Select Page

મોટા શહેરમાંથી આવી જાણ નહી કરતા ફરિયાદ મોર્નીંગ વૉકમાં-ટુ વ્હીલરમાં ડબલ સવારી-માસ્ક વગર નીકળતા કાર્યવાહી

મોટા શહેરમાંથી આવી જાણ નહી કરતા ફરિયાદ મોર્નીંગ વૉકમાં-ટુ વ્હીલરમાં ડબલ સવારી-માસ્ક વગર નીકળતા કાર્યવાહી

મોટા શહેરમાંથી આવી જાણ નહી કરતા ફરિયાદ
મોર્નીંગ વૉકમાં-ટુ વ્હીલરમાં ડબલ સવારી-માસ્ક વગર નીકળતા કાર્યવાહી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના વાયરસના લોકડાઉનમાં કઈ બાબતની મંજુરી છે તેની લોકોને જાણકારી નહી હોવાથી જાહેરનામા ભંગની કાર્યવાહીમાં ફસાયા છે. ગત અઠવાડીયે ટોળે વળી ભેગા થવા ઉપરાંત્ત વિવિધ અનેક બાબતે જાહેરનામાનો ભંગ કરતા તેમના વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ગત અઠવાડીયે ૩૫૦ ઉપરાંત્ત જાહેરનામા ભંગની ફરિયાદ થવા પામી છે. લોકડાઉનની મુદતમાં હજુ પણ વધારો થાય તેમ હોઈ લોકોએ જાહેરનામા ભંગની કાર્યવાહીમાંથી બચવા સાવચેત રહેવુ જરૂરી છે.
દુકાનો આગળ ચાર થી વધારે ગ્રાહકો ભેગા થાય તો વેપારી વિરુધ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી થાય છે તેની તો લોકોને ખબર હશે. પરંતુ મોર્નીંગ વૉકમાં સવારે નીકળતા, ફોર વ્હીલરમાં ફક્ત બે સીવાય વધારે પેસેન્જર બેસાડનાર, ટુ વ્હીલરમાં ડબલ સવારી નીકળનાર, માસ્ક પહેર્યા વગર ફરતા, મંજુરી વગર દુકાનો ખોલનાર, અમદાવાદથી આવી તંત્રને જાણ નહી કરનાર લોકો પણ જાહેરનામા ભંગની કાર્યવાહીનો ભોગ બન્યા છે. વિસનગરમાં ગત અઠવાડીયે ૩૫૦ ઉપરાંત્ત જાહેરનામા ભંગની ફરિયાદ થવા પામી છે. કયા વિસ્તારમાં કઈ બાબતે કોના વિરુધ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી થઈ તે જોઈએ તો, ત્રણ દરવાજા ટાવર પાસે દુકાન આગળ વધારે ગ્રાહક ભેગા થતા પટેલ અનીલકુમાર નારાયણભાઈ. ગંજબજાર પાસે ફોટોગ્રાફીની દુકાન ચાલુ રાખતા લેહરૂલાલ હરિલાલ મોદી, મોબાઈલની દુકાન આગળ વધારે ગ્રાહકો ભેગા થતા સુરેશજી ભવાનજી ઠાકોર. ગંજબજાર પાસે ભરતભાઈ કાળુભાઈ ચૌધરી. માયાબજાર મસાલા વર્કસની દુકાન આગળ ભેગા થતા વેપારી ઉત્કર્ષ લલીતભાઈ જયસ્વાલ. વિસનગર પ્રોવીઝન સ્ટોર્સ આગળ ગ્રાહક ભેગા થતા કમલેશકુમાર બાબુલાલ પટેલ. ઈનોવા ગાડીમાં ચાર જણા બેઠેલા ઝડપાતા પટેલ ચીરાગ અરવિંદભાઈ, પટેલ ચીરાગ રસીકભાઈ, પટેલ ભાવીકુમાર બાબુલાલ તથા પટેલ રસીકભાઈ સોમાભાઈ તમામ રહે.કલોલ. કમાણા રોડ ભેગા થતા પટેલ ચંદ્રેશકુમાર વિષ્ણુભાઈ, પટેલ જયકુમાર રાજેશભાઈ. મેટ્રો મોલ આગળ ભેગા થતા નટુભાઈ પ્રીતમદાસ પટેલ, અલ્કેશ હરગોવનભાઈ પટેલ. ધરોઈ કોલોની રોડ ઉપર ભેગા થતા જીજ્ઞેશકુમાર ગાંડાલાલ, ભાવેશકુમાર કાન્તીલાલ પટેલ. સદુથલા ડેરી આગળ દશરથભાઈ ભગવાનદાસ પટેલ. ઉમિયા માતાના મંદિર પાસે ટોળે વળતા સાવન ભરતભાઈ પટેલ, અભી રાજેશભાઈ પટેલ. ધરોઈ રોડ ઉપર પ્રકાશભાઈ મનહરલાલ સીન્ધી. લાલ દરવાજા મંગળદાસ પ્રભુદાસ મોચી, ચીમનલાલ ભગવાનદાસ પટેલ વિરુધ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી થઈ હતી.
કોના વિરુધ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ
• દુકાનો આગળ ચાર થી વધારે ભેગા થતા વેપારી વિરુધ્ધ
• મંજુરી વગર દુકાન ખોલતા
• ફોર વ્હીલરમાં બે થી વધારે પેસેન્જર બેસાડતા
• ટુ વ્હીલરમાં ડબલ સવારી નીકળતા
• વહેલી સવારે મોર્નીંગ વૉકમાં નીકળતા
• ઈન્ડસ્ટ્રીઝમાં મિત્રોને એકઠા કરી હેર કટીંગ કરાવતા
• માસ્ક પહેર્યા વગર જાહેરમાં ફરતા
• પાન બીડીનો વ્યવસાય કરતા
• બાઈક/એક્ટીવા ઉપર દંપત્તીઓ, મિત્રો, બહેનપણીઓ ડબલ સવારી નીકળતા
• લોકલ બ્રાન્ડનુ ફરસાણ વેચતા
• અમદાવાદથી આવી આરોગ્ય તંત્રને જાણ નહી કરતા
તા.૨૫-૪ ના રોજથી વહેલી સવારે મોર્નીંગ વૉક કરવા નીકળેલા લોકો વિરુધ્ધ મોટી સંખ્યામાં જાહેરનામા ભંગની કાર્યવાહી કરાઈ હતી. ચંદનપાર્ક પાસે રાજુભાઈ જયંતિલાલ પટેલ. સિવિલ હોસ્પિટલ પાસે દિલીપભાઈ કરશનભાઈ ચૌધરી. મહેસાણા રોડ પટેલ વિશાલ અંબાલાલ, પટેલ સેતુ મહેશભાઈ, નાયક કૌશીકકુમાર નટવરલાલ, પટેલ નયનકુમાર મણીલાલ, સદ્દામ જાબીરખાન શબ્બીરખાન, યોગેશકુમાર પ્રવિણભાઈ પટેલ. ધરોઈ કોલોની રોડ વોકીંગમાં નીકળતા નાયક નંદાબેન નટુભાઈ. સેવાલીયા રોડ ટોળે વળતા પટેલ વિષ્ણુભાઈ લક્ષ્મણભાઈ, પટેલ મિતુલકુમાર ભીખુભાઈ. ઓનેસ્ટ ટ્રેડીંગ નામની દુકાન ખોલતા ગૌરવભાઈ મહેન્દ્રભાઈ ચૌધરી. કાંસા એન.એ.મેટ્રોમોલ આગળ એકઠા થતા પટેલ મિથુનકુમાર અશ્વીનભાઈ, પટેલ પ્રશાંતકુમાર અશ્વીનભાઈ. કમાણા રોડ ઉમિયા પાર્લર આગળ એકઠા થતા પટેલ રાજેશકુમાર અમૃતભાઈ. કડા ત્રણ રસ્તા સાંઈનાથ કોમ્પલેક્ષમાં આવેલ શ્રીરામ પાર્લરમાં બીડી સીગારેટનો જથ્થો રાખી વેચતા રૂા.૨૬૦૫/- ની કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં પટેલ રાજેશકુમાર અમરતલાલ, પટેલ અમરતલાલ ઢગુભાઈ વિરુધ્ધ ફરિયાદ થઈ હતી.
કાંસા રોડ ઉપર લક્ષ્મી ઓઈલ ઈન્ડસ્ટ્રીઝમાં કેટલાક લોકોને બોલાવી હેર કટીંગનો કાર્યક્રમ કરાયો હતો. ડ્રોન ઉડાડતા તેના ફુટેજમાં ચાર થી વધારે જણાતા પોલીસ પહોચતા વાળ કપાવવા આવનાર નાસી ગયા હતા. ઈન્ડસ્ટ્રીઝના માલીક મોદી મહેન્દ્રભાઈ મંગળદાસ વિરુધ્ધ કાર્યવાહી થઈ હતી. કડા ત્રણ રસ્તા માસ્ક પહેર્યા વગર બાઈક ઉપર ડબલ સવારી ઝડપાતા પટેલ નિરવકુમાર અલકેશભાઈ. થલોટા રોડ ઉપર ટોળે વળતા પટેલ પ્રકાશભાઈ માધવલાલ, મીસ્ત્રી મહેન્દ્રકુમાર મણીલાલ. ફતેહ દરવાજા સાત પીપળી એકઠા થતા પટેલ હર્ષદકુમાર ડાહ્યાલાલ, પટેલ વિનુભાઈ કોદરભાઈ, પટેલ ધવલ ચંદુભાઈ, પટેલ મહેન્દ્રભાઈ જયંતિલાલ વિરુધ્ધ. ગુરૂકુળ રોડ ઉપર એકઠા થતા રબારી કાનજીભાઈ રૂઘનાથભાઈ, રબારી હેમરાજભાઈ ઓધારભાઈ, રબારી ગોવિંદભાઈ શાહરભાઈ, રબારી ગમાનભાઈ બેચરભાઈ વિરુધ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી થઈ હતી.
મહેસાણા રોડ ઉપર મોર્નીંગ વોક કરતા સીતલકુમાર ભોગીલાલ પટેલ, દાસજીયા હસનઅલી શબ્બીરભાઈ, દાસજીયા આબીદઅલી મુસ્તાકભાઈ. કાંસા એન.એ.મોર્નીંગ વોક કરતા ફાલ્ગુનીબેન રાકેશકુમાર રમણલાલ મોદી, નીલમબેન પ્રકાશભાઈ પટેલ. શેરડીનગર વંદનાબેન અરવિંદભાઈ પટેલ. કાંસા એન.એ. ચંદ્રકાન્તભાઈ પટેલ, અમરતભાઈ પટેલ, ઉષાબેન ચંદ્રકાન્તભાઈ પટેલ. કાંસા રોડ ઉપર સંજયભાઈ દ્વારકાભાઈ પટેલ, જલદીપભાઈ લાલજીભાઈ પ્રજાપતિ. જ્યોતિ હોસ્પિટલ સામે સુરેશભાઈ શીવરામભાઈ પટેલ, કનુભાઈ ઈશ્વરલાલ પટેલ સામે કાર્યવાહી થઈ હતી. ફતેહ દરવાજા ભેગા થતા દિપકકુમાર દશરથભાઈ પટેલ, ભાવેશકુમાર જયંતિલાલ પટેલ. સુંશી ત્રણ રસ્તા ફોર વ્હીલ ગાડીમાં ચાર થી વધારે પેસેન્જર બેસાડેલા જણાતા ધૃવેશ ઉમેશભાઈ ખમાર વિરુધ્ધ. સવાલા દરવાજા સીટી સ્કેવર મૉલમાં એકઠા થતા સંચાલક પ્રકાશભાઈ બાલચંદભાઈ પટેલ. એમ.એન. કોલેજ રોડ ઉપર એકઠા થતા બારોટ હર્ષલકુમાર દિલીપભાઈ, બારોટ દિલીપભાઈ બાબુલાલ. મહેસાણા ચાર રસ્તા આરીફખાન યાકુબખાન પઠાણ, નજીરમીયા કાલુભાઈ સૈયદ. વાહન ચેકીંગમાં મોઢે માસ્ક પહેર્યા વગર બાઈક લઈ નીકળતા પ્રવિણભાઈ નારાયણભાઈ ચૌધરી. દેણપ ત્રણ રસ્તા ભેગા થતા નવીનભાઈ શીવરામભાઈ પટેલ, આશિષભાઈ નવીનભાઈ પટેલ વિરુધ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી થઈ હતી.
વોકીંગ કરવા નીકળતા ધરોઈ કોલોની રોડ ગીતાબેન રાજુભાઈ શર્મા, ભરતભાઈ કાન્તીભાઈ પટેલ. આઈ.ટી.આઈ. ચાર રસ્તા મોદી અશોકકુમાર છોટાલાલ. થલોટા રોડ હિતેશભાઈ જયંતિલાલ જોષી. એમ.એન.કોલેજ રોડ સુરેશભાઈ કાનજીભાઈ પટેલ. નવદુર્ગા ભાજીપાઉ પાસે કલ્પેશકુમાર જયંતિલાલ પટેલ. મહેસાણા રોડ સોની ગૌરાંગભાઈ સુરેશભાઈ, સીન્ધી પીતાંબરદાસ મંગીરમલ વિરુધ્ધ કાર્યવાહી થઈ હતી. ભારત ડેરીમાં ફરસાણ વેચતા ચૌધરી વિપુલભાઈ શંકરભાઈ. ત્રણ દરવાજા ટાવર બાઈક ઉપર બેસાડી નીકળતા ભાવસાર મિતેશ જયંતિલાલ, ભાવસાર નેહાબેન મિતેશભાઈ. કડા ત્રણ રસ્તા બાઈક નીકળતા પટેલ વિષ્ણુભાઈ છગનલાલ, પ્રજાપતિ દિનેશભાઈ સેધાભાઈ. જલારામ કિરાણા સ્ટોર આગળ ભેગા થતા પટેલ દિનેશભાઈ કરશનભાઈ. પોલીસ સ્ટેશન આગળથી બાઈક ઉપર ડબલ સવાર નીકળતા પઠાણ ઈરફાનખાન કાલેખાન, લીમ્બાચીયા જાનકીબેન જુગલભાઈ, લીમ્બાચીયા મીનાબેન ુર્/ જુગલભાઈ. ખેરાલુ રોડ એસ માર્ટ ખોલી ભેગા થતા પટેલ રાજેન્દ્રકુમાર ગાંડાલાલ, પટેલ મનોજકુમાર બળદેવભાઈ. સાતચકલી ઢાળમાં એકઠા થતા શેખ શોએબ ઈદ્રીશભાઈ. કાંસા ચાર રસ્તા એકઠા થતા પટેલ યશ તરૂણભાઈ, પટેલ ધર્મ રાકેશકુમાર. પોલીસ ચોકી સામે ટુ વ્હીલર ઉપર ડબલ સવારી નીકળતા પટેલ નિયલ કાન્તીભાઈ, પટેલ અનીલ કાન્તીભાઈ. મહેસાણા ચાર રસ્તા ભેગા થતા પટેલ પ્રકાશભાઈ જયંતિભાઈ, પટેલ મેહુલકુમાર વિષ્ણુભાઈ. આઈ.ટી.આઈ.ત્રણ રસ્તા પાસે ચૌધરી કુલદીપભાઈ હરિભાઈ. મહાલક્ષ્મી સોસાયટી આગળ પટેલ વિષ્ણુભાઈ કાન્તીલાલ વિરુધ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી થઈ હતી.
ગંજબજાર ફાટક આગળ બાઈક ઉપર ડબલ સવારી જતા પટેલ અંકિતકુમાર પ્રહેલાદભાઈ, પટેલ ચીંતનકુમાર રણછોડભાઈ. ઈકોમાં ચાર જણાને બેસાડીને જતા જોષી નિકુંજકુમાર રાજેશભાઈ. મોર્નીંગ વૉક કરવા નીકળતા થલોટા રોડ પટેલ ગોપાળભાઈ માધવલાલ, પટેલ લક્ષ્મણભાઈ શીવરામભાઈ. ધરોઈ કોલોની સામે મહારાજા ઉદયનભાઈ અવિનાશભાઈ. થલોટા રોડ પ્રજાપતિ શંભુભાઈ ગણેશભાઈ, ચૌહાણ ઉમેદસિંહ ભીખુસિંહ, અલ્કેશભાઈ કાળીદાસ જોષી, મનીષાબેન અલ્કેશભાઈ જોષી. કડા દરવાજા ભેગા થતા મેહુલકુમાર કાન્તીલાલ પટેલ, દિક્ષીતકુમાર મહેન્દ્રભાઈ પટેલ. મહેસાણા રોડ ભેગા થતા બંસીધર કાન્તીલાલ પટેલ. અંબીકા ટ્રેડીંગ કંપની કલરની દુકાન ખોલતા પોપટલાલ કેશવલાલ પટેલ એકઠા થતા ભરતકુમાર જીતેન્દ્રભાઈ પટેલ, ભાવેશકુમાર પ્રહેલાદભાઈ પટેલ. દરબાર રોડ મોર્નીંગ વોકમાં નીકળતા કંસારા દર્શનાબેન અતુલભાઈ, કંસારા કલ્પનાબેન બાબુભાઈ. ફોર વ્હીલમાં બે થી વધારે બેસતા સંજયભાઈ ઈશ્વરભાઈ પટેલ, સંજયકુમાર રમણલાલ પટેલ, સુનિલકુમાર ચીમનલાલ પટેલ રહે.કરબટીયા. સિવિલ આગળ એકઠા થતા મુકેશભાઈ ચંદ્રકાન્તભાઈ જોષી, હિરલબેન મુકેશભાઈ જોષી સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરાઈ છે.
અમદાવાદથી વિસનગર આવી તંત્રને જાણ કરવામાં નહી આવતા ગુંદીખાડના પ્રફુલ્લભાઈ શંકરલાલ દરજી, અરૂણાબેન પ્રફુલ્લાભાઈ દરજી. જવાહર સોસાયટીમાં પટેલ ધવલભાઈ મહેન્દ્રભાઈ, પટેલ ખુશ્બુબેન ધવલભાઈ વિરુધ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી થઈ છે. ભાલક ત્રણ રસ્તા ભેગા થતા નીજલ સુરેશભાઈ પટેલ, રાજ અલ્કેશભાઈ પટેલ, ક્રેશાંગ પંકજભાઈ પટેલ. એક્ટીવા ઉપર ડબલ સવારી જતા જશવંતભાઈ તેજાભાઈ સુથાર. કમાણા ચાર રસ્તા ભેગા થતા સતીષભાઈ ચતુરભાઈ પટેલ, હર્ષદકુમાર મંગળભાઈ પટેલ. કાંસા પ્રથમ બસ સ્ટેન્ડ ટોળે વળતા કૌશીકકુમાર કાન્તીભાઈ પટેલ, અક્ષય પરષોત્તમભાઈ પટેલ, સંજયકુમાર રમણભાઈ પટેલ, નરેશકુમાર મફતલાલ પટેલ. એમ.એન.કોલેજ પાસે ભેગા થતા અમીતકુમાર રમેશભાઈ પટેલ, નિતિનકુમાર પરષોત્તભાઈ પટેલ વિરુધ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી થઈ હતી.
મોર્નીંગ વોકમાં નીકળતા શનિદેવ મંદિર પાસે માધુભાઈ ચેલદાસ પટેલ. વડનગર રોડ બળદેવભાઈ હિંગોળભાઈ દેસાઈ. કાંસા રોડ મુકેશભાઈ બાબુલાલ પટેલ, યશોધરાબેન મુકેશભાઈ પટેલ, પ્રશાંત વિષ્ણુભાઈ પટેલ, અમિતકુમાર બાબુલાલ પટેલ, લક્ષ્મણભાઈ શંભુભાઈ પટેલ. માસ્ક પહેર્યા વગર ચાલવા નીકળતા મુકેશભાઈ અમથાલાલ પટેલ. થલોટા રોડ ઉપર યશકુમાર પ્રકાશભાઈ પટેલ, શ્રેયાબેન પ્રકાશભાઈ પટેલ. એસ.ટી.ડેપો પાસે માધુભાઈ ભગવાનદાસ પટેલ. મેટ્રો મૉલ આગળ ભેગા થતા દિપકકુમાર શંકરભાઈ પટેલ, મિત્તલબેન દિપકભાઈ પટેલ, ધર્મિષ્ઠાબેન વિપુલકુમાર પટેલ. કાંસા રોડ ડબલ સવારી બાઈક ચલાવતા દૈનિકકુમાર ડાહ્યાભાઈ પટેલ. થલોટા રોડ ગોગા પાર્લરમાં મસાલા સીગારેટ વેચાણ કરતા સંદિપભાઈ ગણેશભાઈ પટેલ. નાગોરી માર્કેટમાં કરિયાણાની દુકાનમાં તમાકુનુ વેચાણ કરતા શાહ મહેશભાઈ મુરલીધર, શાહ રમેશભાઈ મુરલીધર. કમાણા રોડ મોર્નીંગ વોકમાં નીકળતા નટવરભાઈ પરષોત્તમભાઈ પટેલ. આઈ.ટી.આઈ.ચાર રસ્તા ભગવતી પાર્લરમાં મસાલા, ઠંડાપીણાનુ વેચાણ કરતા રાવલ વિનયકુમાર અરવિંદભાઈ. બાઈક ઉપર ડબલ સવારી જતા નાયી સંકેતકુમાર પ્રવિણભાઈ, નાયી પ્રવિણભાઈ અમરતલાલ. સોના કોમ્પલેક્ષ સહયોગ સ્વીટ માર્ટમાં ભીડ થતા જયંતિભાઈ ઈશ્વરદાસ પટેલ. બાઈક ઉપર ડબલ સવારી જતા પટેલ ચેતનાબેન પ્રકાશભાઈ, પટેલ ઉર્વશીબેન અનીલકુમાર. કાંસા ચાર રસ્તા ભેગા થતા ચૌધરી મહેન્દ્રભાઈ દેવરાજભાઈ, ચૌધરી રાજેશભાઈ પ્રતાપભાઈ. મહેસાણા ચાર રસ્તા માસ્ક પહેર્યા વગર બાઈક ઉપર ડબલ સવારી નીકળતા પ્રજાપતિ મહેન્દ્રભાઈ પુંજીરામ, પ્રજાપતિ શૈલેષભાઈ પુંજીરામ. કાંસા રોડ બાઈક ઉપર ડબલ સવારી નીકળતા પટેલ મયુરકુમાર રમેશભાઈ, પટેલ રવિભાઈ પ્રવિણભાઈ, મલ્હોત્રા કૃષ્ણકાન્ત રામજીભાઈ, સેનમા બીપીનકુમાર રમેશભાઈ વિરુધ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી છે.
નોંધપાત્ર બાબત છેકે, મોટાભાગના લોકોને પોલીસે સ્થળ ઉપર જાહેરનામા ભંગની નોટીસ આપી તેમના વિરુધ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. લોકડાઉન ખુલ્યા બાદ આ તમામ લોકોને પોલીસ સ્ટેશન બોલાવી જામીન લેવાની કાર્યવાહી કરવામાં આવશે તેવુ પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts