વિધર્મી યુવકે પતિ અને બે સંતાનોને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ કર્યુવિસનગરમાં ધ કેરાલા સ્ટોરી-મહિલાને નેપાળમાં ગોંધી રાખી
વિસનગરમાં એક મકાનમાં વિધર્મિ કારીગરે ફર્નિચર બનાવવાનુ કામ રાખ્યુ હતુ. જેની ઉઘરાણીમાં મહિલા સાથે સંપર્ક કરી ઘરમાં પ્રથમ દુષ્કર્મ કર્યા બાદ પતિ અને બાળકોને મારી નાખવાની ધમકી આપી અપહરણ કર્યુ હતુ. આ મહિલાને વિવિધ સ્થળોએ ગોધી રાખી છેલ્લે નેપાળ લઈ જઈ મરજી વિરુધ્ધ વારંવાર દુષ્કર્મ આચરતો હતો. છેવટે મહિલાએ તેના પતિ સાથે સંપર્ક કરતા નેપાળમાંથી છોડાવી હતી. મહિલાની ફરિયાદ આધારે પોલીસે બે વિધર્મિઓ વિરુધ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે. જોકે આ બનાવમાં પોલીસ લવ જેહાદ તરફે પણ તપાસ કરી રહી હોવાનુ જાણવા મળ્યુ છે.
વિસનગરમાં મે મહિનામાં ધ કેરાલા સ્ટોરીના સિનેમા શો ચાલી રહ્યા હતા. લવ જેહાદનો ભોગ ન બને માટે યુવતીઓને વિનામુલ્યે ફિલ્મ સ્ક્રીનીંગ કરાવવામાં આવ્યુ હતુ. તે સમયેજ વિસનગરમાં ધ કેરાલા સ્ટોરીના બનાવ જેવુ ષડયંત્ર ચાલી રહ્યુ હતુ. જોકે આ મહિલા અગાઉ પણ ગુમ થઈ હતી. જેથી પ્રેમ સબંધની પણ શક્યતા જોવામાં આવી રહી છે. પરંતુ પડોશી દેશમાં ગોધી રાખતા આ બનાવમાં ઉંડી તપાસ જરૂરી છે. વિસનગરમાં ફરસાણની દુકાન ધરાવતા અને મકાન ધરાવતા વેપારીને વિસનગર ખાતેના ઘરમાં ફર્નિચર બનાવવાનુ હતુ. જેમાં ખેરાલુ તાલુકાના શેખપુર ગામના સીરાજ અહેમદભાઈ મોમીનનો સંપર્ક કરતા માણસા તાલુકાના પારસા ગામના હસનઅલી ગુલામહુસેન મોમીનને ફર્નિચરનુ કામ માટે મોકલ્યો હતો. મહિલાના પતિ સવારના આઠ વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી દુકાને રહેતા હતા. મહિલા આખો દિવસ ઘરે એકલી હોય ત્યારે હસનઅલી મોમીન ઘરે ફર્નિચરની મજુરીના પૈસા લેવા વારંવાર આવતો હતો. આ કારીગરે પરિચય કેળવી મહિલાનો મોબાઈલ નંબર લીધો હતો. ત્યારબાદ એક દિવસ આ કારીગરે મહિલાને ફોન કરી જણાવ્યુ હતુ કે તારા પતિ પૈસા આપતો નહી હોવાથી તારા પતિ અને બે બાળકોને પતાવી નાખીશ. મારી સાથે શારીરીક સબંધ કેળવીશ તો આ અઘટીત પગલુ ભરીશ નહી. ત્યારબાદ એક દિવસ હસનઅલી મોમીન બપોરના સમયે આવીને ધમકાવીને મહિલા સાથે તેની મરજી વિરુધ્ધ શારીરીક સબંધ બાધ્યો હતો. દુષ્કૃત્ય કર્યા બાદ ધમકી આપી હતી કે કોઈને જાણ કરીશ તો તારા પતિ અને બાળકોને પતાવી દઈશ. સીરાજ અહેમદભાઈ મોમીને પણ હસનખલી મોમીનના ફોન ઉપરથી કોઈને જાણ કરીશ તો પતિ અને બાળકોને પતાવી દેવાની ધમકી આપી હતી.
