Select Page

કોંગ્રેસના અગ્રણી જીતેન્દ્રસિંહ પરમારના આશિર્વાદથીસતલાસણા તાલુકા પંચાયતમાં ભાજપ સત્તા સંભાળશે

કોંગ્રેસના અગ્રણી જીતેન્દ્રસિંહ પરમારના આશિર્વાદથીસતલાસણા તાલુકા પંચાયતમાં ભાજપ સત્તા સંભાળશે

સતલાસણા તાલુકા પંચાયતમા કોંગ્રેસ-ભાજપ પાસે સરખા સભ્યો છે. પરંતુ પ્રચાર સાપ્તાહિકે અગાઉ આગાહી કરી હતી કે જુની ખેરાલુ તાલુકા પંચાયતના પ્રમુખ સ્વ.જોરાવરસિંહ પરમારના પુત્ર જીતેન્દ્રસિંહ પરમાર ભાજપમા જોડાઈ રહ્યા છે. તે આગાહી આજે સાચી ઠરી છે. સતલાસણા તાલુકામા કોંગ્રેસ માટે કલ્પવૃક્ષ ગણાતા જીતેન્દ્રસિંહ પરમાર ભાજપના સમર્થનમાં આવતા કોંગ્રેસમાં જાણે માતમ છવાયો હોય તેવો માહોલ ઉભો થયો છે. કોંગ્રેસે તાલુકા પંચાયતમાં સત્તા મેળવી પરંતુ મનરેગા કૌભાંડ જેવા અનેક આક્ષેપોને કારણે કોંગ્રેેસ તાલુકામા લોકચાહના મેળવવામા સદંતર નિષ્ફળ ગઈ છે. ત્યારે સતલાસણા તાલુકાના કોંગ્રેસના દિગ્ગજ પ્રજાભિમુખ આગેવાન કે જેમણે વર્ષો સુધી સતલાસણા તાલુકામા કોંગ્રેસને જીવંત રાખ્યુ છે તેવા રાજપૂત પરિવારના કદાવર નેતા જીતેન્દ્રસિંહ પરમારના સહયોગથી જેમણે રાણપુર સીટ જીતી હતી તેવા કનુભાઈ બારોટે ભાજપને ખુલ્લો ટેકો કરતા સતલાસણા તાલુકા પંચાયતમા ભાજપનુ શાસન આવશે.
સતલાસણા તાલુકા પંચાયતમાં કોંગ્રેસને જીવંત રાખનાર જીતેન્દ્રસિંહ પરમારને જિલ્લા કોંગ્રેસ કે પ્રદેશ કોંગ્રેસમા કયારેય મોટુ સ્થાન અપાયુ નથી. આગામી ર૦ર૪ ની લોકસભાની ચુંટણી પહેલા ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ આહૃવાન કર્યુ હતુ. રાજકારણમા ભાજપની લીટી લાંબી કરવા પ્રયત્ન કરીશ તેજ રીતે ખેરાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિનોદભાઈ ચૌધરીને કોંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામુ અપાવી ભાજપમા લાવ્યા છે. જો કે સત્તાવાર રીતે વિનોદભાઈ ચૌધરી એ ભાજપનો ખેસ પહેર્યો નથી પરંતુ હવે આગામી સમયમાં તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. તેવી રીતે આશરે છેલ્લા પ૦ વર્ષથી ખેરાલુ-સતલાસણાના રાજ કારણમાં કોંગ્રેસને જીવંત રાખવા માટે પોતાનું સર્વસ્વ હોમી દેનાર સ્વ.જોરાવરસિંહ પરમારના પરિવારને ખેરાલુના પ્રદેશ ભાજપ અગ્રણી નરેશભાઈ બારોટના પ્રયત્નોથી ભાજપના સમર્થનમાં લાવવામાં સફળતા મળી છે. જીતેન્દ્રસિંહ જોરાવરસિંહ પરમારની ભાજપમાં જોડાવવાની સત્તાવાર જાહેરાત થઈ નથી. પરંતુ તેમના માતૃશ્રી સ્વ.રેવાબાના નિધનથી રાણપુર સીટ ખાલી પડી ત્યારે તેમણે કોંગ્રેસમાંથી કનુભાઈ બારોટને વિજયી બનાવ્યા હતા. જેથી હવે તેઓ સતલાસણા તાલુકા પંચાયત પ્રમુખની ચુંટણીમા ભાજપ સાથે આવવાથી ભાજપનુ સંખ્યાબળ ૯ સભ્યોનુ થયુ છે. જીતેન્દ્રસિંહ પરમાર ભાજપમા જોડાવવાના છે ત્યારે સતલાસણા તાલુકામાં ભાજપને મોટો ફાયદો થવાનો છે. ર૦ર૪ ની લોકસભાની ચુંટણીમા ભાજપ સતલાસણા તાલુકામા વિધાનસભા કરતા પણ મોટી લીડ મેળવશે તેનુ મુખ્ય કારણ છેલ્લા પ૦ વર્ષમાં સ્વ. જોરાવરસિંહ પરમારે સતલાસણા તાલુકાના ગામેગામ લોકચાહના મેળવી છે. તેનો સિધ્ધો ફાયદો ભાજપને થશે. સતલાસણા તાલુકાના ગામેગામ જીતેન્દ્રસિંહ પરમારના સમર્થકો છે. તેમણે કોંગ્રેસમાંથી વિધાનસભાની ટીકીટ માંગી હતી. કોંગ્રેસે વિધાનસભાની ટીકીટ તો ન આપી પરંતુ ગુજરાત પ્રદેશ કે જિલ્લામાં કયાંય યોગ્ય સ્થાન પણ જીતેન્દ્રસિંહ પરમારને કયારેય અપાયુ નથી. કોંગ્રેસ પક્ષ ચુંટણી આવે એટલે જીતેન્દ્રસિંહ પરમારનો ભરપૂર ઉપયોગ કરી તેમને ઘરે બેસાડી દેવામા આવતા હતા. ત્યારે તેમના ટેકેદારો જીતેન્દ્રસિંહને કોંગ્રેસ છોડવા વારંવાર જાહેરમાં કહેતા હતા. આ બાબતે પ્રચાર સાપ્તાહિકે અગાઉ આગાહી કરી હતી કે હવે જીતેન્દ્રસિંહ પરમાર ભાજપમા જોડાય તેવુ લાગે છે. અને તે અત્યારે સત્ય સાબિત થયુ છે. ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીને કોઈપણ ભાગે સતલાસણા તાલુકા પંચાયત કબ્જે કરવી હતી. જેથી વિરેન્દ્રસિંહ કે. ઠાકોરના સમર્થનથી ખેરાલુના નરેશભાઈ બારોટના સાથે સંકલન કરી જીતેન્દ્રસિંહ પરમારને મનાવી લેતા રાણપુર સીટના સભ્ય કનુભાઈ બારોટ ભાજપના સમર્થનમાં આવ્યા છે.
પ્રમુખપદ ક્ષત્રિય સમાજને મળશે ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન પદ પટેલ અને ઠાકોર સમાજને મળશે જે માટે જિલ્લા ભાજપે સંમતિ આપી છે તેવુ ચર્ચાય છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts