Select Page

ભાગવત કથા દ્વારા ૮૨ લાખ અને બ્લડ બેન્કમાં કુલ ૧.૩૯ કરોડની બચત

ભાગવત કથા દ્વારા ૮૨ લાખ અને બ્લડ બેન્કમાં કુલ ૧.૩૯ કરોડની બચત

બ્લડ બેન્ક ભાગવત સપ્તાહના સ્વયંસેવક મિત્રોની આભાર સભા યોજાઈ

વિસનગર વોલન્ટરી બ્લડ બેન્કના લાભાર્થે યોજાયેલી શ્રીમદ ભાગવત સપ્તાહ – શહેરના ઈતિહાસના પત્તે સુવર્ણ અક્ષરે લખાશે. આ પ્રસંગ સંખ્યા ની દ્રષ્ટિએ , સેવાની દ્રષ્ટિએ, ભોજનની દ્રષ્ટિએ, જ્ઞાન યજ્ઞની દ્રષ્ટિએ,સમાજ એકતા ની દ્રષ્ટિએ નોંધનીય અને અસ્મરણીય રહ્યો. ભાગવત સપ્તાહની ભવ્ય સફળતા બાદ ગુરુવારે રાત્રે આર કે પાર્ટી પ્લોટમાં સ્વયંસેવકો ની મોટી સંખ્યાની હાજરીમાં આભાર સભા અને સ્નેહમિલન કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. સપ્તાહના સાત દિવસ ભોજન દાતા તરીકે રાજુભાઈ પટેલ આર.કે, કિર્તીભાઈ પટેલ કલાની કેતન, હરેશભાઈ પટેલ પૂજા, ભાવેશભાઈ પટેલ શ્રીજી બુલિયન, નટુભાઈ પટેલ સદુથલા, પરેશભાઈ પટેલ ગંજ બજાર,પ્રવીણભાઈ ચૌધરી આવકાર સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમમા આવક જાવકના હિસાબની વિગતો આપતા જણાવ્યુ હતુ કે શ્રીમદ ભાગવત કથા દરમિયાન કુલ ૧કરોડ. ૬૬ લાખ આવક થઈ હતી.જેમા રૂા. ૮૪ લાખ ખર્ચ બાદ કરતા રૂા. ૮૨ લાખ ચોખ્ખી બચત થઈ હતી.રાજુભાઈ પટેલ ઇદ્ભ અને કિર્તીભાઇ પટેલ કલાનિકેતન ની ટીમ દ્વારા જ્યારથી બ્લડ બેન્કનું સંચાલન હાથમાં લીધું છે ત્યારથી અત્યાર સુધી દાનભેટ ની કુલ આવક રૂા.૧૦.૧૩ કરોડ થઈ છે. જેમાંથી તેમાંથી નવીન બ્લડ બેંક માટે જગ્યાની ખરીદી, નવીન ભવન બાંધવાનો ખર્ચ, ફર્નિચર, નવીન ટેકનોલોજી વાળી મશીનરી નો ખર્ચ તથા બ્લડ કલેક્શન વાન ખર્ચ વિગેરે માટે કુલ રૂા.૮ .૭૪ લાખ ખર્ચ થયો. જેથી અત્યાર સુધી માં બ્લડ બેંકમાં રૂા.૧.૩૯ કરોડની બચત થશે. આ બચત રકમ બ્લડ બેન્કના સંચાલન અને વિકાસ માટે પૂરતી પર્યાપ્ત નથી. બ્લડ બેન્ક માં હજુ નવીન ટેકનોલોજી વાળી મશીનરી ખરીદવા બીજા ચાર થી પાંચ કરોડની જરૂર પડશે. ત્યારે અદ્યતન બ્લડ બેન્ક બનશે.
બ્લડ બેંકમાં આવકનું કોઈ સ્તોત્ર નથી. અને આવકના પ્રમાણમાં ખર્ચો વધુ હોય છે.જેથી બ્લડ બેંકમાં પગાર ખર્ચા અને મેઈન્ટેનન્સ અને બ્લડ બેન્કના નિભાવ ખર્ચ માટે પણ વધુ પ્રમાણ માં ફિક્સ ડિપોઝિટ હોવી જરૂરી છે.બલ્ડ બેન્ક નુ સુવ્યવસ્થિત સંચાલન થાય તે માટે આ ટીમ હજુ પણ પ્રયત્નશીલ રહેશે, વધુ દાન ભેટ આમ જનતા માં દાતાઓ પાસે ઉપરાંત વિવિધ પ્રકાર ની મોટી કંપનીના ઝ્રજીઇ ફંડ દ્વારા એકત્ર કરવાનો ટાર્ગેટ છે. બ્લડ બેન્ક માત્ર જિલ્લાની નહિ, પણ ગુજરાતની એ ગ્રેડની બ્લડ બેન્કમાં સ્થાન મેળવવા જઈ રહી છે.
આમ આ પ્રકારની વિગતો અને આંકડાકીય માહિતી સ્ડ્ઢ કિર્તીભાઇ પટેલે પોતાના પ્રવચન માં આપી હતી.રાજુભાઈ પટેલ ઇદ્ભ અને પ્રકાશભાઈ પટેલ જીદ્ભ એ પોતાના પ્રવચન માં સ્વયં સેવક ટીમને પ્રોત્સાહિત કર્યા હતા અને બિરદાવ્યા પણ હતા.આ ઉપરાત પરેશભાઈ પટેલ અને જશુભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.સ્વાગત પ્રવચન પ્રવિણભાઈ ચૌધરીએ કર્યું હતું અને આભાર વિધિ ભરતભાઈ પટેલે કરી હતી. કાર્યક્રમ સંચાલન રમેશભાઈ પટેલે કર્યું હતું. બ્લડ બેન્કમાં હજુ પણ રૂમો માટે નામકરણ કરવા દાતાઓ આવકાર્ય છે. જેમાં નામકરણ માટે દાન ભેટ માટે હજુ બાકી રહેલ રૂમો માં જોઈએ તો રૂા.૧૧ લાખ બ્લડ બેન્ક સ્ટાફ રૂમ (ગ્રાઉન્ડ ફ્લોર), રૂા.૧૧ લાખર્ ંઁડ્ઢ રૂમ (ગ્રાઉન્ડ ફ્લોર), રૂા.૧૫ લાખ થેલેસેમીયા વોર્ડ (ગ્રાઉન્ડ ફ્લોર), રૂા.૧૧ લાખ બ્લડ ટેસ્ટ લેબોરેટરી (ગ્રાઉન્ડ ફ્લોર), રૂા.૧૧ લાખ કાઉન્સિલિંગ રૂમ( ગ્રાઉન્ડ ફ્લોર ), રૂા.૧૧ લાખ હોલ સ્ટેજ બીજો માળા, રૂા.૧૧ લાખ ગેસ્ટ રૂમ બીજો માળ અને ૧૧ લાખ અન્નપુર્ણા મંદિર (રસોડું )મા દાતાના નામ નોધવાના બાકી છે. બ્લડ બેન્ક મા ઉદાર હાથે દાન આપી સહયોગ આપવા દાતાઓ આવકાર્ય છે.