થઈ રહી છે. એક વર્ષ પુર્વે સ્પેશ્યિલ ઓડિટર એસ.એમ.પટેલે તા.૧પ-૩-ર૦રરના રોડ ઓડિટ પુર્ણ કર્યુ હતુ. ઓડિટ રીપોર્ટમાં વ્યાપક ગેરરીતીઓ જણાતા સહકારી મંડળી અધિનિયમ ૧૯૬૧ની કલમ ૮૬ મુજબ કાર્યવાહી કરવા જિલ્લા સહકારી રજિસ્ટ્રારને અહેવાલ સુપ્રુત કર્યા હતા. નાની દુધ મંડળીઓના મંત્રીઓ દ્વારા લાખ બે લાખ રૂપિયાની ટેમ્પરરી ઉચાપત કરી હોય તો પણ તેમના વિરૂધ્ધ ફરીયાદો થાય છે. ફરીયાદો થયા પહેલા મોટાભાગના ઉચાપત કરનાર વ્યાજ સાથે નાણા જમા કરાવી દે છે. છતા તેમની ઉપર ફરીયાદો થાય છે. ત્યારે ખેરાલ તાલુકાની પ્રાથમિક શાળાઓના શિક્ષકોની નાણા ધીરનાર સહકારી મંડળીમાં એક વર્ષ પૂર્વે ઓડિટ થયુ તેમા ઉચાપત સાબિત થઈ છે છતા કેમ કોઈ કાર્યવાહી થતી નથી તેવું મંડળીના સભાસદોમાં ચર્ચાઓ થઈ રહી છે. જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા ચોક્સી અધિકારી તરીકે સુશીલ જૈનની નિમણુંક કરી હતી. જેમાં ૧-૪-ર૦૧૦થી ૩૧-૩-ર૦ર૦ સુધીના મંડળીના હિસાબો વેરીફાઈ કરાયા હતા. જેમાં રૂા.૧,૦૩,ર૮,પ૦૪/- નો તફાવત જણાયો હતો. જેમા સભાસદ ફરજીયાત બચત, બાંધી મુદતની થાપણ, સભાસદ લોન- ધિરાણ અને અકે સભાસદને વધુ વ્યાજ ચુકવ્યુ હોવાની ગેરરીતીઓ પકડાઈ હતી. સભાસદ નાણા જમા કરાવે તો તેને પાવતી અપાતા નહોતી જેથી સભાસદ જમા નાણાની વ્યક્તિગત ખાતરી કરી શકે તેમ ન હોવાનો ગંભીર ઉલ્લેખ પણ કરાયો છે. ર૦૧૦ થી ર૦ર૦ સુધીના તત્કાલીન પ્રમુખ, મંત્રી અને વ્યવસ્થાપક કમિટિના સભ્યોના મેળા પીપણામાં ઉચાપત કૌભાંડ કરાયુ છે. સંયુક્ત રજિસ્ટ્રારે ૧પ દિવસ અગાઉ પેનલ ઓડિટરને નિમણુંક કરી છે. પરંતુ મંડળીના મેનેજર રોજમેળ અને હિસાબો આપતા ન હોવાથી ઓડિટની કામગીરી શરૂ થઈ શકી નથી.
ચોક્સી અધિકારી સુશીલ જૈન દ્વારા ચકાસણી કરતા હિસાબમાં ભારે તફાવત જોવા મળ્યો હતો. સભાસદ ફરજીયાત બચતમાં રૂા.૬૭,૦ર,૮૯૩/- એફ.ડી.માં રૂા.૧૯,૯૭,૬૭૧/- સભાસદ લોન ધિરાણમાં રૂા. ૧૪,૪૧,૭૦૪/- તથા એક સભાસદની રૂા.૪.પ૦ લાખની એફડીમાં રૂા. ૧,૮૬,રર૬ નું વધુ વ્યાજ ચુકવતા કુલ રૂા. ૧,૦૩,ર૮,પ૦૪, નો તફાવત જણાયો હતો. જેનો ચોક્સી રીપોર્ટ પાંચ હજાર પાનાનો અપાયો છે. ધી ખેરાલુ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની નાણા ધીરનાર સહકારી મંડળીનો ચોક્સી રીપોર્ટ પાંચ હજાર પાનાનો છે. આ ચોક્સી રીપોર્ટમાં કયા વર્ષમાં કેટલી તફાવતની રકમ નક્કી થઈ તેનો કોઈ ઉલ્લેખ નથી. ૧૧ વર્ષના સમયગાળામાં ચુંટાયેલા જુદા જુદા પ્રમુખ, મંત્રી, અને વ્યવસ્થાપક મંડળમાં કોની કેટલી વાબદારી નક્કી થાય તે પણ ઉલ્લેખ કર્યા ન હોવાનો આક્ષેપ કરાયો છે.
મંડળીના પ્રમુખ દ્વારા ઉચાપત બાબતે સોશિયલ મિડીયામાં ખુલાસો કરાયો
ખેરાલુ તાલુકાની પ્રાથમિક શાળાઓના શિક્ષકોની નાણા ધીરનાર સહકારી મંડળી નિયમિત ખેરાલુના પ્રમુખ મનિષાબેન પરમાર (વડનગર), તથા મંત્રી ચૌધરી મયુરીબેન (નંદાલી) દ્વારા સોશિયલ મિડીયામાં ખુલાસો કર્યો છે. જેમાં જણાવ્યુ છે કે દૈનિક પેપરની પ્રેસનોટ અન્વયે જણાવવાનું કે આપણી મંડળીમાં નાણાકીય તફાવત બાબતે કલમ ૮૬ ની તપાસ ચાલુ હતી. જે અંતર્ગત જિલ્લા રજિસ્ટ્રારના કલમ-૮૬ ના રીપોર્ટ મુજબ રૂા. ૧,૦૩,ર૮,પ૦૪/- આવેલ છે. જેના માટે રિપોર્ટ મુજબ સંસ્થાના મંત્રી તથા વર્ષ ર૦૧૦થી ર૦ર૦ ના પ્રમુખ તથા વ્યવસ્થાપક કમિટિના મેળા પીપળાને નકારી શકાય નહી. સંસ્થાના તફાવત બાબતે મંત્રીશ્રીની રૂા. ૪૧ લાખ અનામત પેટે મુકાવેલ છે. તથા મંત્રીશ્રીના વયનિવૃત્તિ બાદ મળતા તમામ લાભો સ્થગિત કરીને વયનિવૃત કરેલ છે. આમ સંસ્થાના નાણાકીય તફાવત બાબતે વસુલાત કરેલ છે. તથા રજિસ્ટ્રાર ઓફીસમાં કલમ ૯૩ની તપાસની માંગણી કરેલ છે. જેથી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય. સી.એ.ઓડિટ દ્વારા વર્ષ ર૦૦૯-૧૦થી ઓડિટ કરાવીને વહીવટને પારદર્શક કરવાનો સંપુર્ણ પ્રયત્ન થઈ રહ્યો છે.
આપણી સંસ્થા સંપુર્ણ ભરોસા પાત્ર છે. કોઈ બાહ્ય ભ્રામક સમાચારોથી ભ્રમિત થઈ સંસ્થાની વિશ્વસનિયતા જોખમાય નહી તેવા પ્રયત્નો કરવા તે આપણી પ્રાથમિક ફરજ છે. સભાસદોના હિતને ધ્યાનમાં રાખીને પ્રયત્ન કરવામા આવી રહ્યા છે.
ઉપરોક્ત ખુલાસામાં દૈનિકના સમાચારો ભ્રામક બતાવ્યા છે. પરંતુ પ્રમુખ અને મંત્રી બન્ને સ્વીકારે છે કે તત્કાલીન મંત્રી પાસેથી રૂા. ૪૧ લાખ અનામત પેટે મુકાવ્યા છે. તેમજ મંત્રીની વય નિવૃત્તિના મળતા લાભો સ્થગિત કર્યા છે. જો ઉચાપત કૌભાંડ ન થયુ હોય તો મંત્રી પાસે રૂા. ૪૧ લાખ જેવી માતબર રકમ કેમ અનામત મુકાવી તેનો પ્રમુખ મંત્રી ખુલાસો કરી શકશે ? મંત્રી નિવૃત થાય પછી મળતા લાભો કૌભાંડ ન થયુ હોય તો કેમ સ્થગિત કરાયા તેનો પ્રમુખ મંત્રી ખુલાસો કરી શકશે ? હાલના પ્રમુખ મંત્રી જો સાચા હોય તો અમદાવાદ ખાતેની સહકારી મંડળીઓની વિભાગીય કચેરીના રજિસ્ટ્રાર અવનીબેન વોરાએ નિમણુંક કરેલા પેનલ ઓડિટર ઓડિટ કરવા ગયા ત્યારે મેનેજર ચોપડા રોજમેળ, હિસાબો કેમ આપતા નથી. ઓડિટરને ખરેખર સહકાર કેમ અપાતો નથી તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.