Select Page

પ્રાન્ત અધિકારી વિકાસ રાતડાએ રાજકીય પક્ષોની મિટિંગમાં પ્રાથમિક આંકડાકીય માહિતી પ્રસિધ્ધ કરી વિસનગરમાં ૨,૩૭,૭૬૦ માંથી ૮૮.૮૬ ટકા મતદારોનું વેરીફીકેશન

પ્રાન્ત અધિકારી વિકાસ રાતડાએ રાજકીય પક્ષોની મિટિંગમાં પ્રાથમિક આંકડાકીય માહિતી પ્રસિધ્ધ કરી વિસનગરમાં ૨,૩૭,૭૬૦ માંથી ૮૮.૮૬ ટકા મતદારોનું વેરીફીકેશન

વિસનગર પ્રાન્ત અધિકારી વિકાસ રાતડાના માર્ગદર્શન હેઠળ વિસનગર વિધાનસભા મત વિસ્તારમાં મતદાર યાદી સઘન સુધારણાનો પ્રથમ પ્રાથમિક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ૨,૧૧,૨૬૪ મતદારોએ એટલે કે ૮૮.૮૬ ટકા લોકોએ પોતાના ફોર્મ ભર્યા હતા.જ્યારે આ યાદીમાં કમી કરેલા ૨૬૪૯૬ મતદારો વાંધા અરજી રજૂ કરી મતદાર યાદીમાં પોતાનું નામ દાખલ કરી શકશે.આ મતદાર યાદી સુધારણાની ફાઈનલ યાદી ૧૭ -૨- ૨૦૨૬ના રોજ પ્રાન્ત કચેરીઓમાં પ્રસિધ્ધ થશે.આ મિટિંગમાં વિસનગર શહેર તાલુકાના ભાજપ,કોંગ્રેસ તેમજ અન્ય રાજકીય પક્ષના કાર્યકરોએ હાજર રહી મતદાર યાદી સુધારણાની આંકડાકીય માહિતી મેળવી હતી.
કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશથી વિસનગર પ્રાન્ત અધિકારી વિકાસ રાતડાના માર્ગદર્શન હેઠળ તા.૪-૧૧-૨૦૨૫ ના રોજ મતદાર યાદી સુધારણા (જીૈંઇ)ની કામગીરી શરુ કરવામાં આવી હતી.જેમાં વિસનગર વિધાનસભા મત વિસ્તારના ૨૩૬ બુથોના બીએલઓ સહિત ૫૦૦ થી વધુ સરકારી કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા હતા.
મતદાર યાદી સુધારણાની પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થયા બાદ પ્રાન્ત અધિકારી વિકાસ રાતડાએ શુક્રવારના રોજ આંકડાકીય માહિતી સાથે પ્રાથમિક મતદારયાદી પ્રસિદ્ધ કરી હતી.આ મતદાર યાદીમાં વિસનગર વિધાનસભાના કુલ ૨,૩૭,૭૬૦ મતદારો પૈકી ૨,૧૧,૨૬૪ મતદારોએ જરૂરી પુરાવા સાથે પોતાના ફોર્મ સબમીટ કર્યા છે.જ્યારે ૨૬,૪૯૬ મતદારોના નામ પ્રાથમિક તબક્કે કમી કર્યા હતા,આ મતદારોમાં ૭૫૭૦ મતદારોના મૃત્યુ થયા હતા અને ૧૬૩૪૮ મતદારો બીજી જગ્યાએ કાયમી સ્થળાંતર થઇ ગયા હતા.તેમજ ૧૦૬૮ મતદારોના નામ બે જગ્યાએ ચાલતા હોવાથી તેઓના નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે.જ્યારે ૧૪૪૪ મતદારો ગેરહાજર રહ્યા હતા. જ્યારે ૬૬ લોકોએ મતદાર યાદીમાં પોતાનું નામ દાખલ કરવા ફોર્મ ભર્યા નથી. મતદાર યાદી સુધારણાની પ્રથમ પ્રાથમિક આંકડાકીય માહિતી આપતા પ્રાન્ત અધિકારી વિકાસ રાતડાએ જણાવ્યું હતુ કે આ પ્રાથમિક યાદીમાં જે મતદારોના નામ નથી તેવા મતદારો તા.૧૮-૧-૨૦૨૬ સુધી પોતાની દાવા વાંધા અરજીઓ રજૂ કરી શકશે.જેમાં તેમને ફોર્મ નં.૬ની સાથે સોગંદનામું રજૂ કરવું પડશે.ત્યારબાદ તા.૧૦- ૨- ૨૦૨૬ દરમિયાન દરેક મતદારોની વાંધા અરજીઓની ચકાસણી કરી તે અરજીઓનો નિકાલ કરાશે.જ્યારે ૧૭-૨- ૨૦૨૬ના રોજ આખરી મતદારયાદી પ્રસિધ્ધ થશે.આ મિટિંગમાં વિસનગર શહેર અને તાલુકાના ભાજપ,કોંગ્રેસ તેમજ અન્ય રાજકીય પક્ષોના કાર્યકરોએ હાજર રહી પ્રથમ મતદાર સુધારણા યાદીની આંકડાકીય માહિતી મેળવી હતી.