વકીલો હડતાળ ન કરી શકે તેવો સુપ્રિમ કોર્ટનો હુકમ તે જ રીતેડાક્ટરો બાનમાં લેતી હડતાળ ન પાડે તેવો કાયદો જરૂરી
ભારત દેશમાં કેસોનો વધારો થતા હાલ સમગ્ર દેશમાં તાલુકા કોર્ટો, સેશન્સ કોર્ટો, હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટમા ફટાફટ જજમેન્ટ આપવામાં અડચણરૂપ વકીલોને હડતાળ કરી કામ બંધ ન કરી શકે તે માટે સુપ્રિમ કોર્ટે ફરિયાદ સમિતી રચવા હુકમ કર્યો છે. તે જ રીતે ડાક્ટરો એ ભગવાનનુ સ્વરૂપ છે પરંતુ કરોડો રૂપિયા કમાતા ડાક્ટરો સામે અપમૃત્યુના કેસમાં પ્રજા દ્વારા થતી રેલીઓ અટકાવવા હડતાળનુ શસ્ત્ર ઉગામી પ્રજાને બાનમાં લેવાના પ્રયત્નો બંધ થાય તે માટે રાજ્ય કક્ષાએ ફરિયાદ નિવારણ સમિતી રચવી જોઈએ.
ખેરાલુ અલકા હોસ્પિટલ અને સતલાસણાની ભાવના હોસ્પિટલમાં બે અલગ અલગ બનાવો બન્યા હતા. ખેરાલુના બનાવમાં દર્દી ઘરે ગયા પછી ૧૫ દિવસ પછી બિમાર થતા મૃત્યુ થયુ હતુ. સ્થાનિક ડાક્ટરે તો માત્ર દવાખાનું સારવાર માટે આપ્યુ હતુ. છતાં તેમની પાસે ખોટી માંગણીઓ કરીને અડધી રાત સુધી બાનમાં લીધેલા ડાક્ટર અને સ્ટાફને મુક્ત કર્યા હતા. સતલાસણા બનાવમાં ડાક્ટરે ડીલેવરી કર્યાના ત્રીજા દિવસે બ્લડીંગ થતા અમદાવાદ સારવાર અર્થે લઈ ગયા પછી મહિલાનું મૃત્યુ થયુ હતુ. જેથી લોકોમાં આક્રોશ ખુબજ જોવા મળ્યો હતો. લોકોએ રીલી કાઢી ડાક્ટર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા રેલીમાં આવનારા બસો, પાંચસો કે હજાર લોકોએ સુત્રોચ્ચાર કર્યા હતા. પરંતુ ડાક્ટરોએ સીધે સીધુ ફરમાન કરી દીધુ કે અમે હડતાળ પાડીશુ બે તાલુકાની પ્રજાને બાનમાં લેવાનો આ પ્રયત્ન કહેવાશે. ડાક્ટરની સિક્યોરીટી પણ જરૂરી છે. પરંતુ ડાક્ટરો વિરૂધ્ધ કોઈ બોલેજ નહી તેમ કહી સીધે સીધા બે તાલુકાની પ્રજાની સારવાર ચાર દિવસ નહી કરીએ તેમ કહી હડતાળ પાડવી વ્યાજબી કહેવાય ખરી?
ડાક્ટરોએ હડતાળ પાડી ચાર દિવસ સુધી દવાખાના બંધ રાખવાના છે. અને કોઈ વ્યક્તિને ઈમરજન્સી સારવાર નહી મળે અને મરી જશે તો જવાબદારી કોની? ખેરાલુના બનાવમાં લોકોએ હોસ્પિટલ બાનમાં લેવાનો કરેલો પ્રયત્ન ખોટો હતો. પરંતુ સતલાસણાના બનાવમાં સિઝેરીયન કર્યાના ૭૨ કલાકમાં મહિલાનુ મૃત્યુ થતા લોકોમા ભારે આક્રોશ છે. પ્રજાએ આક્રોશમાં આવી રેલી કાઢી જેમાં ખેરાલુ અને સતલાસણામાં ડાક્ટરને પોલીસ પ્રોટેક્શન આપ્યુ જ છે. ડાક્ટરો વિરૂધ્ધ કોઈ અપમાન જનક વર્તન કરે છે તો ન્યાય તંત્ર ખુલ્લી છે. ન્યાય માટે ટોળા વિરૂધ્ધ ફરીયાદ કરતા નથી. અને દવાખાના બંધ કરવાથી સીરીયસ દર્દી વિશે ડાક્ટરો કેમ વિચારતા નથી? ડાક્ટર વિરૂધ્ધ કોઈને પણ બોલવાનો અધિકાર નથી? ર્ડાક્ટરોને પૈસાએ કમાવા છે અને લોકો ઉપર હડતાળ પાડી દાદાગીરી પણ કરવી છે? ડાક્ટરો આવશ્યક સેવામાં આવે છે આવશ્યક સેવાઓ બંધ કરવાનો કોઈને અધિકાર નથી. છતાં ડાક્ટરોએ છેલ્લી પાટલીએ બેસવાનું કારણ શું.
આ બાબતે એક ડાક્ટરે જણાવ્યુ હતુ કે, જે લોકો એ જાહેરમાં ખરાબ વર્તન કર્યુ તેનુ અમને દુઃખ નથી પરંતુ ખરાબ વર્તન કરનાર લોકોને સાંભળનાર સજ્જન માણસો કેમ ચુપ છે?
ખેરાલુ અને સતલાસણા તાલુકો પછાત છે. છતાં પણ આ પંથકની સેવા કરનારા ડાક્ટરોની ભુલ થઈ હોય તો ન્યાય તંત્રમાં ન્યાય મળે જ છે. પી.એમ.રીપોર્ટ આવ્યા પછી ડાક્ટર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં કોણ રોકે છે? હાલમાં જે રેલી કાઢી ડાક્ટર વિરૂધ્ધ અભદ્ર સુત્રોચ્ચાર કરાયા અને ડાક્ટરોને બદનામ કરાયા તો શું છેલ્લા ૨૦, ૨૫ કે ૩૦ વર્ષથી સેવા કરનારા ડાક્ટરો અચાનક ખરાબ કેમ લાગવા માડ્યા? હાલ ડાક્ટરો ઈમરજન્સી પેશન્ટોને લેવા તૈયાર નથી. હડતાળ પાડવાનું કારણ ડાક્ટરની સેવાની કદર કરવાને બદલે તેમને ખુની ફાંસી આપો જેવા શબ્દો થી આલંકિતકરતા ડાક્ટરો ડરી ગયા છે. ભયમાં કોઈ કામ ન થાય. સેવા કરનારા લોકોને બે વખત બદનામ કરવાનો પ્રયત્ન કરાયો જેથી હવે હડતાળનો માર્ગ અપનાવ્યો છે. જે ડાક્ટરોને તમામ ધાર્મિક સામાજિક અને કોવીડના સમયમાં પ્રજાએ ભરપુર ઉપયોગ કર્યો તે પ્રજાને મુઠ્ઠીભર લોકો ગેર માર્ગે દોરે અને સજ્જન માણસો ચુપ થઈને તમાશો જુએ તે શું વ્યાજબી કહેવાશે. છતાં પણ છેલ્લે એવુ તો કહેવુ જ પડે કે સુપ્રિમ કોર્ટે જે રીતે વકીલોને હડતાળ પાડવાથી અટકાવ્યા તે રીતે ડાક્ટરોને સંપુર્ણ સુરક્ષા આપી હડતાળ કરવાથી અટકાવવાનો કાયદો તો બનાવવો જ જોઈએ.