Select Page

સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડને હરીયાળુ બનાવવા દત્તક લેશે

સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડને હરીયાળુ બનાવવા દત્તક લેશે

પર્યાવરણ પ્રેમી જીતુભાઈ પટેલે વૃક્ષારોપણ કાર્યક્રમમાં બાહેધરી આપી

  • ચંદ્રયાન-૩ લેન્ડીંગ ન કરે તો મારું કરોડો વૃક્ષોનુ રોપણ કરવુ નકામુ- જીતુભાઈ પટેલ

પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષારોપણ જ જેમનો જીવનમંત્ર છે એવા ગુજરાતના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલે વિસનગર સિવિલ હોસ્પિટલના વિકાસ બાદ હોસ્પિટલ કંમ્પાઉન્ડ હરિયાળુ બનાવવા દત્તક લેશે તેવી આપેલી બાહેધરી વૃક્ષારોપણ કાર્યક્રમમાં સૌએ આવકારી હતી. તિરૂપતિ ફાઉન્ડેશન દ્વારા હોસ્પિટલના ગાર્ડનમાં વૃક્ષારોપણ કરાયુ હતુ. હોસ્પિટલની બીન ઉપયોગી જગ્યામાં ઓક્સીજન પાર્ક બનાવવા માટે પણ જણાવ્યુ હતુ.
તિરૂપતિ ફાઉન્ડેશન ચેરમેન પર્યાવરણ પ્રેમી તથા ગુજરાતના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિસનગર સિવિલ હોસ્પિટલના ગાર્ડનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામા આવ્યો હતો. જેમા સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ.પારૂલબેન પટેલ, ડૉ.જે.એન.ઝવેરી, રોગી કલ્યાણ સમિતિના સભ્ય જે.કે.ચૌધરી, ઈશ્વરલાલ નેતા, સંજયભાઈ પટેલ, હોસ્પિટલના ડૉકટર, સ્ટાફ નર્સ વિગેરેએ મોટી સંખ્યામા હાજરી આપી હતી. કાર્યક્રમમા હોસ્પિટલના ગાર્ડનમાં વૃક્ષારોપણ કરવામા આવ્યુ હતુ. સિવિલ હોસ્પિટલમા આ અગાઉ ઘણા વૃક્ષારોપણના કાર્યક્રમ થયા પરંતુ જાળવણીના અભાવે વૃક્ષો ઉછરતા નથી. વળી અત્યારે વિકાસ થવાના કારણે પણ વૃક્ષોને નુકશાન થઈ રહ્યુ છે.
વિસનગર સિવિલ હોસ્પિટલનો કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી કરોડોના ખર્ચે વિકાસ થઈ રહ્યો છે. ત્યારે લગભગ દોઢ બે વર્ષ બાદ વિકાસ કામ પુર્ણ થયા બાદ હોસ્પિટલ કંમ્પાઉન્ડને વૃક્ષાચ્છીદ કરવા દત્તક લેવા જીતુભાઈ પટેલ સમક્ષ રજુઆત થઈ હતી. ત્યારે જીતુભાઈ પટેલે તુર્તજ હોસ્પિટલને હરિયાળુ બનાવવા દત્તક લેવાની બાહેધરી આપી હતી. બે વર્ષ બાદ હોસ્પિટલને હરિયાળુ બનાવવા વૃક્ષારોપણ કરવામા આવશે. જેની દેખરેખ પણ તિરૂપતિ ફાઉન્ડેશન દ્વારા કરવામા આવશે. વૃક્ષારોપણ બાદ જીતુભાઈ પટેલે ગ્રીન ગ્લોબલ બ્રીગેડના પાંચ સંકલ્પ લેવડાવ્યા હતા. ભારતમાં ઈસરો દ્વારા ચંદ્રયાન-૩ લોન્ચ કરવામા આવ્યુ છે. ત્યારે પર્યાવરણ પ્રેમી જીતુભાઈ પટેલે છાતી ઠોકીને વિશ્વાસ વ્યકત કર્યો હતો કે આ વખતે ચંદ્ર ઉપર યાન લેન્ડીંગ કરશે. ચંદ્રયાન લેન્ડીગ ન કરે તો મારું કરોડો વૃક્ષોનુ રોપણ કરવુ નકામુ છે. વૃક્ષારોપણ બાદ જીતુભાઈ પટેલ સિવિલ હોસ્પિટલના આઈ.સી.યુ. ડાયાલીસીસ સેન્ટર તથા હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ હોસ્પિટલની સેવાઓને બીરદાવી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us