Select Page

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વતનના રોડની બિસ્માર હાલત

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વતનના રોડની બિસ્માર હાલત

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના માદરે વતન વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં રહેતા ૮ થી ૧૦ હજાર લોકો ગામના ૧૦ કિલો મીટરના ભંગાર ખાડા ખૈયા વાળા રોડથી ત્રાસી ગયા છે. ખરોડથી પામોલ અને ખરોડથી મંડાલી બંને રોડ માથાના દુઃખાવા સમાન બની ગયા છે. ખરોડથી પામોલ વિજાપુર વિસનગર હાઈવેને જોડતો ૮ કિ.મી રસ્તો ખખડી જતાં વાહન ચલાકો ખાડામાં પટકાય છે. વાહન ચાલકોના કરોડરજજુના મણકા ખસી જાય તેવી ખરાબ હાલત હોવાથી રોડની સત્વરે મરામત કરાવવા ગ્રામજનોમા માગ ઉઠી છે. મસમોટા ખાડાના કારણે કઈ જગ્યાએથી વાહન લઈ નીકાળવું તેની વાહનચાલકો મુંજવણ અનુભવી રહ્યા છે. જેથી ઘણી વખત અકસ્માત થતા થતા પણ રહી જાય છે. આ ઉપરાંત ગેરીતા, કોલવડા, ચડાસણ અને વ્યાસ પાલડી કુકરવાડા વિહાર જવા માટે ખરોડથી પામોલ જવા માટે જે ૧૦ મિનિટનો ટાઈમ થાય છે તેની જગ્યાએ બીસ્માર રોડના કારણે એક કલાક નીકળી જાય છે. જેનાથી લોકોનો સમય પણ સાચવતો નથી. નજીકમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પામોલ હોવાથી દર્દીઓ લાવવા લઈ જવામાં તકલીફ ઊભી થાય છે. સરકાર આ રોડ ઉપર આવેલા ખાડા ટેકરા સત્વરે નિકાલ કરે તેવી ગ્રામજનોની માગ ઉઠી છે. મહત્વની બાબત છેકે એક બાજુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વતન વડનગરના વિકાસ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના માદરે વતનનો રોડ બનાવવા સરકાર નાણાં ફાળવતી નથી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us