Select Page

સતલાસણા કોઠારી હાઇસ્કુલમાં આરોગ્ય લક્ષી વિવિધ પ્રકલ્પનો કાર્યક્રમ યોજાયાઆરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતમાં આરોગ્યલક્ષી સેવાઓનો મહાયજ્ઞ યોજાયો

સતલાસણા કોઠારી હાઇસ્કુલમાં આરોગ્ય લક્ષી વિવિધ પ્રકલ્પનો કાર્યક્રમ યોજાયાઆરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતમાં આરોગ્યલક્ષી સેવાઓનો મહાયજ્ઞ યોજાયો

આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સતલાસણા કે.એમ.કોઠારી હાઇસ્કુલ ખાતે આરોગ્યલક્ષી સેવાઓનો કાર્યક્રમ યોજાયો હતો.
કેડીલા ફાર્માસ્યુટિકલ લિમિટેડ કડી, કોઠારી હાઇસ્કુલ સતલાસણા તથા જિલ્લા વહીવટી તંત્ર, મહેસાણા સહયોગથી મેગા મેડિકલ કેમ્પમાં સિવિલ હોસ્પિટલ, અમદાવાદ, જી.સી.આર.આઈ (કેન્સલ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ), ગવર્મેન્ટ સ્પાઇન ઈન્સ્ટિટ્યૂડ અને પેરપ્લેજીયા હોસ્પિટલ, અમદાવાદ, યુ.એન.મહેતા કાર્ડિયોલોજી, અમદાવાદ, આઈ.કે.ડી. આર.સી, અમદાવાદના તજજ્ઞો દ્વારા ઈસીજી, સોનોગ્રાફીની સુવિધા, એક્સરે 2D ECHO સહિતની સુવિધા, તપાસ, સારવાર, દવા વિતરણ કરવામાં આવેલ.
આ કાર્યક્રમ અંતર્ગત વડનગર, ખેરાલુ અને સતલાસણાના દાતાઓ દ્વારા આરોગ્ય લક્ષી દાન આપવામાં આવ્યુ હતુ. જેમાં જ્હોનસન કંટ્રોલ – હિટાચી એર કન્ડિશનની ઇન્ડિયા લિમિટેડ દ્વારા શાળાએ જતી કિશોરીઓને ૨૫,૦૦૦ સેનેટરી નેપકીન વિતરણ, કોઠારી હાઈસ્કૂલ સતલાસણાની ૫૦૦ કિશોરીઓની (વિદ્યાર્થીઓ)ને સેનેટરી નેપકીન, પરીક્ષા કીટ તેમજ હિમોગ્લોબિન (લોહી)ની તપાસ, વડનગર કરુણા સેતુ ટ્રસ્ટ સંચાલિત, વસંતપ્રભા હોસ્પિટલ દ્વારા વડનગર તાલુકા હેલ્થ કચેરી -૧, અર્બન હેલ્થ સેન્ટર- ૧, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વલાસણા-૧, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરબટીયા -૧ એમ કુલ ચાર(૪) કોમ્પ્યુટર સેટ રૂ ૧,૫૦,૦૦૦ ની ભેટ, ર્ડા.નટુભાઈ પટેલ, સિનિયર તબીબી, સતલાસણા દ્રારા પ્રા.આ.કેન્દ્ર, હડોલને ૧, પ્રા.આ.કેન્દ્ર, ભાલુસણાને -૧, માઇક્રોસ્કોપની ભેટ રૂ.૭૫૦૦૦/-(રૂપિયા પંચોતેર હજાર), મોમીન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત, સૈયદ ઇતરત ફાતેમાં હોસ્પિટલ અને ડાયજ્ઞોસ્ટિક સેન્ટર, વડનગર દ્વારા હેલ્થ સેન્ટર વેલનેસ સેન્ટર બાદરપુર તથા કેસીમ્પા ખાતે ૧-૧- ડોમેસ્ટિક ફ્રીજ (રૂા.૪૦ ,૦૦૦)નું વિતરણ કરાયું હતું.
શ્રી મહાકાલી કૃપા પરિવાર માઇભક્ત વિનોદભાઈ મહારાજ દ્વારા પ્રા. સા.કેન્દ્ર સિપોરને ૧ ડીપ ફ્રીજ( રૂા.૨૬૫૦૦/-) ની ભેટ, ર્ડો. નિપુલ નાયક, જતન હોસ્પિટલ ખેરાલુ દ્રારા હેલ્થ એન્ડ વેલનેસ, મલેકપુર માટે૧ સોમેસ્ટિક ફ્રીજ (રૂા.૨૦,૦૦૦)ની ભેટ, સુરેશભાઈ શાહ, વર્ધમાન પેટ્રોલિયમ સરતાનપુરા દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર વાવ માટે ૧ ડોમેસ્ટ્રીક ફ્રીજ (રૂા.૧૫૦૦૦/-), મોચી ગ્રીમિકભાઈ, વડનગર દ્વારા ૧ ડોમેસ્ટિક ફ્રીજ ૧૬૫ લીટર પ્રા.આ.કેન્દ્ર, સીપોરને ભેટ, સતલાસણાના દાતા દ્વારા હેલ્થ એન્ડ વેકનેસ સેન્ટર ગોઠડા માટે ૧ ડોમેસ્ટિક ફ્રીજ(રૂા.૨૦,૦૦૦/-)ની ભેટ, ડોક્ટર પ્રજ્ઞેશ પટેલ રેશ્વા હોસ્પિટલ સતલાસણા ,તરફથી RBSK કાર્યક્રમ અંતર્ગત ખેરાલુ ,વડનગર સતલાસણા ના જન્મ જાત ખોડખાંપણ માંથી સાજા થયેલ ૧૦ બાળકોને પ્રોત્સાહનના ભાગરૂપે શૈક્ષણિક કીટ વિતરણ, નવજાત બાળકો માટે બેબી કેર કીટ વિતરણ (બેબી શેમ્પૂ ,બેબી શોપ, બેબી ઓઇલ, એન્ટિસેપ્ટિક વગેરે) (રૂા.૨૦,૦૦૦/-), સુરેશભાઇ વર્ધમાન પેટ્રોલિયમ સરતાનપુર દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર વાવ, સતલાસણા ખાતે આર.ઓ અને વોટર કુલર રૂપિયા ૧૫ હજાર, પટેલ ભાવેશકુમાર ઇશ્વરલાલ તરફથી સામુહિક આરોગ્ય કેન્દ્ર સતલાસણા માટે આર.ઓ.પ્લાન્ટ અને વોટર કુલર રૂા.૧૫,૦૦૦, ગોવિંદભાઇ પંચાલ તરફથી સામુહિક આરોગ્ય કેન્દ્ર સતલાસણાને ૦૨ વ્હીલચેર, ૦૨ સ્ટ્રેચરની ભેટ રૂા.૨૦,૦૦૦, કિરીટભાઇ કે.પટેલ સિપોર દ્વારા કુપોષિતમાંથી સુપોષિત થયેલ ૧૦ બાળકોને પ્રોત્સાહન કીટ વિતરણ રૂા.૫૦૦૦, રતનસિંહ ધુમલસિંહ પરમાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુદાસણાને ૦૧ બેડ મેટ્રેશની ભેટ-રૂા.૫૦૦૦ સમર્થ ડાયમંડ સતલાસણા દ્વારા સતલાસણા અને ખેરાલુ તાલુકાના ૨૧ ટીબી રોગના દર્દીઓને નિક્ષય પોષણ યોજના અંતર્ગત ૦૬ માસ સુધી ન્યુટ્રીશીયન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કરૂણા સેતુ ટ્રસ્ટ સંચાલિત વસંતપ્રભા હોસ્પિટલ વડનગર દ્વારા વડનગર તાલુકાના તમામ ટીબી રોગના દર્દીઓને નિક્ષય પોષણ યોજના અંતર્ગત છ માસ સુધી ન્યુટ્રીશીયન કિટ વિતરણ, દેવુભાઇ જોઇતાભાઇ પટેલ સતલાસણા દ્વારા સતલાસણા અને ખેરાલુ તાલુકાના ૦૭ ટીબી રોગના દર્દીઓને નિક્ષય પોષણ યોજના અંતર્ગત ૬ માસ સુધી કીટ વિતરણ, ડો વિષ્ણુંગીરી ગોસ્વામી વૃંદાવન મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ખેરાલુ દ્વારા ખેરાલુ તાલુકાના ૧૦ ટીબીના દર્દીઓને નિક્ષય પોષણ યોજના અંતર્ગત ૬ માસ સુધી ન્યુટ્રીશીયન કિટ વિતરણ, કુબેરભાઇ ચેલાભાઇ પ્રજાપતિ દ્વારા ૩૦ એસ.એ.એમ બાળકોને ૬ માસ સુધી ન્યુટ્રીશીયન કિટ વિતરણ, સતલાસણાના વેપારી મહામંડલ દ્વારા ૭ એસ.એ.એમ બાળકોને ૬ માસ સુધી ન્યુટ્રીશીયન કિટ વિતરણ, ગ્રામ્યલક્ષી ક્રેડીટ કો ઓપ સોસાયટી સતલાસણા દ્વારા આઠ એસ.એ.એમ બાળકોને ૬ માસ માટે ન્યુટ્રીશીયન કીટ વિતરણ, ડો.હર્ષદભાઇ વૈધ અલકા હોસ્પિટલ ખેરાલુ દ્વારા ૧૦ સગર્ભા બહેનોને ૬ માસ સુધી પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts