Select Page

ક્રિકેટ સટ્ટામાં પંટર પકડાય છે જ્યારે વિસનગરમાં ક્રિકેટ સટ્ટાના કિંગ સુધી પહોચવામાં પોલીસ લાચાર

ક્રિકેટ સટ્ટામાં પંટર પકડાય છે જ્યારે વિસનગરમાં ક્રિકેટ સટ્ટાના કિંગ સુધી પહોચવામાં પોલીસ લાચાર

અત્યારના રાજકારણમાં ગાંધીવાદી મુલ્યોની કોઈ કિંમત નથી. સ્વાર્થના રાજકારણમાં મારૂ ભલુ કરો પછી દુનિયાનું જે થવુ હોય તે થાય તેવી માનસિક્તા રહેલી છે. આઈ.પી.એલ.ની સિઝનમાં વિસનગરમાં અનેક જગ્યાએ ક્રિકેટ સટ્ટાની ઓફીસો ધમધમી રહી છે. ત્યારે પોલીસ નાના પંટર પકડે છે. જ્યારે મોટા અદના સટ્ટા કિંગ સુધી પહોંચવામાં પોલીસ લાચાર છે.
સટ્ટામાં યુવાધન બરબાદ થઈ રહ્યુ છે ત્યારે જવાબદારો બદી ડામવામા નિષ્ક્રિય
આઈ.પી.એલ.ની સિઝનમા વિસનગરમાં ક્રિકેટ સટ્ટાની અનેક ઓફીસો ધમધમી રહી છે. ઓછી મુડીમાં શહેરનું યુવાધન સટ્ટા કીંગ બનવાના સપના જોતા હોવાથી બરબાદ થાય છે. દર વર્ષે આઈ.પી.એલ.ની સિઝન બાદ દેવામાં ડુબેલા યુવાનો આત્મહત્યા કરવા મજબુર બને છે. અત્યાર સુધીમાં શહેરના અનેક યુવાનો ક્રિકેટ સટ્ટાની બદીમા હોમાઈ ચુક્યા છે. પરંતુ યુવાનોનો ભોગ લેનાર શહેરના એક પણ સટ્ટા કીંગ વિરૂધ્ધ કાર્યવાહી થઈ નથી તે પણ નગ્ન સત્ય છે. પોલીસ ફક્ત બતાવવા ખાતર ક્રિકેટ સટ્ટાની નાની રેડ કરે છે. પરંતુ કયા સટ્ટાકીંગ પાસેથી આઈ.ડી.મેળવ્યુ છે તે પકડી શક્તી નથી. મોટા સટ્ટા કીંગ સુધી પહોચવામાં પોલીસ મજબુર છે.
વિસનગર સીટી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. બળવંતસિંહ શીવાજી સ્ટાફ સાથે કમાણા ચાર રસ્તા પાસે આવતા બાતમી મળી હતી કે, એમ.ડી.કોમ્પલેક્ષની આગળ એક ઈસમ આઈ.પી.એલનો કોલકત્તા નાઈટ રાઈડર્સ અને બેંગ્લુરૂ વચ્ચેની મેચ ઉપર મોબાઈલ ફોનમાં બનાવેલ આઈ.ડી.આધારે ક્રિકેટ સટ્ટા બેટીંગની હારજીતની પ્રવૃતિ કરી રહ્યો છે. બાતમી આધારે પોલીસ સ્થળ ઉપર પહોંચી પટેલ અનિલ દિનેશભાઈને ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા ઝડપ્યો હતો. અનિલ પટેલ પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન જોતા રાધે એક્ષ્ચેન્જ ડોટ કોમની સાઈડ ખુલ્લી હતી. મોબાઈલમાં હારજીતના હિસાબની વિગતો જોતા રૂા.૫૧,૦૨૩/-નુ બેલેન્સ બતાવતુ હતુ. આઈ.ડી.કોણે આપેલ છે તે બાબતે પોલીસે પુછ પરછ કરી હતી. પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. આઈ.ડી. આપનાર સુધી નહી પહોચવા પોલીસ પણ નિષ્ક્રીય હોય તેમ જણાતુ હતુ. આઈ.ડી.આપનાર સુધી નહી પહોચવા પોલીસના ખીસ્સા ભરાતા હોવાનું પણ શક્ય છે. પોલીસે રૂા.૭૦૦૦/-ની કિંમતનો મોબાઈલ જપ્ત કરી અનિલ પટેલ વિરૂધ્ધ ફક્ત જુગારધારા હેઠળ કાર્યવાહી કરી મન વાળ્યુ હતુ.
આઈ.પી.એલ. મેચ શરૂ થયા બાદ વિસનગર પોલીસની ક્રિકેટ સટ્ટાની બીજી રેડ છે. નાના પંટરોને પકડી ફક્ત દેખાવ પુરતી કાર્યવાહી થાય છે. પરંતુ શહેરના યુવાધનને બરબાદ કરી દર વર્ષે કરોડો કમાતા અને કહેવાતા સમાજના આગેવાન સટ્ટા કિંગો સામે કોઈ કાર્યવાહી થતી નથી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us