Select Page

ખેરાલુમાં ફાયર સ્ટેશન બનાવવામાં ભાજપ-કોંગ્રેસ નિરસ

ખેરાલુમાં ફાયર સ્ટેશન બનાવવામાં ભાજપ-કોંગ્રેસ નિરસ

ખેરાલુ શહેર અને તાલુકામા વારંવાર આગ લાગવાના બનાવો બને છે. પરંતુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી કે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને ખેરાલુ વહેપારી મહામંડળના પ્રમુખ મુકેશભાઈ દેસાઈને ખેરાલુમા ફાયર સ્ટેશન બનાવવામા રસ હોય તેવુ લાગતુ નથી.
ખેરાલુ પાલિકા પાસે માલીકીની હાઈવે ટચ પડતર જમીનો પડી રહી છે. ખેરાલુ પાલિકામાં છેલ્લા ર૦ વર્ષથી ભાજપનુ શાસન છે. છતા કોઈપણ ભાાજપ પ્રમુખે શહેરમા ફાયર સ્ટેશન બનાવવા માટે પ્રયત્ન કર્યા હોય તેવો એક પણ દાખલો નથી. ભાજપના સભ્યોને માત્ર ગમે ત્યાં રોડ બનાવો અને કમિશન મેળવો તે સિવાય કશામા રસ નથી. જેના કારણે ખેરાલુ શહેરમા કરોડો રૂપિયા વપરાયા છતા ખાડા નગર તરીકે પ્રસિધ્ધ બન્યુ છે. સરકારી ગ્રાન્ટો શહેરની સીમ વિસ્તારના નેળીયામા સીસીરોડ બનાવવામા વપરાય છે. પરંતુ ખેરાલુ શહેરમા નવા રોડ બનતા નથી. ખેરાલુ શહેર તથા તાલુકામા વારંવાર આગ લાગવાના બનાવો બને છે. પરંતુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ખેરાલુમા ફાયર સ્ટેશન બનાવવા માટે વિચારતા નથી.
ખેરાલુ પાલિકામા ભાજપનુ શાસન છેલ્લા વીસ વર્ષથી છે. પરંતુ કોંગ્રેસ દ્વારા પણ લોકહીતના પ્રશ્ન સમાન ફાયર સ્ટેશન બનાવવા માટે કયારેય માંગણી કરાઈ નથી. હમણા જ દિવાળી પહેલા ખેરાલુ બસ સ્ટેશન વિસ્તારની એક દુકાનમા આગ લાગતા લાખોનો સામાન બળીને ખાક થયો હતો. ખેરાલુ જી.આઈ.ડી.સી.મા પણ વર્ષમા એક-બે વખત આગના નાના મોટા બનાવો બને છે. તાજેતરમાં સતલાસણા તાલુકાના ભેમાળ ગામના અસ્લમભાઈ મેમણનુ ડમ્પર સતલાસણાથી કપચી ભરી જતુ હતુ. ત્યારે ખેરાલુ -અંબાજી હાઈવે ઉપર અચાનક આગ લાગતા ૧૬ ટાયરના ડમ્પરના તમામ ટાયર બળી ગયા હતા. આવા પ્રસંગે ખેરાલુમા ફાયર સ્ટેશન હોય તો યુધ્ધના ધોરણે આગ ઉપર કાબુ લાવી શકાય છે. મોટી હોનારતમા વડનગર-વિસનગરથી ફાયર ફાઈટર બોલાવી આગ કાબુમા લેવી પડે છે. ફાયર ફાઈટર સમયસર ન પહોચતા મોટુ નુકશાન થાય છે. ભાજપ- કોંગ્રેસ ગાંધી -વૈદ્યના સહયારાની જેમ ભાગ બટાઈમા લોકહિત ભુલાઈ ગયુ છે. ખેરાલુ પાલિકામા વહીવટાદાર સાશન છે. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ધારે તે રીતે શહેરના પ્રશ્નો હલ કરી શકે તેમ છે. ખેરાલુમા ફાયર સ્ટેશન કયારે બનશે તેનો ખુલાસો સરદારભાઈ ચૌધરી કરશે ખરા ?

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us