Select Page

સિવિલ હોસ્પિટલના વહિવટી તંત્ર ઉપર જેમની દેખરેખ રહે છે તેમની કોઈ કદર નહીહોસ્પિટલના બિલ્ડીંગના લોકાર્પણમા RKS સભ્યોની આમંત્રણમા બાદબાકી

સિવિલ હોસ્પિટલના વહિવટી તંત્ર ઉપર જેમની દેખરેખ રહે છે તેમની કોઈ કદર  નહીહોસ્પિટલના બિલ્ડીંગના લોકાર્પણમા RKS સભ્યોની આમંત્રણમા બાદબાકી

વિસનગર સિવિલ હોસ્પિટલમા રોગી કલ્યાણ સમિતિના સભ્યો સ્વૈચ્છીક સેવા આપે છે. ત્યારે રૂા.૩૦ કરોડના ખર્ચે બનેલ હોસ્પિટલના તબીબી બિલ્ડીંગના લોકાર્પણમા આરકેએસ સભ્યોને આમંત્રણ પત્રીકા પણ આપવામાં આવી ન હોતી. મુખ્યમંત્રીની મુલાકાત સમયે હાજર રહેવાનો પાસ પણ કોઈ સભ્યને પહોચતો કરવામાં આવ્યો ન હતો. હોસ્પિટલ અધિક્ષક ડા.પારૂલબેન પટેલની નિષ્કાળજીથી આમંત્રણ પત્રિકા નહી મળતા આરકેએસ સભ્યોએ કાર્યક્રમનો બહિષ્કાર કરી હાજર રહેવાનુ ટાળ્યુ હતુ.
વિસનગર સિવિલ હોસ્પિટલમા દર્દીઓને સારી સારવાર મળે. જમવાનુ સારૂ મળે અધિક્ષક સહિતના સ્ટાફને કોઈ મુશ્કેલી પડે નહી તે માટે રોગી કલ્યાણ સમિતિના સભ્યો સતત ધ્યાન રાખીને સ્વૈચ્છીક સેવા આપે છે. જેમાં સભ્ય જે.કે.ચૌધરી સવારે બે ત્રણ કલાક અને સાંજે બે કલાક રોજીંદી હાજરી આપી આરોગ્યમંત્રીના શહેરની હોસ્પિટલમા ઉત્તમ સેવાઓ મળે તે માટે ધ્યાન રાખે છે. ઈશ્વરભાઈ નેતા આંતરે દિવસે હાજરી આપી હોસ્પિટલ તંત્ર ઉપર નિરિક્ષણ રાખે છે. નિગમભાઈ ચૌધરી હોસ્પિટલના પાયાના બાંધકામથી જ્યારે પણ જરૂર પડી ત્યારે સમયની વ્યસ્તતામાં પણ હાજરી આપી સલાહ સુચન આપે છે. ભરતભાઈ એકાઉન્ટન્ટ તેમના વ્યવસાય પ્રમાણે હોસ્પિટલના વહિવટી ખર્ચ ઉપર ધ્યાન રાખી સલાહ સુચન આપે છે. ડા.કેતનભાઈ જોષી પણ ધ્યાન રાખે છે. આમ આરકેએસના મોટા ભાગના સભ્યો હોસ્પિટલની વ્યવસ્થામા કાળજી રાખે છે. ત્યારે મુખ્યમંત્રીના હસ્તે હોસ્પિટલના નવીન બિલ્ડીંગનુ લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો તેમા આરકેએસના એક પણ સભ્યને આમંત્રણ આપવામાં આવ્યુ ન હોતુ.
એપીએમસી ગ્રાઉન્ડમા કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી હોસ્પિટલની મુલાકાત લેવાના હોવાથી તેમા હાજરી આપવા માટે પાસની વ્યવસ્થા કરવા સભ્યો પાસેથી આધાર કાર્ડ અને પાસપોર્ટ ફોટો મંગાવવામાં આવ્યા હતા જે પાસ પણ સભ્યોને આપવામાં આવ્યા ન હોતા. જોકે આ તમામ અવ્યવસ્થા માટે હોસ્પિટલના અધિક્ષક ડા.પારૂલબેન પટેલ જવાબદાર છે. રૂા.૩૦ કરોડના ખર્ચે હોસ્પિટલ પોતેજ ઉભી કરી અને તમામ વ્યવસ્થા તેમણેજ કરી તેવા હુ પણામા સભ્યોને આમંત્રણ પત્રીકા તેમજ પાસમાં ટાળવામાં આવ્યા હોવાનો ગણગણાટ છે. હોસ્પિટલમા જેમની પ્રયત્નોથી રૂા.૩ કરોડનુ સીટી સ્કેન અને ૧૦ થી ૧૨ કરોડની કિંમતનુ એમ.આર.આઈ. ફળવાયુ તેવા પટેલ પ્રકાશભાઈ સુંશીની પણ લોકાર્પણમા અવગણના કરવામાં આવી છે. આરોગ્યમંત્રીએ હોસ્પિટલમા કરેલી મિટીંગમાં કિંમતી મશીનોની ફાળવણી કરી આપવા બદલ પ્રકાશભાઈ સુંશીને અભિનંદન આપ્યા હતા. ત્યારે અધિક્ષક ડા.પારૂલબેન પટેલે આરોગ્યમંત્રીની લાગણી સામે પણ દુર્લક્ષ રાખ્યુ છે. કાર્યક્રમના દિવસે ૧૧-૦૦ કલાકે મુખ્યમંત્રી મુલાકાત લેવાના હોવાથી આરકેએસના સભ્યોને હાજર રહેવા સુચના આપવામાં આવી હતી પરંતુ હોસ્પિટલ અધિક્ષકની મનમાનીથી નારાજ થયેલા સભ્યો હાજર રહેવાનુ ટાળી કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો.