Select Page

તંત્રી સ્થાનેથી…સરકારે વિનંતીઓ નહિ પણ કડક કાયદો બનાવવો જોઈએ

તંત્રી સ્થાનેથી…સરકારે વિનંતીઓ નહિ પણ કડક કાયદો બનાવવો જોઈએ

તંત્રી સ્થાનેથી…

મનુષ્ય માટે હાનિકારક પ્લાસ્ટીકનો ઉપયોગ અટકાવવા માટે

સરકારે વિનંતીઓ નહિ પણ કડક કાયદો બનાવવો જોઈએ

પ્રવર્તમાન સંજોગોમાં સીંગલયુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ અટકાવવા માટે તથા લોકજાગૃતિ લાવવા તંત્ર દ્વારા ભાજપ શાસિત રાજ્યોમાં મોટાભાગના શહેરોમાં રેલીઓ કાઢી પ્લાસ્ટીક મનુષ્ય જાતિનો દુશ્મન છે. પ્લાસ્ટીક એક દિવસ મનુષ્ય જાતિ માટે ઘાતક સાબિત થશે તે સમજાવવા માટે તંત્ર દ્વારા ઓક્ટોબર મહિનામાં અને તેમાં ખાસ કરી ગાંધીજયંતિ પર્વ પ્રસંગે રેલીઓ કાઢી કાપડની થેલીઓ વહેંચી લોકોને સમજાવવાનો અભિગમ અખત્યાર કરવામાં આવ્યો છે કે સીંગલયુઝ પ્લાસ્ટીકનો વપરાશ અટકાવો. પ્લાસ્ટીક એક એવો પદાર્થ છેકે તેનો નાશ થતો નથી. અને તેનો ઉપયોગ દેશમાં હજ્જારો ટનમાં થઈ રહ્યો છે તો તેને અટકાવવો જોઈએ. એક દિવસ પ્લાસ્ટીકનો એટલો બધો વધારો થશે ત્યારે તે મનુષ્ય જાતિ માટે ઘાતક બની શકે છે. તો પછી તંત્ર કેડમાં છોકરુ રાખી છોકરુ શોધવા જેવું વર્તન કેમ કરે છે. જેમ પ્લાસ્ટીક મનુષ્ય જાતિ માટે ઘાતક છે. મનુષ્ય જાતિ માટે ઘાતક રીવોલ્વર કે બંદૂક વગર લાયસન્સે રાખવી લાયસન્સ વાળા ઘાતક હથિયારનો દૂર ઉપયોગ કરો તેમાં ગુનો બને છે તો મનુષ્ય જાતિ માટે ઘાતક પ્લાસ્ટીકના ઉત્પાદન ઉપર તેનો ઉપયોગ કરનાર સામે રોક લગાવવી તે સરકારના હાથની વાત છે. સરકાર પ્લાસ્ટીક ઉત્પાદકો ઉપર કાયદાકીય રીતે રોક લગાવી શકે છે. અથવા પ્લાસ્ટીકના ઉત્પાદનો ઉપર એટલો ઉંચો ટેક્સ કરી નાંખે તે વાપરવુ પોષાય નહિ. કદિ કોઈ વ્યક્તિ પ્લાસ્ટીકની થેલી બજારમાંથી ખરીદતી નથી. સીંગલયુઝ પ્લાસ્ટીક વેપારીઓ પાસેથીજ ગ્રાહકો પાસે આવે છે. પ્લાસ્ટીકની થેલી એટલી મોંઘી બની જાય કે વેપારીઓને પ્લાસ્ટીકની થેલીની જગ્યાએ કાપડની થેલી વાપરવી સસ્તી પડે. આવું ત્યારે જ શક્ય બને જ્યારે ભારે ટેક્સ નાંખવામાં આવે. આવો ભારે ટેક્સ આવે તો પ્લાસ્ટીકનો વપરાશ ઘટી જાય. સીંગલયુઝ પ્લાસ્ટીક બનાવતું મટીરીયલમાંથી બીજા ઉપયોગમાં આવતી ચીજવસ્તુઓ બનતી હોય તો મટીરીયલ મોંઘુ કરવું તે બીજા ઉદ્યોગ માટે મુશ્કેલીરૂપ હોય તો હથિયારનું ઉત્પાદન તંત્રની મંજુરી વગર કરવું તે સજા પાત્ર ગુનો છે તેવોજ કોગ્નીઝેબલ ગુનો સીંગલયુઝ પ્લાસ્ટીક બનાવતી કંપનીઓ ઉપર લગાવવામાં આવે તો ઓટોમેટીક પ્લાસ્ટીક ઉત્પાદન બંધ થઈ જાય. મનુષ્ય વધ કરતું હથિયાર બનાવવું તેના માટે બંધી છે. તંત્રએ આવા હથિયારોના ઉત્પાદન ઉપર પાબંધી કરી છે તેના પાછળનું કારણ હથિયારો મનુષ્ય જાતિ માટે ઘાતક અને ખતરનાક છે. મનુષ્ય જાતિ માટે હાનિકારક હથિયારો બનાવવા તે ગુનો છે તો સીંગલ યુઝ પ્લાસ્ટીક મનુષ્ય જાતિ માટે ઘાતક અને હાનિકારક છે. તે મનુષ્ય જાતિને રીબાવી રીબાવીને મારનાર છે. પ્લાસ્ટીક વાતાવરણમાં પ્રદુષણ ફેલાવે છે. જેનાથી લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. વધતો જતો પ્લાસ્ટીકનો જથ્થો એક દિવસ એવી પરિસ્થિતિનું સર્જન કરશે કે લોકો જમીનમાં અનાજ પણ પકવી શકશે નહિ. આવા મનુષ્ય જાતિના ખતરનાક દુશ્મન સામે તંત્ર કેમ કાયદાની ભાષામાં નહિ પણ વિનંતીની ભાષાનો ઉપયોગ કરે છે? જો તંત્ર સીંગલયુઝ પ્લાસ્ટીકનું ઉત્પાદન અટકાવવા માંગતુ હોય તો તંત્રના હાથની વાત છે. હવે દિલ્હી દૂર નથી. કેન્દ્ર સરકાર આવા કડક કાયદા બનાવી શકવાની છે. ત્રણ રાજ્યોની ચુંટણીઓ આવી રહી છે. તેમાં ભાજપનો જ વિજય છે જેથી ૨૦૨૦ માં ભાજપની રાજ્યસભામાં બહુમતિ થવાની છે તે ચોક્કસ વાત છે. ત્યારે મનુષ્ય જાતિ માટે હાનિકારક પ્લાસ્ટીકના ઉત્પાદન સામે રોક લગાવશેજ તે ચોક્કસ વાત છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us