વિસનગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સની રેડમાં ચોકાવનારી વિગતો જણાઈનામી ફાસ્ટફૂડની દુકાનોમાં વાસી બ્રેડ-ડુપ્લીકેટ બટર પિરસાતુ હતુ
બ્રાન્ડેડ ફાસ્ટફૂડની દુકાનોમાં મો માગ્યા પૈસા આપી લોકો એ માટે સ્વાદ માણવા જાય છેકે, શુધ્ધ અને સારી વસ્તુ ખાવા મળશે. પરંતુ વિસનગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કરેલી રેડમાં ચોકાવનારી વિગતો જાણવા મળી છે. ફાસ્ટફૂડની દુકાનોમાં વાસી બ્રેડ, ડુપ્લીકેટ બટર, ખમણ, સમોસા અને ઉતરી ગયેલી ચટણી પિરસાતી હતી. ઈટ રાઈટ સ્ટ્રીટ હબ જાહેર કરવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઓચીંતી તપાસ કરવામાં આવી હતી. જે અંતર્ગત હજુ ત્રણથી ચાર વખત ઓચીંતુ ચેકીંગ કરવામાં આવશે. હવે જે ફાસ્ટફૂડની દુકાનમાં લોકોના આરોગ્યને નુકશાન કરતી ખાદ્ય સામગ્રી ઝડપાશે તેમની વિરુધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ જણાવ્યુ હતુ.
કંઈ દુકાનમાંથી ડુપ્લીકેટ બટર અને વાસી ખોરાકનો નાશ કરાયો તેની વિગત
(૧) યુ.એસ.પીઝા – બટરનો નાશ કરાયો
(૨) લાપીનોઝ પીઝા – બટરનો નાશ કરાયો
(૩) પી.આર.ફૂડ – વાસી સમોસા, ખમણ, ચટણીનો નાશ કરાયો
(૪) મટકા ખીચડી – હાઈઝેનીક નહી હોવાથી તાકીદ કરાઈ
(૫) ચુલા ઢોસા – બટરનો નાશ કરી સંભારનુ સેમ્પલ લેવાયુ
(૬) ઈમેજીંગ – બ્રેડનુ સેમ્પલ લેવાયુ
(૭) ફૂડીઝ – મરચાનુ સેમ્પલ લેવાયુ
તથા અન્ય બે ફાસ્ટફૂડની દુકાનોમાંથી સેમ્પલ લેતા કોઈ અખાદ્ય પદાર્થ મળી આવ્યા નહોતા
વિસનગર શહેરના હાઈવે ઉપરના માર્કેટોમાં હોટલો, રેસ્ટોરન્ટ, નાસ્તાગૃહો અને ફાસ્ટફૂડની દુકાનો ધમધમી રહી છે. જેમાં મોટાભાગની ખાદ્ય વસ્તુઓ વેચતી દુકાનોમાં નિતિ નિયમોનુ પાલન થતુ નથી. શહેરના સ્વાદપ્રીય લોકો પરિવાર સાથે બ્રાન્ડેડ ફાસ્ટફૂડની દુકાનોમાં જાય છે પરંતુ લોકોને ખબર નથી કે ત્યાં મો માગ્યા ભાવ આપવા છતા શુ પિરસવામાં આવે છે. ફાસ્ટફૂડ વિભાગના ડેજીગ્નેટેડ ઓફીસર વિપુલભાઈ જે.ચૌધરી, ફૂડ ઈન્સ્પેક્ટર હિરલબેન પ્રજાપતિ, જે.ડી.ઠાકોરની ટીમ કડા ચાર રસ્તા પાસે આવેલ ફાસ્ટફૂડની દુકાનોમાં ઓચીંતુ ચેકીંગ હાથ ધર્યુ હતુ. જેમાં ક્યુ.એ.સી.એલ.ઈન્ટરનેશનલ પ્રા.લી.કાું., સી.એન.સી.આઈ. ઓડીટ એજન્સી તથા એફ.એસ.આઈ.સી.ની થર્ડ પાર્ટી એજન્સીના ઓફીસરો પણ ચેકીંગમાં જોડાયા હતા. આ ઉપરાંત્ત વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ, વિષ્ણુભાઈ સુથાર વિગેરેને સાથે રાખી ચેકીંગ કરતા આરોગ્યને
નુકશાનકારક ખાદ્ય સામગ્રી મળી આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ચેકીંગમાં ડુપ્લીકેટ બટર, વાસી પીઝાના રોટલા, વાસી પાઉ, વાસી ખમણ, વાસી સમોસા, વાસી ચટણી, હલકી ગુણવત્તાનો સોસ વિગેરે સ્વાદપ્રીય શોખીનોના આરોગ્યને નુકશાન કરતી ખાદ્ય વસ્તુઓ મળતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. કેટલીક ફાસ્ટફૂડની દુકાનોમાંથી સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા.
ફૂડ વિભાગના અધિકારીઓને એ પણ જોવા મળ્યુ હતું કે મોટાભાગની ફાસ્ટફૂડની દુકાનોના રસોડામાં ગંદકી હતી. જ્યા ઉભા ન રહી શકીએ તેવી વાસ આવતી હતી. નિતિ નિયમો નેવે મુકી ધંધો કરતા જણાતા દુકાનોના વેપારીઓને રસોડા હાઈજેનિક રાખવા, સ્ટાફના મેડિકલ શર્ટી રાખવા, પાણીનો રીપોર્ટ રાખવા, ઉધઈ ટ્રીટમેન્ટ કરાવવા, સ્ટાફને એપ્રન, કેપ, ગ્લોઝ પહેરાવવા તાકીદ કરવામાં આવી હતી.