Select Page

ખેરાલુમા રૂપેણ નદી પુરાઈ જવાના કારણે ચોમાસામાં હોનારત થવાની શક્યતા

ખેરાલુમા રૂપેણ નદી પુરાઈ જવાના કારણે ચોમાસામાં હોનારત થવાની શક્યતા

ખેરાલુ શહેરમા રૂપેણ પુલ થી નદીનો પટ દસ ફુટ કરતા નીચો હતો. હાલમા રૂપેણ નદીનો પટ અને શહેરનો બસ સ્ટેશન જતા રસ્તાનો પુલ વચ્ચે માત્ર એક-બે ફુટનુ અંતર બચ્યુ છે. વેસ્ટર્ન ડીસ્ટબન્સ, કલાઈમેટ ચેન્જના કારણે નિયમિત વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે. જેના કારણે નિયમિત પડતો વરસાદના બદલામા અલનીનોના કારણે વાવાઝોડા સાથે વરસાદ પડે છે. ક્યાં કેટલો વરસાદ પડશે તે કહેવુ અશકય છે ત્યારે કુદરતી આપત્તિઓમા ખેરાલુ શહેરને બચાવવા માટે કોઈ પ્રિ-પ્લાનિંગ કરવામા આવતુ નથી. પોતાના અંગત સ્વાર્થ અને વોટબેંકની રાજનીતિને કારણે લોકો બેફામ બન્યા છે. તંત્ર તમાશો જોઈ રહ્યુ છે ત્યારે વર્તમાન ર૦રપના વર્ષમા વરસાદ પડવાની ઘડીઓ ગણાઈ રહી છે. છતા તંત્ર સબ સલામતની જેમ તમાશો જોઈ રહ્યુ છે. ખેરાલુ શહેર આસપાસ એક-બે જદિવસમાં પાંચ ઈંચ કરતા વધુ વરસાદ પડશે તો ખેરાલુ શહેરના નિચાણવાળા ભાગોમા રહેતા લોકોને હિજરત કરવા વારો આવશે.
પાલિકા તંત્રની નિષ્ક્રીયતાને કારણે રૂપેણ નદીના પટનુ સ્તરરોડ લેવલે થઈ ગયુ
ખેરાલુ શહેરમા છેલ્લા પાંચ-સાત વર્ષથી પ્રધાનમંત્રી આવાસ યોજનામા દરેક લાભાર્થીને સરકાર દ્વારા રૂા.૩,પ૦,૦૦૦/- ની સહાય આપવામા આવે છે. જેના કારણે ખેરાલુ શહેરમા ૮૦૦ ઉપરાંત જુના જર્જરીત મકાનો નવા બન્યા છે. જુના મકાનો ઉતારી તેનો કાટામાળ રૂપેણ નદીના પટમા પધરાવવામા આવે છે. રૂપેણ નદીનો પટ આજથી ૧પ વર્ષ પૂર્વે ૧૦ફુટ ઉંડો હતો લોકોએ મકાનનો કાટમાળ બસ સ્ટેશન જતા રૂપેણ નદીના પુલથી મુક્તિધામ સુધી નદીના પટમા પધરાવ્યો છે. નદીના પટ પશ્વિમ તરફ ઉંચો થતા રૂપેણ નદીના પુલથી પૂર્વે અને ઉત્તર તરફ નદીમા કોપ થડાઈ ગયો છે. ખેરાલુ કોર્ટ અને ફોરેસ્ટ ઓફિસ પાછળથી પસાર થતી રૂપેણ નદીમા પણ ઠેરઠેર મકાનોનો કાટમાળ ખડકાયો છે તેમજ પાલિકા દ્વારા કચરો ઠલાવતા રૂપેણ નદી લગભગ પુરાઈ ગઈ છે. હાઈવે ઉપરના રૂપેણ નદીના પુલથી ખેરાલુ શહેરના રૂપેણ નદીના પુલના પટમા વ્યાપક પ્રમાણમા ઝાડી વર્ષોથી સાફ કરાઈ નથી. જેના કારણે પણ રૂપેણ નદીના પટમાં કાંપ ભરાઈ જવાના કારણે નદી થડાઈ ગઈ છે. ખેરાલુ શહેરમા પશ્વિમથી પૂર્વ અને ઉત્તર દિશામા નિચાણ વાળા વિસ્તારોમા રહેતા લોકોને ભારે વરસાદમા મોટી હોનારતનો સામનો કરવો પડશે. ખેરાલુ શહેરમા ભાજપનુ શાસન આવતા રૂપેણ નદી આસપાસની સોસાયટીઓમા રહેતા લોકોની રજુઆતથી પાલિકા દ્વારા નદીનુ પાણી પસાર કરવા માટે જેસીબીથી ૧૦ ફુટ પહોળી (કેનાલ) ટ્રેન્ચ બનાવી છે. જેમા રૂા.૪૦,૦૦૦/- નો સ્વ ભંડોળમા ખર્ચ થતા કામગીરી સ્થગીત કરવામા આવી છે. સરકાર દ્વારા રૂપેણનદીની સફાઈ કરવા માટે સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવે તો જ પાલિકાના વખતો વખતના સભ્યોનુ પાપ ઢંકાય અને લોકોને રૂપેણ નદીના પાણીથી સુરક્ષા મળે તેમ છે. નિષ્ણાંત વ્યકિતઓના કહેવા પ્રમાણે રૂપેણ નદીને પહેલાની સ્થિતિમા લાવવા માટે હિટાચી મશીન અને આઈવાથી નદીમા ફેલાયેલો કાટમાળ દુર કરી શકાય તેમ છે. ગુજરાત સરકારમા રજૂઆત કરવાની જવાબદારી ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની છેે. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને પાટણ સાંસદ ભરતસિંહ ડાભી સંયુક્ત રીતે ગુજરાત સરકારમાં રજૂઆત કરે તો જ ભારે વરસાદમા રૂપેણ નદીના પુર દ્વારા થનાર હોનારતથી બચી શકાય તેમ છે. હવે સરકારી તંત્ર અને પદાધિકારીઓ દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી કરવી જોઈએ હવે શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને બચાવવા તંત્ર કેવા પગલા ભરે છે.