મરજી વિરુધ્ધના શારીરીક સબંધોથી ત્રાસેલી મહિલાએ પતિને જાણ કરતા નેપાળથી છોડાવી
ત્યારબાદ ૨૮-૫-૨૦૨૩ ના રોજ મહિલાના મોબાઈલ ઉપર હસનઅલી મોમીને વ્હોટ્સએપ કોલ કરી પૈસા અને દાગીના લઈને વિસનગરમાં સોસાયટીની બહાર બોલાવી હતી. ધમકીના ડરથી મહિલા ઘરમાંથી રૂા.૭૦,૦૦૦ રોકડ, અઢી તોલાનુ સોનાનુ મંગળસુત્ર મળી સાડા સાત તોલાના દાગીના લઈને સોસાયટીના બહાર નિકળતા હસનઅલી બાઈક લઈને બહાર ઉભો હતો. જેણે ધમકી આપી મહિલાને બાઈક ઉપર બેસાડી દીધી હતી. ત્યારબાદ લક્ઝરી બસમાં વડોદરા, સુરત અને મુંબઈ લઈ ગયો હતો. મુંબઈથી ટ્રેનમાં હૈદરાબાદ, કલકત્તા થઈને નેપાળ બોર્ડર ઉપર લઈ ગયો હતો. જ્યાંથી નેપાળ કાઠમંડુ લઈ જઈ મહિલાને પ્રથમ ગેસ્ટહાઉસમાં ત્યારબાદ રૂા.૮૦૦૦ માં મકાન ભાડે રાખીને ગોધી રાખી હતી. જ્યા આ હસનઅલી વારંવાર મરજી વિરુધ્ધ મહિલા ઉપર દુષ્કૃત્ય કરતો હતો. નેપાળમાં મહિલાને અસહ્ય દુઃખ આપતો હતો.
સામાન્ય પ્રેમ પ્રકરણમાં ઘર છોડીને જતા રહેનાર પ્રેમી નજીકના શહેર કે રાજ્યમાં છુપાઈને રહે છે. પરંતુ વિસનગરના બનાવમાં મહિલાને મુંબઈ, મદ્રાસ તથા કલકત્તા લઈ જઈ છેવટે નેપાળમાં ગોંધી રાખી હતી. પાકિસ્તાનની ભારત વિરોધી પ્રવૃત્તિઓ નેપાળ માર્ગે થાય છે. ત્યારે વિસનગરની મહિલાને પાકિસ્તાન લઈ જવાની હતી કે નહી તે બાબતે સઘન તપાસ જરૂરી છે
મહિલાને તેના બાળકો યાદ આવતા હસનઅલીને આજીજી કરતા બાળકો સાથે વાત કરવા દીધી હતી. મહિલા સાથે મોબાઈલ નહી હોવાથી પતિ કે પરિવારના અન્ય લોકો સાથે વાત પણ કરી શકતી નહોતી. હસનઅલીની ગેરહાજરીમાં મહિલાએ કાઠમંડુમાં મકાનની નીચે રહેતા ભાડુઆતના મોબાઈલથી તેના પતિનો સંપર્ક કરી દોઢ મહિનાની વેદનાની તમામ હકીકતોની જાણ કરી હતી. જાણવા મળ્યા પ્રમાણે હસનઅલી આ મહિલાને નેપાળથી પાકિસ્તાન લઈ જવાનો હતો. મહિલાનો સંપર્ક થતાજ તેના પતિ અન્ય મિત્રો સાથે નેપાળ કાઠમંડુ પહોચી હસનઅલીની ચુંગાલમાંથી છોડાવી વિસનગર લાવ્યા હતા. મહિલાની ફરિયાદ આધારે વિસનગર સીટી પોલીસ સ્ટેશનમાં ફર્નિચરનો કારીગર હસનઅલી ગુલામહુસેન મોમીન રહે.પારસા તા.માણસા તથા સીરાજ અહેમદભાઈ મોમીન રહે.શેખપુર(ખે) તા.ખેરાલુ વિરુધ્ધ ગુનો નોધી આ બનાવમાં ઉંડી તપાસ હાથ ધરી છે.