Select Page

અમદાવાદ પ્લેન દુર્ઘટનામા મૃતકના પરિવારજનોને મદદ કરવા વિસનગર સરકારી તંત્રની દુઃખમાં સહભાગી બનતી સેવા

અમદાવાદ પ્લેન દુર્ઘટનામા મૃતકના પરિવારજનોને મદદ કરવા વિસનગર સરકારી તંત્રની દુઃખમાં સહભાગી બનતી સેવા

અમદાવાદ પ્લેન દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતના લોકોને હચમચાવી દીધા હતા. આ બનાવમા વિસનગરે પાંચ સ્વજન ગુમાવતા તેમના પરિવારજનોને મદદ કરવા વિસનગરનુ સમગ્ર વહીવટી તંત્ર ખડેપગે રહ્યુ હતુ. ડીએનએ ટેસ્ટથી માડીને મૃતકોના નશ્વરદેશને વિસનગર સુધી લાવવામા વહીવટી તંત્ર સાથે પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ ખુશાલભાઈ પટેલ ખડેપગે રહ્યા હતા.
વહીવટી તંત્રની સાથે પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ ખુશાલભાઈ પટેલ ખડે પગે રહ્યા
અમદાવાદ પ્લેન દુર્ઘટના થતા ગણતરીના કલાકોમા સિવિલ હોસ્પિટલ પહોચી શરૂઆતમા લાવવામા આવેલ ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવારથી માંડી ઝડપી ડીએનએ ટેસ્ટ થાય અને મૃતદેહ તેમના પરિવાર સુધી પહોચે તે માટેની તમામ વ્યવસ્થા કરનાર આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના મત વિસ્તારના વહીવટી તંત્રએ પણ માનવતાસભર સેવા આપી હતી. વિસનગર શહેરે આ દુર્ઘટનામા પાંચ સ્વજન ગુમાવતા પ્રાંત ઓફીસર દેવાંગભાઈ રાઠોડના માર્ગદર્શનમા મામલતદાર એફ.ડી.ચૌધરી, ટી.ડી.ઓ, ભૌમિકભાઈ ચૌધરી અને ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રીવેદી સંકલનમા આવી ગયા હતા. જેમની સાથે પાલિકા પ્રમુખ ઉત્તમભાઈપટેલ અને શહેર ભાજપ પ્રમુખ ખુશાલભાઈ પટેલ પણ આ દુઃખદ ઘટનામા સેવા માટે સતર્ક બન્યા હતા. દુર્ઘટનાની જાણકારી મળતાની સાથે જવિસનગરના પાંચ પેસેન્જર હોવાનુ જાણી તમામ એર ટીકીટ અને ડોક્યુમેન્ટ ભેગા કરવાનુ કામ શરુ કર્યુ હતુ. ડીએનએ વગર મૃતદેહોની ઓળખ કરવી શકય નહી હોવાથી લોહીના સબંધ ધરાવતા પરિવારજનોની સેમ્પલ લેવા માટેની વ્યવસ્થા કરી હતી. પરંતુ મૃતકોના પરિવારજનો તેમની રીતે અમદાવાદ પહોચી બ્લડ સેમ્પલ આપ્યા હતા. ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ આવતા ૪૮થી ૭ર કલાકનો સમય થાય તેમ હતો તેમ છતા ગુરુવારે બપોરે બનાવ બન્યો સાંજે સેમ્પલ લેવાયા અને શનિવારના દિવસે પાંચ મૃતકોના નશ્વરદેહને વતન લાવવા માટે પાંચ એમ્બ્યુલન્સ સ્ટાફ સાથે અમદાવાદ પહોચતી કરવામા આવી હતી. આ દરમ્યાન વહીવટી તંત્રના ચારેય ચારેય અધિકારીઓ, પાલિકા પ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખ મૃતકોના નિવાસસ્થાને પહોચી તેમના પરિવારને સાંત્વના આપી હતી. શનિવારના દિવસે ડીએને ટેસ્ટ રીપોર્ટ નહી આવતા અમદાવાદ સિવિલમાં ચાર એમ્બ્યુલન્સ રાખીને એક એમ્બ્યુલન્સ તમામ ડ્રાઈવર તથા સ્ટાફ પરત ફર્યો હતો.
ડીએનએ ટેસ્ટમા સમય થતો હોવાથી દુર્ઘટનામા ભોગ બનનાર પેસેન્જરોના મૃતદેહ તાત્કાલીક મળે તેમ નહી હોવાથી પરિવારજનોમા ભારે રોકકળ થતી હતી. આ માટે વહીવટી તંત્ર દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલની પળેપળની માહિતી એકત્રિત કરવા એક વ્હોટસએપ ગ્રૃપ બનાવવામા આવ્યુ હતુ. આ ગ્રૃપ આધારે વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓ સતત સંકલનમા રહેતા હતા. ડીએનએ મેચ થાય એટલે તુર્તજ મૃતદેહોને તેમના પરિવાર સુધી પહોચાડવા અને પુરા માન સન્માન સાથેની અંતિમ ક્રીયા માટેની તૈયારી કરવામા આવી હતી.
આ દુઃખદ ઘટનામા વિસનગર સિવિલ હોસ્પિટલના આરએમઓ ડૉ.એસ.વી.કોરીયા પણ સ્ટાફ સાથે તૈનાત હતા. મૃતક દંપત્તીઓના પુત્રો લંડનથી તાત્કાલીક વિસનગર આવ્યા તે સમયે ભારે રોકકળ થતા પરિવારના કોઈ સભ્યની તબીયત કથળે તો તેમના તાત્કાલીક સ્થળ ઉપર સારવાર મળે તે માટે ડૉ.કોરીયા સિવિલની આઈસીયુ ઓન વ્હીલ સાથે હાજર રહ્યા હતા. આમ મૃતકોના પરિવારને તમામ પ્રકારની મદદ માટે વિસનગરનુ વહીવટી તંત્ર ખડે પગે રહ્યુ હતુ.