Select Page

ગણેશ ઉત્સવની ઉજવણીમાં અધિક જીલ્લા મેજીસ્ટ્રેટનો નિયમોનું પાલન કરવા આદેશ

ગણેશ ઉત્સવની ઉજવણીમાં અધિક જીલ્લા મેજીસ્ટ્રેટનો નિયમોનું પાલન કરવા આદેશ


ગણેશ ઉજવણી અંતર્ગત ૧૯ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બર સુધી ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે, જિલ્લાની જનતાની તંદુરસ્તી, સલામતી જળવાઇ રહે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુથી અને પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદુષણને અટકાવવાના હેતુસર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ઇન્દ્રજીતસિંહ વાળાએ વિવિધ નિયમોનું પાલન કરવા આદેશ કરેલ છે.
જેમાં સાર્વજનિક ગણેશ મહોત્સવમાં મહત્તમ ચાર ફુટની જ્યારે ઘરમાં મહત્તમ ૦૨ ફુટની ગણેશ મુર્તિનું સ્થાપન કરવું, ગણેશજીની ચાર ફુટ કરતાં વધુ ઊંચાઇની મુર્તિ મુર્તિકારોએ બનાવવી નહિ કે વેચાણ કરવું નહિ,મુર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવો નહિ, ગણેશજીની પી.ઓ.પી.ની મુર્તિઓ અને ફાયબરની મુર્તિઓ વેચવી નહિ કે સ્થાપના કરવી નહિ,જાહેર માર્ગ ઉપર પરિવહન કરવા અને નદી તળાવ સહિતના કુદરીત જળસ્ત્રોતમાં વિસર્જન કરવું નહિ,કોઇપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇ ચિહ્નો કે નિશાન વાળી મુર્તિઓ બનાવવી ખરીદવી,વેચવી કે તેની સ્થાપના કરવી નહિ. મુર્તિકારો જે જગ્યાએ મુર્તિઓ બનાવવાની કામગીરી કરે છે તે જગ્યા તથા વેચાણ માટે રાખે છે તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઇણ પ્રકારની ગંદકી કરવા કે કોઇણ પ્રકારની મુર્તિ રોડ ઉપર જાહેરમાં ટ્રાફિકને અડચણ થાય તે રીતે ખુલ્લી મુકવી નહિ.
શ્રી ગણેશજીની મુર્તિઓ સ્થાપના દિવસ બાદ મુર્તિકારો વેચાણ ન થયેલી તથા બનાવટ દરમિયાન ખંડીત થયેલી મુર્તિઓને બિનવારસી હાલતમાં મૂકવી નહિ. સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પંડાલ મંડપ શક્ય તેટલો નાનો રાખવો,સાર્વજનિક ગણેશ ઉત્સવ સ્થળોએ માત્ર પૂજા,આરતી અને પ્રસાદ વિતરણ કરી શકાશે. અન્ય ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાના રહેશે નહિ. ગણેશ સ્થાપન અને વિસર્જન માટે મહત્તમ ૧૫ વ્યક્તિઓની મર્યાદામાં ફક્ત એક વાહન મારફત સ્થાપન અને વિસર્જન કરી શકાશે. ઘર પર સ્થાપન કરવામાં આવેલ ગણેશજીનું વિસર્જન ઘરે જ કરવામાં આવે તો વધારે હિતાવહ રહેશે. સ્થાનિક સત્તામંડળ દ્વારા બનાવાવમાં આવેલ નજીકના કુત્રિમ વિસર્જન કુંડમાં મુર્તિઓનું વિસર્જન કરવાનું રહેશે. સ્થાનિક સત્તા મંડળે ગણેશ વિસર્જન માટે શક્ય તેટલા વધારે કુત્રિમ વિસર્જન કુંડ બનાવવાના રહેશે જેથી કોઇ એકજ સ્થળે ભીડ એકત્રીત થાય નહિ આ હુકમનું અમલ ૨૯ સપ્ટેમ્બર સુધી કરવાનો રહેશે આ હુકમનો ભંગ કરનાર કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ઇન્દ્રજીતસિંહ વાળાની અખબારી યાદીમાં જણાવાયુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts