વ્હીલચેરમાં આવેલા મહિલા દર્દીને નહી ગણકારતા ખાનગી ક્લીનીકમાં સારવાર લીધીવિસનગર સિવિલ હોસ્પિટલના તબીબની ગંભીર બેદરકારી
વિસનગર સિવિલ હોસ્પિટલના એક સ્મ્મ્જી ડાક્ટર દર્દીઓની સારવારમાં ગંભીરતા નહી લેતા ન છુટકે દર્દીઓ રૂપિયા ખર્ચીને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબુર થાય છે. જેમાં સિવિલના આ તબીબે ગુરૂવારના રોજ સાંજે કાંસા એન.એ.વિસ્તારમાં રહેતા ૬૨ વર્ષિય મહિલા દર્દીની સારવારમાં ગંભીરતા નહી લેતા બે કલાક બાદ મહિલાની તબીયત વધુ લથડી હતી. જોકે આ મહિલાને રાત્રે નજીકના ખાનગી દવાખાને તાત્કાલિક સારી સારવાર મળતા તેમની તબીયતમાં સુધારો આવ્યો હતો. ત્યારે આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલ પોતાના મત વિસ્તારના દર્દીઓને સારી સારવાર મળે તે માટે સિવિલ હોસ્પિટલમાં એક અનુભવી સ્મ્મ્જી ડાક્ટરની નિમણુક કરે તેવી લોકમાગણી છે.
સિવિલ હોસ્પિટલના તબીબે દવાની કોઈ બોટલ ચડાવવાની જરૂર નથી તેવુ કહી ચાલી ન શક્તા દર્દીને ઘરે મોકલી દીધા હતા
પહેલા સિવિલ હોસ્પિટલનું નામ સાંભળતા જ દર્દીને યમદુત દેખાતા હતા. પરંતુ અત્યારે વિસનગર ધારાસભ્ય ઋષિભાઈ પટેલ સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનામાં સારી સારવાર મળે તેવા સતત પ્રયત્નો કરી રહ્યા છે. જેમાં તેઓ પોતાના મત વિસ્તારના લોકોને આધુનિક સુવિધા સાથે સરકારની આરોગ્યલક્ષી યોેજનામાં વિનામુલ્યે સારી સારવાર મળે તે માટે શહેરની સિવિલ હોસ્પિટલનો કરોડોના ખર્ચે અભુતપુર્વ વિકાસ કરી રહ્યા છે. ત્યારે શહેર અને ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં વિનામુલ્યે સારી સારવાર મળશે તેવી આશાએ સિવિલમાં સારવાર માટે જાય છે. હોસ્પિટલના સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડા.પારૂલબેન પટેલ અને આર.એમ.ઓ. ડા.કોરીયા હોસ્પિટલમાં આવતા દર્દીઓને સારી સારવાર આપવાના પ્રયત્નો કરે છે. પરંતુ સિવિલ હોસ્પટિલના સ્મ્મ્જી ડા.જૈમિન આગજા ગમે તે કારણે દર્દીઓની સારવારમાં ગંભીરતા લેતા નહી હોવાની લોકોમાં બુમરાડ મચી છે. વિસનગરના એન.એ.વિસ્તારમાં આવેલ શિવનગર સોસાયટીમાં રહેતા રાવલ જ્યોત્સનાબેન અજીતભાઈ (ઉ.વ.૬૨)ને ગુરૂવારના રોજ સતત ડાયેરીયા તથા વોમેટીંગ થતા તેમના દિકરા મિન્કેશકુમાર તેમને સારવાર માટે સાંજે આશરે ૫-૩૦ વાગે શહેરની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના સ્મ્મ્જી ડા.જૈમિન આગજાએ પહેલા આ મહિલા દર્દીને બ્લડ રિપોર્ટ કરાવ્યો હતો. બ્લડ રિપોર્ટ કરાવી આ તબીબે તેમને દવા લખી આપી હતી. જ્યોત્સનાબેનને સતત ડાયેરીયા તથા વોમેટીંગ થતા તેમના શરીરમાં અશક્તિ આવી હોવાથી તેઓ ચાલી પણ શક્તા ન હતા. જેથી દર્દીના દિકરાએ તેમને શરીરમાં શક્તિ આવે તેવી બોટલ ચડાવવા કહ્યુ હતુ. આ સાથે હોસ્પિટલના એક અનુભવી કર્મચારીએ પણ બોટલ ચડાવવાનું કહ્યુ હતુ. પરંતુ આ તબીબે બોટલ ચડાવવાની જરૂર નથી. તેવુ કહી દર્દીને હોસ્પિટલમાંથી તરત ઘરે મોકલી દીધા હતા. આ મહિલા દર્દીને ઘરે લઈ ગયા બાદ બે કલાક પછી તેમની તબીયત વધુ લથડતા તેમને નજીકમાં આવેલ ખાનગી દવાખાને તાત્કાલિક સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં તબીબે શક્તિની કોઈ બોટલ ચડાવી સારવાર આપતા મહિલાની તબીયતમાં સુધારો આવ્યો હતો. આમ સિવિલ હોસ્પિટલના ડા. જૈમિન આગજાએ ગમે તે કારણે મહિલાની સારવારમાં ગંભીરતા નહી લેતા તેમનો જીવ જોખમમાં મુકાયો હતો. જોકે અત્યારે સિવિલ હોસ્પિટલમાં ઓ.પી.ડી.ના મોટા આંકડા દર મહિને કાગળ ઉપર દેખાય છે. પરંતુ કેટલા દર્દીઓને સારી સંતોષકારક સારવાર આપવામાં આવી તે મહત્વનુ છે. ત્યારે આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલ પોતાના મત વિસ્તારના દર્દીઓને સારી સારવાર મળે તે માટે સિવિલ હોસ્પિટલમાં અનુભવી સ્મ્મ્જી ડાક્ટરની નિમણુક કરે તેવી લોકમાંગણી છે. જો સિવિલ હોસ્પિટલમાં કોઈ અનુભવી ડાક્ટર નહી હોય તો આગામી સમયમાં દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે જતા પહેલા સો વાર વિચાર કરશે.