તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની ચુંટણી ટાણે કાંસા એન.એ.માં આપ પાર્ટીના પોસ્ટર લાગતા રાજકારણ ગરમાયુ
ભાજપના આંતરિક જુથવાદમા સમગ્ર મહેસાણા જીલ્લામા વિસનગરનુ રાજકારણ સમજવુ ખુબ જ મુશ્કેલ છે. તાજેતરમા વિસનગરના કાંસા, એન.એ. વિસ્તારમાં આમ આદમી પાર્ટીના લાગેલા પોસ્ટરોથી સ્થાનિક રાજકારણ ગરમાયુ છે. આ પોસ્ટરોમા એવુ લખ્યુ છે કે “ના બેટાનુ ના બાપનુ, હવે ગુજરાત આપનુ” આમ આદમી પાર્ટીના આ સ્લોગનથીએ સાબિત થાય છે કે આમ આદમી પાર્ટી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમા ઝંપલાવશે. ગત તાલુકા પંચાયતની ચુંટણી અને ગ્રામ પંચાયતની ચુંટણીમા આમ આદમી પાર્ટીની વિચારધારાવાળા ઉમેદવારોનો વિજય થયો હતો.
અગાઉ એન.એ.ગ્રામ પંચાયતની ચુંટણીમા આમ આદમી પાર્ટીની વિચારધારાવાળા ઉમેદવારોને અભૂતપૂર્વ સમર્થન મળ્યુ હતુ.
વિસાવદર વિધાનસભાની પેટા ચુંટણીમા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાનો વિજય થયા બાદ ગુજરાતમા મૃતપ્રાય બનેલી આમ આદમી પાર્ટીમા નવા પ્રાણ ફુંકાયા છે. વિસાવદરની ચુંટણીના વિજય બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરોનો જોશ અને જુસ્સો વધ્યો છે. ભાજપ અને કોંગ્રેસના નારાજ કાર્યકરો આમ આદમી પાર્ટીમા જોડાઈ રહ્યા છે. જેમા ગત તાલુકા પંચાયતની ચુંટણી અને કાંસા એન.એ.ગ્રામ પંચાયતની ચુંટણીમા આમ આદમી પાર્ટીની વિચારધારા વાળા ઉમેદવારોનો વિજય થયો હતો. જો કે ભાજપના રાજકીય કાવાદાવામા કાંસા એન.એ.સીટના આમ આદમી પાર્ટીના મહિલા સદસ્ય અને કાંસા એન.એ. પંચાયતના મહિલા સરપંચે વિધાનસભા અને લોકસભાની ચુંટણી ટાણે ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો. છતા આજે પણ કાંસા એન.એ. વિસ્તારમા આમ આદમી પાર્ટીનો લોક જુવાળ છે. આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીને ચુંટણીમા મળેલી સફળતા અને લોક સમર્થનને જોઈને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ એન.એ.વિસ્તારની સોસાયટીઓની દિવાલોમા આમ આદમી પાર્ટીના સ્લોગનવાળા પોસ્ટરો લગાવ્યા છે. આ પોસ્ટરોમા એવુ લખ્યું છે કે “ના બેટાનુ ના બાપનુ, હવે ગુજરાત આપનુ” આમ આદમી પાર્ટીના આ સ્લોગનથી એ સાબિત થાય છે કે આગામી તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત અને નગરપાલિકાની ચુંટણીઓમા આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોને ચુંટણી જંગમા ઉતારશે. વિસનગરમા આમ આદમી પાર્ટીએ પગ પેસારો કરતા આગેવાનોમા એવી ચર્ચા છે કે ગત સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમા ધારાસભ્ય અને હાલના કેબીનેટમંત્રી ઋષિભાઈ પટેલને રાજકીય નુકશાન પહોચાડવા ભાજપના (વિરોધી જૂથના) એક મહત્વાકાંક્ષી આગેવાનો આમ આદમી પાર્ટીના ઉમેદવારોને પડદા પાછળ સપોર્ટ કરી ફાળો આપ્યો હતો. જો કે આ ચુંટણીમા મંત્રી ઋષિભાઈ પટેલની વિશ્વાસુ ટીમના માઈક્રો પ્લાનીંગ સામે વિરોધીઓના ષડયંત્રો નિષ્ફળ ગયા હતા. હવે ફરીથી વિરોધી જૂથના આ આગેવાન આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમા મંત્રી ઋષિભાઈ પટેલનુ રાજકીય કદ વેતરવા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારોને પડદા પાછળ સપોર્ટ કરશે તેવુ કાર્યકરોમા ચર્ચાય છે. જો કે દરેક ચુંટણીમા મંત્રી ઋષિભાઈ પટેલ પાસે સંક્ટ મોચન હનુમાન જેવા વફાદાર કાર્યકરોની મોટી ફોજ હોય છે. જેથી વિરોધીઓનુ તેમને રાજકીય રીતે નુકશાન પહોચાડવાનુ વર્ષોનુ સપનુ અધુરુ રહે છે.