ડાવોલ તળાવની પાઈપ લાઈનનું ખાતમુર્હુત કરાયુ
ખેરાલુ તાલુકાના ડાવોલ, ડાલીસણા, વરેઠા, નિઝામપુર અને જસપુર ગામોએ પાણીથી પરેશાન ખેડુતો અને પશુપાલકો માટે પાણી નહિ તો મત નહી ના મંત્ર સાથે સત્યાગ્રહ ત્રણ વર્ષ પુર્વે શરૂ કર્યો હતો. ત્યારબાદ પાંચે ગામના ગ્રામજનોએ મક્કમતાથી લડત આપી. ગ્રામ પંચાયત, તાલુકા/ જિલ્લા પંચાયત અને વિધાનસભાની ચુંટણીમા મતદાનથી અળગા રહીને સત્યાગ્રહ ચાલુ રાખ્યો હતો. આ દરમ્યાન કિસાન સંઘના પ્રમુખ કિર્તિભાઈ ચૌધરી (ડાવોલ) દ્વારા જયાં સુધી તળાવમાં પાણી નહી આવે ત્યાં સુધી ચપ્પલ ન પહેરાવાની બાધા રાખી હતી. ત્યારાબાદ રાજકીય કિન્નાખોરી કરીને સત્યાગ્રહને તોડી પાડવા રાજકીય આગેવાનો દ્વારા વરેઠા તળાવની પાઈપ લાઈન નાંખી છતા પણ વરેઠા ગામે પણ પોતાના વચનને સિધ્ધ કરવા મતદાનથી અળગા રહ્યા હતા. ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ચુંટાયા પછી ટુંક સમયમાં આ પ્રશ્ન હલ કરી ટેન્ડરીંગ કરી ડાવોલ તળાવમાં પાઈપ લાઈન નાંખવાનું ખાત મુર્હુત કરતા પાંચે ગામના ખેડુતો અને પશુપાલકોમાં આનંદ છવાયો હતો. ખાત મુર્હુત પ્રસંગે ડાવોલ પાઈપ લાઈન નાંખવા માટે સરકારમાં વારંવાર રજુઆત કરનાર સાંસદ ભરતસિંહ ડાભી પુર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર, દુધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, ઉદ્યોગપતિ લાલજીભાઈ ચૌધરી, પાણી પુરવઠાના નિવૃત ઈજનેર વિષ્ણુપ્રસાદ મેવાડા, ખેરાલુ વેપારી મહામંડળના પ્રમુખ મુકેશભાઈ દેસાઈ, મોંઘીબેન ચૌધરી (ઉમરેચા), એ.પી.એમ.સી.ચેરમેન ભીખાલાલ ચાચરીયા, રામસિંહ ડાભી, તાલુકા ભાજપ પ્રમુખ પરથીભાઈ ચૌધરી, મહામંત્રી ભરતજી ઠાકોર અને દશરથભાઈ પ્રજાપતિ, પાણી સમિતિના આગેવાનોમાં પ્રહેલાદભાઈ ચૌધરી, ગિતેશભાઈ જોષી, હરિજી ઠાકોર (સરપંચ), પ્રતાપસિંહ પરમાર (ડાલીસણા), ગણેશભાઈ ચૌધરી(ડાલીસણા),લક્ષ્મણજી ઠાકોર (ડાલીસણા) આ કાર્યક્રમનું આયોજન ખેડુત હિતરક્ષક સમિતિ ડાવોલ, ડાલીસણા અને વરેઠાના આગેવાનોના સહયોગથી ખાતે મુર્હુત કાર્યક્રમ યોજાયો હતો.
પાણી નહી તો મત નહી ના મંત્ર સાથે પાંચ ગામોના સત્યાગ્રહનો ત્રણ વર્ષે અંત
ખાતમુર્હુત કાર્યક્રમમાં દુધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે બિહારમા એક ખેડુતે ડુંગર ખોદીને જાતે રસ્તો બનાવવાનું શરૂ કર્યુ હતુ પછી લોકો જોડાતા ગયા તેજ રીતે એકલવીર કિર્તિભાઈ ચૌધરીએ પાણીના મુદ્દે આંદોલનો કરી પાણી નહી તો મત નહિનો સત્યાગ્રહ શરૂ કર્યો હતો. ગામેગામના લોકો જોડાયા અંતે સફળતા મળી છે. આવનાર સમયમાં દૂધ સાગર ડેરી વધુ ભાવ વધારો આપશે. સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યુકે શિક્ષણ ક્ષેત્રે માંગણીઓ છે માંગ્યા વગર મા એ આપતી નથી માંગણી કરો તો મળશે. ખેરાલુ વેપારી મહામંડળના પ્રમુખ મુકેશભાઈ દેસાઈએ જણાવ્યુ હતુકે વર્ષો પુર્વે આ વિસ્તારમાં શેરડી ઉગતી હતી. ગોળના પિઠા હતા પરંતુ કાળ ક્રમે પાણી માટે વળખા મારવા પડે છે. અમે ચુંટણી ભલે સામ સામે લડયા પરંતુ વિસ્તારની ચિંતા કરી સાથે રહીને કામ કરીશું. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે હું સરકારમાં છુ અને ડેરીમાં ડિરેક્ટર પણ છુ ખેડુતો પશુપાલકો તેમજ આ વિસ્તારની જનતા માટે બનતા પ્રયત્નો કરીશુ. સરકારે જે રૂા. ૩૧૭/- કરોડની યોજના મંજુર કરી છે તેનુ કામ ઝડપથી પુર્ણ કરાવીશું. મોટી સંખ્યામા આગેવાનો હાજર રહી કાર્યક્રમની સફળ બનાવ્યો હતો.