ખેરાલુમાં SIR મેપીંગ પછી ખોટા વાંધા રજુ કરાયા-મુકેશભાઈ દેસાઈ
ગુજરાતમા સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (જીૈંઇ) અભિયાન ચાલી રહ્યુ છે. જેમા મતદાર યાદી સંપુર્ણ પણે ભુલ રહિત બનાવવાનો મુખ્ય હેતુ છે. આ અભિયાનમા બુથ લેવલ ઓફીસર ઘેર ઘેર જઈ મતદારોની વિગતો ચકાસે છે. જેમા કોઈનુ નામ બે જગ્યાએ હોય કોઈનુ અવસાન થયુ હોય, કોઈનુ સરનામુ બદલાયુ હોય તો તેમા સુધારો કરવામા આવ્યો હતો. ત્યારબાદ મતદાર યાદીનુ મેપિંગ થતા તમામ મતદારો પોતાનુ નામ મતદાર યાદીમા છે કે નહી તેની ચકાસણી કર્યા પછી રાજ્યના કોઈપણ મતદારને બીજા મતદારોના નામમા શંકા હોય તો ચુંટણી પંચે ફોર્મ નં- ૭ કે જે હાલની મતદાર યાદીમા નામ દાખલ કરવા સામે વાંધા માટે અથવા નોધાયેલ નામ રદ કરવા માટેનુ અરજી પત્રક છે. ખેરાલુ વિધાનસભામા મુસ્લીમ સમાજના ગામોમા ભાજપના આગેવાનો દ્વારા ચકાસણી કરતા વ્યાપક પ્રમાણમા ગેરરીતી હોવાની શંકા આધારે ચકાસણી કરી વાંધા આપવામા આવ્યા છે તેવુ ભાજપના આગેવાનો જણાવે છે. ત્યારે કોંગ્રેસના મુકેશભાઈ દેસાઈએ આક્ષેપ કર્યો છે કે ખેરાલુ વિધાનસભામા ઈરાદા પુર્વક ભાજપના આગેવાનો દ્વારા મુસ્લીમ સમાજના ગામોમા વ્યાપક પ્રમાણમા વાંધા અપાયા છે. જે મતદારોને રદ કરવા માટે અપાયો છે.
ખેરાલુ પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મુકેશભાઈ દેસાઈની અગોવાનીમા સતલાસણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણસિંહ સમરસિંહ પરમાર સહિત આગેવાનો દ્વારા સતલાસણા મામલતદારને સંબોધી પ્રાંત અધિકારી ખેરાલુેને આવેદન પત્ર આપવામા આવ્યુ હતુ. આવેદનપત્રમા જણાવ્યુ હતુ કે સતલાસણા તાલુકામા એસ.આઈ.આરની કામગીરીમા કેટલાક ગામોને ટાર્ગેટ કરીને ભાજપના અન્ય લોકો દ્વારા ભાજપ પક્ષના પદાધિકારીઓ તથા પક્ષના હોદ્દેદારોના કહેવાથી અન્ય માણસો દ્વારા સતલાસણા તાલુકાના મુમનવાસ, કુબડા, વાવ, સતલાસણા, તખતપુરા, મહંમદપુરા, કેશરપુરા, શાહુપુરા, ઈશાકપુરા જેવા ગામોને ટાર્ગેટ બનાવી મતદારોના નામ એસ.આઈ.આરમાંથી કાઢી નાંખ્યા છે. અને ગામ સિવાયના બહારના લોકો દ્વારા વાંધા અરજીઓ આપેલી છે. જેથી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી છે. આ બાબતે કોંગ્રેસ અગ્રણી મુકેશભાઈ દેસાઈએ જણાવ્યુ છે કે બી.એલ.ઓ દ્વારા જે મેપિંગ કરાયુ તેમા ખેરાલુ વિધાનસભામાં ૯૯.૪પ% મેપિંગ કામગીરી કરાઈ. જેમા આશરે માત્ર ૪૦૦૦ મતદારોનુ મેપિંગ થયુ નથી. એટલેકે આમતદારોનુ ર૦૦રની યાદીના પુરાવા ન મળ્યા. આવા લોકો માટે ચુંટણી પંચે જાહેરાત આપી કે ૧૯-૧-ર૬ સુધીમા પુરાવા રજુ કરાશે તો તમારુ નામ દાખલ થશે. હવે આ તારીખ પણ ૩૦-૧-ર૬ સુધી ચુંટણી પંચે લંબાવી છે. પરંતુ જેનુ મેપિંગ થઈ ગયુ છે. જેના તમામ ડોક્યુમેન્ટ મળી ગયા છે. જેથી મતદાર યાદીમા નામો આવી ગયા છે તેવા લોકોના વાંધા લીધા છે. જે ફોર્મ નં.૭ મા વાંધો લીધો છે. તેમા જણાવ્યુ છે કે ખોટુ નિવેદન કે ખોટો એકરાર કરવો તે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯પ૦ની કલમ ૩૧ (૧૯પ૦ નો ૪૩) હેઠળ એક વર્ષ સુધી લંબાવી શકાય તેટલી મુદત ની જેલ અથવા દંડ અથવા બન્નેની શિક્ષાને પાત્ર છે. મુકેશભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યુ છે કે,સતલાસણા તાલુકાના લોકોએ ખેરાલુ તાલુકામા વાંધા લીધા છે. મુમનવાસમા જેણે વાંધા લીધા તેમા ભીખાલાલ ચાચરીયા અને અન્યના નામે વાંધા લીધા છે. જેથી ખોટા વાંધા લેવાનુ ચાલી રહ્યુ છે. આ બાબતે ભીખાલાલ ચાચરીયા કહેછે કે હું પણ જાણતો નથી, વડગામ વિધાનસભામા રપ હજાર વાંધા રજૂ થયા છેે. સિધ્ધપુરમા ૩ર હજાર વાંધા રજુ થયા છે. પાટણમા ૮ હજાર, દાણી લીમડા, જમાલપુર, દરિયાપુર, સુરત, ભરૂચ તમામ જગ્યાએ મુસ્લીમોને ટાર્ગેટ કરવામા આવ્યા છે.
ખોટા વાંધા રજુ કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ
મુમનવાસમા વાંધા રજુ કરનારે સહી ખોટી છે તેવુ કહેતા ફરીથી વાંધા રજુ કરાયા
ખેરાલુ વિધાનસભામા ૧૦૦૦ ઉપરાંત વાંધા રજુ કરાયા
સતલાસણા તાલુકા ભાજપ પ્રમુખનો જવાબ :- આ બાબતે સતલાસણા તાલુકા ભાજપ પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યુ હતુ કે સતલાસણા તાલુકાના મુમનવાસ ગામે બી.એલ.ઓ. હારૂનભાઈ પોતે ગામના બી.એલ.ઓ. છે. ગામના નાગરિક છે અને ગામના શિક્ષક પણ છે. તેમની બનાવેલી ડ્રાફટ યાદીમા મૈયતના નામ ચાલુ છે. બી.એલ.ઓ તરીકે તેમની ફરજમા આવે છે કે મૈયતના નામ હટાવી દેવા જોઈએ છતા મૈયતને મતદાર બતાવ્યા છે આવુ ધ્યાને આવતા ડ્રાફ્ટ યાદી શંકાસ્પદ લાગતા વાંધા રજૂ થયા છે. ખેરાલુ તાલુકાની મહેકુબપુરા ગામની યાદી તપાસતા જે ડ્રાફટ યાદી તૈયાર કરી જેના નામ ઉમેરાયા છે તેમના મતદાર ક્રમાંક વોટર હેલ્પલાઈનમા ચકાસવા જતા તેમનો વોટર આઈડી આધારે નો રિજલ્ટ ફાઉન્ડ શો થતુ હતુ જેથી આવા મતદારોના પુરાવા શંકાસ્પદ છે. આવા કેટલા મુસ્લીમ વોટરો છે તેની ચકાસણી કરતા ફોર્મ નંબર-૭ ની ચકાસણી માટે વાંધા લીધા છે. તેમના ડોક્યુમેન્ટ વેરીફીકેશન સાચા હશે તો તે નામો મતદાર યાદીમા ચાલુ રહેશે. અને ખોટા હશે તો નામ રદ થશે. આ ચુંટણી પ્રક્રિયાની સામાન્ય પધ્ધતિ છે. જેને લોકશાહી ઢબે તમામે સહકાર આપવો જોઈએ.
વિરેન્દ્રસિંહ ચૌહાણે વધુમા જણાવ્યુ હતુ કે સતલાસણા તાલુકાના મહંમદપુરા ગામે ર૦૦રની મતદાર યાદી પ્રમાણે છેલ્લો ક્રમાંક નંબર ૩ર૧ હતો જેથી ૩ર૧ મતદારો હતા જેમાથી એક મતદાર મૈયત થયો એક મતદારનુ નામ ડબલ નીકળ્યુ તથા છ મતદાર સ્થળાંતરિત નીકળ્યા જેથી હાલ ૩૧૩ મતદારો છે. તો શુ ર૦૦રથી ર૦રપ સુધીમા માત્ર એક વ્યક્તિનુ જ મૃત્યુ થયુ? આવી શંકાને આધારે વાંધા અરજી અપાઈ છે.