વતન પ્રેમ, સમાજ સેવા અને પારદર્શક વહીવટ થકી દાન પ્રવાહ બ્લડ બેન્કને યુએસએ NRI પ્રદીપ પટેલનું રૂા.૧૧ લાખનું દાન
(પ્ર.ન્યુ.સ.) વિસનગર
વિસનગર વોલેન્ટરી બ્લડ બેન્ક થકી પંથકના લોકોને ઉત્તમ સેવાઓ મળી રહે તે માટે રાજુભાઈ પટેલ આર.કે., પટેલ કિર્તીભાઈ કલાનિકેતન અને તેમની ટીમ અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. બ્લડ બેન્કના નવા ભવનના નિર્માણમા અને ત્યારબાદ બ્લડ બેન્ક ચલાવવામાં માતબર ફંડની જરૂરીયાત હોઈ આ સમાજસેવા કરતી ટીમ દાન માટે સતત પ્રયત્નશીલ રહે છે. જેમાં રાજુભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ શ્રીજી બુલીયન વિદેશ પ્રવાસે ગયા હોય ત્યારે પણ બ્લડ બેન્કને ક્યાથી દાન મળે તે માટે સતત પ્રયાસ કરતા હોય છે. આવા ઉમદા આશયની સેવા ભાવનાના પરિણામે બ્લડ બેન્કને વિસનગર ના અમેરિકન એન.આર.આઈ તરફથી રૂા.૧૧ લાખનુ માતબર દાન પ્રાપ્ત થયુ છે.
વિસનગર ની ધરા ઉપર નવું નજરાણુ ઊભા થવા જઈ રહ્યું છે. અને તે છે વિસનગર વોલેન્ટરી બ્લડ બેન્ક. આ બ્લડ ગુજરાતની ટોપ ૩ બ્લડબેન્કમાં સ્થાન પામે તે કક્ષાની બ્લડ બેન્ક બનવા જઈ રહી છે. વિસનગર વોલન્ટરી બ્લડ બેન્કના નવા ભવનનું કોપર સીટી ગ્રુપ અને સ્વસ્તિક મિત્ર મંડળ દ્વારા રાજુભાઈ કે પટેલ ઇદ્ભ ના નેતૃત્વ નીચે નિર્માણ થઈ રહ્યું છે. તાજેતરમાં બ્લડ બેન્કના ચેરમેન રાજુભાઈ પટેલ અને ડાયરેકટર ભાવેશભાઈ પટેલ શ્રીજી બુલીયન અમેરિકાના પ્રવાસે ગયા હતા. ત્યાં વિસનગરના મૂળ વતની એનઆરઆઈ મિત્રોની મુલાકાતો કરી હતી. જે પૈકી કડા નિવાસી હાલ યુએસએ એવા પટેલ પ્રદીપકુમાર મફતલાલ ની મુલાકાત થઈ હતી. જેમને બ્લડ બેન્કની સેવાઓથી માહિતગાર કર્યા હતા. સંજોગો વસાદ સામાજિક કારણસર પ્રદીપભાઈ પટેલને તાજેતર માં વિસનગર આવવાનું થયું. તેમને વિસનગરની આમ જનતા પાસેથી વિસનગર વોલન્ટરી બ્લડ બેન્ક ની સેવાઓ અંગેની માહિતી મળી હતી. એટલું જ નહીં પણ કોપર સીટી ગ્રુપ અને સ્વસ્તિક મિત્ર મંડળ દ્વારા વિસનગરમાં બીજી અન્ય વિવિધ સેવાઓ થઈ રહી છે. તેની પણ જાણકારી મળી હતી.. જેનાથી પ્રભાવિત થઈ આર.કે. જવેલર્સ માં આવી ને રાજુભાઈ પટેલ તથા તેમની ટીમ ની મુલાકાત લીધી હતી. પ્રદીપભાઈ હાલ અમેરિકામાં ન્યૂજર્સી માં પોતાના મોટા પાયે ધંધા રોજગાર ચલાવી રહ્યા છે. તેમને વિસનગર વોલન્ટરી બ્લડ બેન્કના વિકાસમાં સહયોગી બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેના ભાગરૂપે રૂા.૧૧ લાખનું માતબર દાન વિસનગર વોલેન્ટરી બ્લડ બેન્ક ને અર્પણ કર્યું હતું. વિસનગર વોલન્ટરી બ્લડ બેન્કના ચેરમેન શ્રી રાજુભાઈ પટેલ અને મેનેજિંગ ડાયરેક્ટર કિર્તીભાઈ પટેલ કલાની કેતન અને અન્ય ડાયરેક્ટર ભાવેશભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ, પ્રકાશભાઈ પટેલ વગેરે એ પ્રદીપ કુમાર મફતલાલ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. રૂા.૧૧ લાખનુ દાન નો સ્વીકાર કર્યો હતો. પ્રદીપભાઈ પટેલ ને વિશ્વાસ આપ્યો હતો કે આ દાનનો સદ્ઉપયોગ થશે અને યોગ્ય જગ્યાએ વપરાશે. વિસનગર વોલન્ટરી બ્લડ બેન્કના પારદર્શક વહીવટ અને હૃદય સ્પર્શી સમાજ સેવાની પ્રવૃત્તિને કારણે જુદી જુદી જગ્યાએ થી દાનનો પ્રવાહ વહી રહ્યો છે.જેની નોંધ સંપૂર્ણ તાલુકાની જનતાએ લીધી છે.