Select Page

પ્રાદેશિક કમિશ્નર કચેરીના અધિકારીએ ગ્રાન્ટમાંથી બીલની રકમ કાપી હતી રૂા.૬૦ લાખના ચારOWC મશીન ભંગાર હાલતમાં

માટી, પથ્થર, કાચ અને પ્લાસ્ટીક વગરના સુકા અને ભીના કચરાને જે મશીનમાં ખાતર બનાવવાનો દાવો કરવામા આવતો હતો તે રૂા.૬૦ લાખના ઓર્ગેનિક વેસ્ટ કંન્ટ્રોલ (OWC) મશીન અત્યારે પાલિકાના સર્વે નં ૩૦પમા ભંગાર હાલતમા પડયા છે. પ્રાદેશિક કમિશ્નર કચેરીના અધિકારીએ વિસનગર પાલિકાની ગ્રાન્ટમાંથી ચાર મશીનના બીલની રકમ કાપી કોન્ટ્રાક્ટરનુ ચુકવણુ કર્યુ હતુ. ત્યારે પાલિકાના ગ્રાન્ટનો બારોબાર વહીવટ કરનાર અધિકારી વિરૂધ્ધમાં મુખ્યમંત્રી સમક્ષ ઉચ્ચ કક્ષાએ રજૂઆત નહી કરી ભાજપનુ બોર્ડ ગાંધીજીના ત્રણ વાંદરાની જેમ બેસી રહ્યુ છે.
ભીના અને સુકા ઓર્ગેનિક કચરાને ખાતર બનાવવાનુ ઓ.ડબલ્યુ સી મશીનની કંપની દ્વારા ડીલીવરી થઈ ત્યારથી જ આ ચાર મશીનોનો વિવાદ થયો હતો. તત્કાલીન ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, સ્વચ્છતા ચેરમેન રંજનબેન પરમાર, ઉત્તમભાઈ પટેલ વિગેરની ઉપસ્થિતિમા કંપનીના ટેકનિશિયને મશીન ચાલુ કરીને ડેમોસ્ટ્રેશન કર્યુ તે સમયે જ ખાતર નિકળ્યુ નહોતુ. એક વખત નહી પરંતુ ત્રણ થી ચાર વખત ડેમોસ્ટ્રેશન આપવા છતા ખાતર નિકળ્યુ નહોતુ. મશીનનો ટેસ્ટ લેનાર સભ્યોએ જે તે વખતે રૂા.૧પ લાખ એક મશીનનો કિંમત પ્રમાણે અંદર કંઈ જ નથી અને મશીન ભંગારમાં મુકવા લાયક છે તેમ જણાવી બીલ ચુકવણીનો વિરોધ કર્યો હતો તેમ છતા તત્કાલીન પ્રમુખ વર્ષાબેન પટેલે ગમે તે મજબુરીમા બોર્ડને વિશ્વાસમાં લીધા વગર મશીનનુ બીલ ચુકવવા મંજૂરી આપી હતી. જેનો વર્ષાબેન પટેલના પ્રમુખ પદની છેલ્લી જનરલમાં ભારે હોબાળો થયો હતો. પાલિકા દ્વારા બીલ ચુકવવાની મંજૂરી મળતા જ પ્રાદેશિક કમિશ્નર કચેરીના અધિકારીએ પાલિકાની ગ્રાન્ટમાંથી સીધુ જ રૂા. ૬૦ લાખની માતબર રકમનુ બીલ ચુકવી દીધુ હતુ. બીલ ચુકવાયા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને વોટ્‌સએપ ઉપર ફરીયાદ કરવામા આવી હતી કે રૂા.૬૦ લાખના ચાર મશીનનુ પેમેન્ટ કરનાર પ્રાદેશિક કમિશ્નર કચેરીનો વડો વિસનગર આવી મશીનનુ ટેસ્ટીંગ કરી બતાવે પરંતુ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી કોઈ જવાબ મળ્યો નહોતો. ભાજપ સરકારમા કદાચ કરોડોના કૌભાંડમા મશીનોના બીલની મંજૂરીમા રૂા. ૮ થી ૧૦ લાખની થયેલી કટકીની કોઈ ગણના જ થઈ નહી હોય.
મશીનના ટેસ્ટીંગ સમયે જ દોઢ વર્ષ પહેલા ઉત્તમભાઈ પટેલે કંપનીના ટેકનિશીયનનો ઉધડો લીધો હતો
વિસનગર પાલિકાનુ ભાજપનુ બોર્ડ અધિકારીઓના હાથે લુંટાતુ જોઈ રહ્યુ છે. કોંગ્રેસ અને વિકાસમંચના ગઠબંધનના શાસનમા આવી જ રીતે એલ.ઈ.ડી.લાઈટના કોન્ટ્રાક્ટરને ગ્રાન્ટમાંથી બારોબાર રૂા. ૭૦ લાખના બીલનુ ચુકવણુ થયુ હતુ. પરંતુ તે વખતે પાલિકામા ગઠબંધનનુ શાસન હતુ અને રાજ્યમાં ભાજપનુ શાસન હતુ જેથી સરકારમા ગઠબંધનના શાસનનુ ન સંભળાય તે બનવા જોગ છે. પરંતુ વિસનગર પાલિકામા ભાજપનુ શાસન છે. છતા સભ્યો રૂા. ૬૦ લાખની માતબર રકમનુ બીલ ગ્રાન્ટમાંથી બારોબાર ચુકવનાર અધિકારી વિરૂધ્ધ કોઈ રજૂઆત નહી કરી ચુપ બેસી રહ્યા છે. અત્યારે ઓ ડબ્લ્યુ સી મશીન પટણી દરવાજા ૩૦૫ વોટર વર્કસમાં ભંગાર હાલતમા પડી રહ્યા છે. જેના માટે જવાબદાર કોણ તેવી ચર્ચાઓ થઈ રહી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts