Select Page

તંત્રી સ્થાનેથી…વિસનગર ભાજપના અગ્રણી કબરો ખોદે છે

તંત્રી સ્થાનેથી…વિસનગર ભાજપના અગ્રણી કબરો ખોદે છે

તંત્રી સ્થાનેથી…

વિસનગર ભાજપના અગ્રણી કબરો ખોદે છે

વિસનગર શહેરમાં કોરોના પ્રકોપ વચ્ચે લોકડાઉનથી છુટછાટ મળ્યા બાદ ભાજપના બે જુથ પૈકીના આગેવાનોએ કબરો ખોદવાનું ખંડનાત્મક કામ હાથ ધર્યુ છે. કબરો ખોદવી (ભુતકાળ વાગોળવાથી) દુર્ગંધ સિવાય કશુ મળે નહિ તેમ ભાજપના કાર્યકરો એકબીજાના ભુતકાળમાં કરેલા કાર્યોથી એક કાર્યકરના દ્વષ્ટિએ સાચુ બીજા કાર્યકરની દ્વષ્ટ્રિએ ખોટું એવું હાલની પેઢી સમક્ષ જાહેર કરી રહ્યા છે. જેમાં એ સારા લાગતા નથી. જેમા ભાજપ પક્ષની આબરૂના લીરેલીરા ઉડી રહ્યા છે. આ નિવેદનો અને પ્રતિ નિવેદનોથી લોકોને મઝા આવે છે. નિંદા રસ એવો રસ છે કે જે બધાને ગમે. આખી રાત જાગતા કાઢવાની હોય એમા ભજન ગાઓ, ગીતા ગાઓ તો ઉંઘ આવે અને રાત જાય નહિ. પણ કોઈની નિંદાનો વિષય લઈ બેસાય તો આખી રાત કયાં ગઈ તે ખબર પડે નહી. ભાજપમાં વિસનગરમાં બે જુથ છે. બે જુથ પૈકીના કાર્યકરો સીધા કે કોઈના દ્વારા એકબીજા આગેવાનોને સ્પર્શે તેવા આક્ષેપો કરાવી રહ્યા છે. આ બધા ભાજપના કાર્યકરો પ્રથમ હરોળમાં આવે છે. બી.એડ્‌. કોલેજ પરોક્ષ રીતે જોઈએ તો કોલેજ કદિ પોતાની માલિકીના મકાનમાં બેઠી જ નહતી. વચ્ચે બી.એડ્‌. કોલેજ થોડા વર્ષ પંચશીલ સંકુલમાં ગઈ તે સમયે ભાજપના બે જુથો એક હતા. બી.એડ.ના વિદ્યાર્થીઓને બે કિલોમીટર દુર જવું મુશ્કેલ હતુ છતા સહેજ પણ કોઈ કાર્યકરનો આક્રોશ જોવા મળ્યો ન હતો. ત્યારબાદ ચેરીટી કમિશ્નરમાં જૈન ટ્રસ્ટ દ્વારા જમીન વેચવાની જાહેરાત થઈ તે વખતે કોઈ આગેવાનો જાગ્યા નહિ. સાચા અર્થમાં એ વખતે આગેવાનો જાગ્યા હોત તો બી.એડ. કોલેજની જમીન વેચાઈ જ ન હોત. આગેવાનો બી.એડ.કોલેજને મુદ્દો બનાવી એકબીજાની લીટી ટૂંકી કરી રહ્યા છે. એક વાત ચોક્કસ છે કે સરકારી બી.એડ.કોલેેજ વિસનગરમાં જ રહેવાની છે. બીજો મુદ્દો છે મીલ અને મોડલેમ. મીલની સ્થાપના તાલુકાને રોજગારી આપવા માટે સ્વ.રમણીકલાલ મણીયાર અને સ્વ.સાંકળચંદકાકાના પ્રયત્નોથી સ્થપાઈ હતી. વિસનગર મીલ ફક્ત સ્પીનીંગ કામ કરતી હતી. મીલ થોડા વર્ષ ચાલ્યા બાદ ટેરી કોટન અને પોલીએસ્ટર આવવાની કોટન મીલ ઉદ્યોગમાં મંદી આવતા મીલ બંધ કરવી પડી હતી. રમણીકલાલ મણિયારનું કોઈ વારસ માટે ભેગુ કરવાનું ન હતુ તેમના પુરા પ્રયત્નો પછી પણ મીલ બંધ થઈ. મોડલેમમાં મોટા ગોટાળા થયા છે. રમણીકલાલ મણીઆર તેમા સીધા વહીવટ કરતા નહતા. મોડલેમનો વહીવટ અમદાવાદના એક વ્યક્તિના હાથમાં હતો. મોડલેમના કલાર્કથી માંડી બધા સાધન સંપન્ન બન્યા તે બતાવે છે કે મોડલેમમાં ચોક્કસ ગોટાળા થયા હોય. અહીંયા મોડલેમ બંધ થઈ અને અમદાવાદના શેઠની પોતાની લેમીનેશન ફેક્ટરી અમદાવાદમાં ચાલુ થઈ તે બતાવે છે કે મોડલેમને જાણી જોઈને બંધ કરાઈ તે વખતે રાજકીય આગેવાનો આગળ આવ્યા હોત તો મોડલેમ નફો કરતું યુનીટ હતુ તે કદી બંધ થવાનું ન હતુ. ગમે તે પ્રસંગ આવે ત્યારે આગેવાનો સીધા કે પડદા પાછળ આક્ષેપો કરવાનું ચુકતા નથી. રથયાત્રા કાઢવી તેનો પણ વિવાદ થયો સમગ્ર ભારતમાં કોર્ટના આદેશથી રથયાત્રાઓ બંધ રહી. ફક્ત પુરીની રથયાત્રા નીકળી તે પણ કરફ્યુ વચ્ચે નીકળી. તેમા પણ ભાજપના અગ્રણીઓના વાયા નિવેદનો આવ્યા. રથયાત્રાના મુદ્દામાં આવી નાગરીક બેન્ક કોઈપણ વિવાદ થાય ત્યારે વિસનગરનો ભુતકાળ ખોલવામા આવે છે. કોઈપણ રચનાત્મક કાર્યો કરવા માટે કાર્યકરો કંઈ કરતા નથી. એક બીજાના ટાંટીયા ખેંચવામા મશગુલ રહે છે. ભાજપના બે જુથો મજબુત છે તેના પાછળ ભાજપના એક જુથને મોટા ગોડ ફાધરની અમી દ્વષ્ટિ છે. આગેવાનોની લડાઈમાં વિસનગર શહેર ભાંગી રહ્યુ છે. વિસનગર શહેરમાં કરોડ ઉપરની કિંમતના બંગલા વેચાતા નથી તે બતાવે છે કે વિસનગરની આર્થિક પરિસ્થિતિ કેવી છે. હીરા ઉદ્યોગ મૃતપ્રાય છે જી.આઈ.ડી.સી.માં ઈન્ડસ્ટ્રીઝો નથી ત્યાં પથ્થર બજાર બની ગયુ છે. જે ટ્રેડીંગ છે જેથી નવીન રોજગારની તકો બહુ ઓછી મળે છે. શહેરના ભાજપના આગેવાનો લડવાનું બંધ કરી વિસનગરનો વિકાસ થાય તે વાતે વિચારે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us