Select Page

કડા ત્રણ રસ્તા પાસે આતંકના માહોલથી ફટાફટ શટર પડી ગયાઅકસ્માતની અદાવતના ઝઘડામાં જૂથ અથડામણ-૧૪ વિરુધ્ધ ફરીયાદ

કડા ત્રણ રસ્તા પાસે આતંકના માહોલથી ફટાફટ શટર પડી ગયાઅકસ્માતની અદાવતના ઝઘડામાં જૂથ અથડામણ-૧૪ વિરુધ્ધ ફરીયાદ


વિસનગરમાં શીતળા સાતમની રાત ભારે ચકચાર જગાવનારી સાબીત થઈ હતી. બે માસ પહેલા થયેલા વાહન અકસ્માતના બનાવમા થયેલા ઝઘડાએ જૂથ અથડામણનુ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. જેમા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ લાલજી ઠાકોરની ઓફીસમાં તોડફોડ કરવામા આવી હતી. વિસનગર સહીત આસપાસના પોલીસ સ્ટેશનનો કાફલો ઉતારતા પરિસ્થિતિ થાળે પડી હતી. બન્ને જૂથના લોકોને ઈજાઓ થતા સિવિલ હોસ્પિટલમા દાખલ કરાયા હતા. શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ ગળીયા તાત્કાલીક સિવિલ હોસ્પિટલમા દોડી આવી તમામને સારવાર કરાવી હતી. સમાધાન માટે મોડી રાત સુધી પ્રયત્નો થયા હતા. આ બનાવમાં કુલ ૧૬ વિરૂધ્ધ રાયોટીંગનો ગુનો નોંધાયો હતો.
શહેર ભાજપ પ્રમુખ સિવિલ હોસ્પિટલમાં દોડી આવી તમામને તાત્કાલીક સારવાર માટે વ્યવસ્થા કરી.
મોડી રાત સુધી કરેલી સમાધાનની મહેનત માથે પડી
વિસનગર શીતળા સાતમની રાત્રે કડા ત્રણ રસ્તા ઉપર આતંકનો માહોલ સર્જાયો હતો. મોટી બબાલ થાય તેમ હોવાથી માર્કેટોની દુકાનોના શટરો પડી ગયા હતા. કડા ત્રણ રસ્તા ખાણીપીણીની દુકાનો આગળની નિયમિત બેઠકમા અસમાજીક પ્રવૃત્તિઓ પણ ફુલીફાલી છે. રાત્રે જ અડ્ડા જામે છે ત્યારે પોલીસ પોઈંટ મુકવો જરૂરી છે. જૂથ અથડામણના બનાવમાં થયેલી ફરીયાદ મુજબ ખેરાલુ રોડ ઉપર આવેલ કૃષ્ણપરૂ સોસાયટીમાં રહેતો સાજનકુમાર વિજયકુમાર પટેલ, ગંજબજાર સામે ગુર સિક્યુરીટી ઓફીસમાં શેર લે વેચતો વ્યવસાય કરે છે. સાજન પટેલ કડા, ત્રણ રસ્તા પાસેથી પસાર થતો હતો ત્યારે તેની માસીના ઘરની નજીક રહેતો મિત કિરીટભાઈ પટેલને રાજવી પાર્લર પાસે ૧પથી ર૦ લોકો મારતા હતા જે ને છોડાવવા જતા સાજન પટેલ ને પણ માર માર્યો હતો. એટલામા અન્ય લોકો ધોકા ધારીયા સાથે આવી હુમલો કરતા મામલો બીચક્યો હતો. આ સમયે એકટીવા લઈને પસાર થતા પટેલ રોહનભાઈ વિષ્ણુભાઈને ઉભા રાખી ધોકાથી માર માર્યો હતો. જેમના મોબાઈલ પણ તોડી નાખ્યો હતો. ટોળાના લોકોએ નજીકની સોસાયટીઓમા પત્થર મારો કર્યો હતો. પોલીસ વાન આવી જતા ટોળે વળેલા લોકો જતા રહ્યા હતા. ઝઘડો થયા પાછળ મિત પટેલે જણાવ્યુ હતુ કે બે માસ પહેલા એકટીવા અને ઈકો વચ્ચે અકસ્માત થયો હતો. જેની અદાવત રાખી જયવીર મોબાઈલવાળા શૈલેષજી ઠાકોર ઝઘડો કર્યો હતો. ઝઘડામાં ઈજા થતા સાજન પટેલ અને મિત પટેલને સિવિલ હોસ્પિટલમા દાખલ કરાતા બન્નેને ડાબા હાથના પંજા ઉપર ફ્રેકચર થયુ હોવાનુ જણાયુ હતુ. સાજન પટેલની ફરીયાદ આધારે પોલીસે જયવીર મોબાઈલવાળો શૈલેષજી ઠાકોર, કિશનજી વરસંગજી ઠાકોર, વિપુલજી ઠાકોર, ગોપાલભાઈ બારોટ, શૈલેષજી કાન્તીજી ઠાકોર, અરવિંદજી ઠાકોર, છનાજી વેલાજી ઠાકોર તથા શૈલેષજી વિજયજી ઠાકોર વિરૂધ્ધ આઈ.પી.સી. ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯,૩ર૩ , ૩રપ, પ૦૬(ર), ૩૩૭,૪ર૭ મુજબ ગુનો નોધાયો હતો.
સામે પક્ષે દિપરા દરવાજા રાંદલમાતાના માઢમાં રહેતો અને દરબાર રોડ જયવીર મોબાઈલની દુકાન ધરાવતો શૈલેષજી કાન્તીજી ધુમાજી ઠાકોર દ્વારા ફરીયાદ કરવામા આવી છે. ફરીયાદની વિગત મુજબ ત્રણેક માસ અગાઉ સાંકડીશેરીમાં રહેતા કિરીટભાઈ પટેલના દિકરાએ ઈકો ગાડીની પાછળ ટક્કર મારતા ઝઘડો થયો હતો. જેની પાછળથી સમાધાન થયુ હતુ. ત્યારબાદ બનાવના દિવસે રાત્રે શૈલેષજી ઠાકોર પરિવાર સાથે બાઈક ઉપર કમાણા ચાર રસ્તાથી કડા સર્કલ તરફ જતો હતો ત્યારે પટેલ કિરીટભાઈનો દિકરો બાઈક લઈ આવી ઓવરટેક કરી આગળ બાઈક આડુ કરી શૈલેષજી ઠાકોરનુ બાઈક ઉભુ રાખ્યુ હતુ. જયા ધોકાથી માર મારતા શૈલેષજી ઠાકોરને માથામાં ઈજા થઈ હતી. લોહી નિકળતુ હોવાથી શૈલૈષજી ઠાકોરને સાઈનાથ કોમ્પલેક્ષમાં આવેલ ક્ષત્રિય ઠાકોર સેનાના વિસનગરમાં પ્રમુખ લાલજી ઠાકોરની ઓફીસમાં લઈ ગયા હતા જયાં ઠાકોર સમાજના અન્ય યુવાનો પણ હાજર હતા. એટલામાં પટેલ કિરીટભાઈનો દિકરો અન્ય યુવાનો સાથે આવી ઓફીસ ઉપર પથ્થર મારો કર્યો હતો. ધોકા લઈને ઓફીસમાં આવી તોડફોડ કરી ભારે નુકશાન કર્યુ હતુ. આ હુમલામાં શૈલેષજી ઠાકોર ઉપરાંત કિશનજી ઠાકોર, શૈલેષજી ઠાકોર, છનાજી ઠાકોરને ઈજાઓ થતા સવિલ હોસ્પિટલમા સારવારર્થે દાખલ કરાયા હતા. જેમા કિશનજી ઠાકોરને ડાબા પગની આંગળીએ ફ્રેકચર થયુ હોવાનુ જણાયુ હતુ. શૈલેષજી ઠાકોરે કરેલી ફરીયાદમાં પોલીસે પટેલ કિરીટભાઈનો દિકરો કરણ ઉર્ફ કાબરો પટેલ, સાજન ઉર્ફે આખલી પટેલ, યકીન પટેલ રાજવી પાર્લર, નિરવ પટેલ એસ.પી.જી તથા સચીન સુરેશભાઈ પટેલ, વિરૂધ્ધ આઈ.પી.સી. ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩રપ, ૩ર૪, ૩ર૩, ૩૩૭, ૪ર૭, પ૦૬ (ર) મુજબ ગુનો દાખલ કર્યો હતો.
કડા ત્રણ રસ્તા પાસે જુથ અથડામણના કારણે આતંકનો માહોલ જોવા મળતા તહેવારોની ધરાકીની રાત્રે ખાણી પીણીની દુકાનોના શટર ટપોટપ પડી ગયા હતા. બનાવની જાણ થતા શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ ગળીયા તાત્કાલીક સિવિલ હોસ્પિટલ પહોચી બન્ને જુથના ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવારની વ્યવસ્થા કરાવી હતી. પૂર્વ કોર્પોરેટર પરેશભાઈ પટેલ, જીજ્ઞેશ પટેલ એસ.પી.જી., ઠાકોર સમાજના પૂર્વ કોર્પોરેટર અજમલજી ઠાકોર, દશરથજી ઠાકોર વિગેરે સિવિલ હોસ્પિટલમા દોડી આવ્યા હતા. તહેવારોમા માહોલ ન બગડે તે માટે શહેર ભાજપ પ્રમુખે સમાધાન માટે મોડી રાત સુધી પ્રયત્નો કર્યા હતા. સમાધાન નહી થતા છેવટે ગુનો નોંધાયો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts