Select Page

સતલાસણામાં નિલમ ચૌધરીના અપમૃત્યુ કેસમાંડાક્ટર વિરૂધ્ધ રેલી કાઢી આવેદન પત્ર સામે IMA નું આવેદન

મહેસાણા જીલ્લામાં ૧૦૮ સેવામાં EMT તરીકે ફરજ બજાવતી નિલમબેન ચૌધરીનું સતલાસણા ખાતે પ્રસૃતિ સમયે તબિયત બગડતા સારવાર દરમ્યાન અમદાવાદ ખાતે મોત થતા ડાક્ટરની બેદરકારીના આક્ષેપ સાથે રેલી કાઢી કલેક્ટરશ્રી મહેસાણાને સંબોધી મામલતદારને આવેદન પત્ર આપ્યુ છે.આવેદન પત્ર આપવા જતી વિશાળ રેલીમાં ડાક્ટર વિરૂધ્ધ સુત્રોચ્ચાર થયા પછી ઈન્ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા શુક્રવારથી મંગળવાર સુધી દવાખાના બંધ કરી હડતાળ કરી છે. ચાર દિવસ દર્દીઓની સારવાર નહી થાય અને આ ચાર દિવસ દરમ્યાન કોઈ દર્દીને ઈમરજન્સી સારવારની જરૂર પડે અને ડાક્ટર પ્રાથમિક સારવાર ન કરે અને દર્દીનું મૃત્યુ થાય તો જવાબદારી કોની?

 • ડાક્ટરોની હડતાળનુ કારણ શું? અલકા હોસ્પિટલને બાનમાં લેવાના પ્રયત્ન પછી ખેરાલુ- સતલાસણાના ડાક્ટરો હડતાળ કરવાના હતા, પરંતુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ આવો બનાવ ન બને તે માટે ડાક્ટરોને બાંહેધરી આપી હતી છતાં ડાક્ટરોની તરફેણમાં પ્રેસ રીલીજ કે કોઈપણ પ્રકારની ડાક્ટરોને મદદ ન કરતા ડાક્ટરો સાથે મેડીકલ સ્ટોર્સ અને લેબોરેટરી એસોસીએશન પણ હડતાળમા જોડાયુ છે- ડાક્ટર
 • ડાક્ટર વિરૂધ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ કરવા આવેદન પત્ર અપાયુ
 • ડાક્ટર એસોસીએશને રેલીમાં થયેલા સુત્રોચ્ચાર વિરૂધ્ધમાં ચાર દિવસ દવાખાના બંધ કરી હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ
 • ભાવના હોસ્પિટલના ડાક્ટર દારૂ પીને ઓપરેશન કરતા હોવાનો આવેદન પત્રમાં આક્ષેપ
  ભાવના હોસ્પિટલમાં ડાક્ટરની બેદરકારીથી બે મહિલાઓ નિલમબેન અને સીમાબેનના મૃત્યુ થવાના આક્ષેપો સાથે આવી તો ૨૦ મહિલાઓના મૃત્યુ થવાના આક્ષેપોનો ઉલ્લેખ કરી આવેદન પત્રમાં અપાયુ છે. ડાક્ટરને ભગવાનનું બીજુ સ્વરૂપ ગણવામાં આવે છે. પરંતુ ભગવાને ભુલ કરી કે નહી તે પી.એમ. રીપોર્ટમાં જણાશે. ડાક્ટરોએ હડતાલ કરીને ખેરાલુ અને સતલાસણા તાલુકાની પ્રજાને બાનમાં લેવાનો પ્રયત્ન કર્યો કહેવાશે. નિલમબેનના મૃત્યુ પછી ડાક્ટર વિરૂધ્ધમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાયુ છે કે, ડા. અલ્પેશ પટેલ ગાયનેક ડાક્ટર તરીકે પ્રેકટીસ કરે છે. ડાક્ટરની ડીગ્રી બોગસ અથવા નાણાથી ખરીદી હોય તેવી શક્યતાનો આક્ષેપ કર્યો છે. કારણ કે ૨૦ મહિલાઓના ઓપરેશનમાં મૃત્યુ થતા. ૨૦ બાળકો અને પરિવાર અનાથ બન્યા છે. ડાક્ટરની ડીગ્રી આપનાર કોલેજની તપાસ કરવામાં આવે. ભુતકાળમાં તમામ મૃત્યુ પામેલ મહિલાઓના કેસ અંગે સદોષ માનવવધ નો ગુનો નોંધવા માંગણી કરાઈ છે. આ ડાક્ટરને ત્યાં દર્દી દાખલ થાય અને થોડા દિવસ પછી અન્ય શહેરમાં પ્રેકટીસ કરતા મળતિયા ડાક્ટરોને આ કેસમાં જવાબદાર ગણવા. નિલમબેન ચૌધરીએ કોરોના કાળમાં ફરજ બજાવી સેવા કરી છે. તેમની સામે આવો જીવલેણ વ્યવહાર સાર્વજનિક હીતમા જોખમી છે. જેથી કાયમી ધોરણે પ્રેક્ટીસ કરવા ઉપર પ્રતિબંધ કરવા માંગણી કરાઈ છે. સીમાબેન અને નિલમબેનના મૃત્યુ સબંધી ઉંડી તપાસ કરવા જણાવ્યુ છે. ડાક્ટર ઉપર આક્ષેપ કર્યો છે કે, લોકમુખે ચર્ચાય છે કે, ડાક્ટર ઓપરેશન થિયેટરમાં મવાલીછાપ ધરાવતા ૪-૫ મિત્રો સર્જરી વખતે હાજર હોય છે. જેની સી.સી.ટી.વી. કેમેરામાં તપાસ કરી જવાબદારો સામે પગલા ભરવા વધુમાં આક્ષેપ કર્યો છે કે લોકીક ચર્ચા મુજબ ડાક્ટર પોતે અને તેના મિત્રો દારૂપીને ઓપરેશન થિયેટરમાં હાજર રહે છે. ભાવના હોસ્પિટલને સીલ નહી કરવામાં આવે કે કોઈ ઈન્કવાયરી કમિશન નીમવામાં નહી આવે તો મહિલાઓની થતી હત્યા અટકાવવા જલદ આંદોલન કરાશે.
  ઉપરોક્ત બનાવ બાબતે ઈન્ડીયન મેડીકલ એસોસીએશન વડનગર, ખેરાલુ અને સતલાસણાના સેક્રેટરી નિપુલભાઈ નાયકે જણાવ્યુ હતુ કે, હાલ જે રેલી ડાક્ટર વિરૂધ્ધ કાઢીને બિભત્સ સુત્રોચ્ચાર થયા છે તેમાં પી.એમ. રીપોર્ટ પછી અને તેમની વિરૂધ્ધ કોર્ટમાં ફરિયાદ કરીશુ. હાલના બનાવથી કોઈપણ ડાક્ટર પેશન્ટોની સારવાર કરવા તૈયાર નથી.પોસ્ટમોર્ટમનો રીપોર્ટ આવ્યા પહેલા પ્રજા આવીરીતે કેવી રીતે વર્તન કરી શકે? અમારી હડતાલ એ રેલી વિરૂધ્ધમાં નથી અમે ચર્ચા કરીશુ કે કેવા પેશન્ટો લેવા, કેવા પેશન્ટો મુકી દેવા, ક્યાં આપણી કચાશ છે તેના માટે હડતાળ કરી છે. લોકોનો હક છે કે, પી.એમ.કરવુ. અમારી વિરૂધ્ધ એફ.આઈ.આર કરવી મોતનુ કારણ જાણવુ તે ચૌધરી સમાજનો હક છે. હક ભોગવવો હોય તો ફરજ પણ નિભાવવી પડે કોઈપણ માણસને તમે અત્યાચારી, પાપી કે મર્ડર કે ફાંસી એ ચડાવો આવુ કેવીરીતે કહી શકાય? લોકો પહેલા ભગવાનનો દરજ્જો આપતા હતા. પરંતુ હવે રાવણ કે અત્યાચારીનો દરજ્જો આપ્યો એટલે હડતાળનું શસ્ત્ર ઉગામવુ પડ્યુ છે. ભારતની ન્યાય પ્રણાલી ઉપર અમને વિશ્વાસ છે સાથે સાથે અમે પી.એમ.રીપોર્ટ ઉપર પણ ભરોસો છે. આ બનાવમાં એકપણ પોલીટીશીયન, એકપણ સામાજીક કાર્યકર અમારા સપોર્ટમા આવ્યા નથી. મૃતક નિલમબેનનો પરિવાર ડાક્ટર વિરૂધ્ધ કોઈપણ કાયદાકીય કાર્યવાહી કરવા તૈયાર નથી.
  ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ અગાઉ અલકા હોસ્પિટલના પ્રકરણ વખતે ડાક્ટરો હડતાળ કરવાના હતા પરંતુ તે વખતે સરદારભાઈ ચૌધરીએ બાંહેધરી આપી હતી કે , હવે પછી આવો બનાવ ન બને તે માટે પ્રેસ રીલીઝ કરીશુ. પરંતુ આવુ કાંઈ બન્યુ નથી અને હવે જ્યારે ભાવના હોસ્પિટલમાં બનાવ બન્યો ત્યારે પણ ધારાસભ્ય સાંત્વના આપવા પણ ન જતા ડાક્ટરો હડતાળ ઉપર ગયા હોવાનું અન્ય ડાક્ટરે જણાવ્યુ છે.
  જીલ્લા આરોગ્ય અધિકારીએ ડાક્ટરોની હડતાળને પગલે કોઈપણને આરોગ્ય અને તબીબી સેવાઓમાં તકલીફ ન પડે તે માટે વડનગર જી.એમ.ઈ.આર.એસ.કોલેજ/ હોસ્પિટલ, તાલુકા હેલ્થ ઓફિસર તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર સતલાસણા, ખેરાલુ અને વડનગરને સ્પષ્ટ સુચના આપતો પત્ર લખી દિવસ રાત આરોગ્ય સેવા ખોરવાય નહી તેનુ ધ્યાન રાખવા સુચના આપી છે.
  ઈન્ડીયન મેડીકલ એસોસીએશને પણ સતલાસણા માલતદારને આવેદનપત્ર આપ્યુ છે કે, પંદર દિવસમાં ખેરાલુ અને સતલાસણાની હોસ્પિટલોમાં દર્દીઓના આકસ્મિક મૃત્યુ પછી દર્દીના સગાઓ દ્વારા ટોળા ભેગા કરી હોસ્પિટલમા હોબાળા, ડાક્ટર અને સ્ટાફને બાનમાં લેવા અઘટીત માંગણીઓ કરી ડાક્ટર વિરૂધ્ધ અભદ્ર સુત્રોચ્ચાર કરી રેલીઓ કરી ડાક્ટર માટે ભયનુ વાતાવરણ ઉભુ કર્યુ છે. જેથી ડાક્ટરો અને હોસ્પિટલની સુરક્ષા બાબતે અનેક પ્રશ્નો ઉભા થયા છ.ે આવા ભયના ઓથાર વચ્ચે દર્દીઓની સારવાર કરવી મુશ્કેલ છે. જેથી ભવિષ્યમાં આવી ઘટનાનુ પુનરાવર્તન ન થાય, હોસ્પિટલની સુરક્ષા સુનિશ્ચિત થાય તે બાબતે પગલા ભરવા વિનંતી કરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts