Select Page

માય ન્યુ ઈન્ડીયા ટ્રસ્ટની ઓફીસેથી ઉકાળો વિતરણ શરૂ

માય ન્યુ ઈન્ડીયા ટ્રસ્ટની ઓફીસેથી ઉકાળો વિતરણ શરૂ

દરેક સોસાયટીની સભ્ય સંખ્યા પ્રમાણે ઉકાળો આપવામાં આવશે

માય ન્યુ ઈન્ડીયા ટ્રસ્ટની ઓફીસેથી ઉકાળો વિતરણ શરૂ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના મહામારીમાં નિઃસ્વાર્થ ભાવે ઉત્તમ સેવા આપવામાં આવી હોય તો માય ન્યુ ઈન્ડીયા ટ્રસ્ટ દ્વારા સેવા આપવામાં આવી છે. વિસનગરમાં કોરોના પોઝીટીવના કેસ વધતા લોકોમાં રોગ પ્રતિકારક શક્તી વધે તે માટે માય ન્યુ ઈન્ડીયા ટ્રસ્ટ દ્વારા ઉકાળા વિતરણ શરૂ કરવામાં આવ્યુ છે. શહેરની દરેક સોસાયટીની સભ્ય સંખ્યા પ્રમાણે ટ્રસ્ટની ઓફીસથી આયુર્વેદિક જડીબુટ્ટીઓમાંથી તૈયાર કરવામાં આવેલો ઉકાળો આપવામાં આવશે.
વિસનગર માર્કેટયાર્ડમાં રીક્ષા ડ્રાઈવર વેલફેર એસો. દ્વારા કોરોના યોધ્ધાઓનો સન્માન સમારંભ હતો. તે દિવસે શહેરમાં વધતા કોરોના પોઝીટીવ કેસની ચીંતા કરી ધારાસભ્ય ઋષિભાઈ પટેલે માય ન્યુ ઈન્ડીયા ટ્રસ્ટના પ્રમુખ કમલેશભાઈ વૈદ્યને શહેરીજનોમાં રોગપ્રતિકારક શક્તી વધારવા ઉકાળા વિતરણ કરવા સુચન કર્યુ હતુ. જે સમયે હાજર રૂપલભાઈ પટેલે શહેરમાં પાંચ થી છ સ્ટેન્ડ ઉપર તેમની યુવા ટીમ દ્વારા ઉકાળા વિતરણની જવાબદારી માટે સંમતી આપી હતી. સમગ્ર શહેરના લોકો આ તૈયાર ઉકાળાનો લાભ લે માટે ધારાસભ્યએ આર્થિક સહયોગ આપવા પણ જણાવ્યુ હતુ.
વિસનગરમાં કોરોના પોઝીટીવ કેસ વધી રહ્યા છે. ત્યારે શહેરીજનો ઉકાળાનુ સેવન કરી રોગ પ્રતિકારક શક્તી પ્રાપ્ત કરે તેવા હેતુથી માય ન્યુ ઈન્ડીયા ટ્રસ્ટ દ્વારા તા.૧૭-૬-૨૦૨૦ થી સંસ્થાની ઓફીસે ઉકાળો બનાવી વિતરણ શરૂ કરવામાં આવ્યુ છે. પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી, ટ્રસ્ટના પ્રમુખ કમલેશભાઈ વૈદ્ય, ટ્રસ્ટના સભ્યો વિગેરેની હાજરીમાં ઉકાળા વિતરણનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ બાબતે ટ્રસ્ટના પ્રમુખ કમલેશભાઈ વૈદ્યે જણાવ્યુ હતું કે, ધારાસભ્ય ઋષિભાઈ પટેલ, પાલિકા સભ્ય રાજેન્દ્રભાઈ ગાંધી, સંતશ્રી સવૈયાનાથ ટ્રસ્ટ, નિલેશભાઈ ભાવસાર વિગેરેના સહયોગથી આયુર્વેદિક ઉકાળાનુ વિતરણ શરૂ કરવામાં આવ્યુ છે. પાલિકા સભ્ય રાજુભાઈ ગાંધી દ્વારા ઉકાળા માટે આયુર્વેદિક પાવડરનુ સૌજન્ય આપવામાં આવ્યુ છે. માય ન્યુ ઈન્ડીયા ટ્રસ્ટની સાતચકલી પાસે આવેલી ઓફીસે રોજ સવારે ૧૫૦૦ થી ૨૦૦૦ લીટર ઉકાળો બનાવવામાં આવે છે. જેનુ વિતરણ તા.૨૮-૬-૨૦૨૦ ને રવિવાર સુધી કરવામાં આવશે. રોજ સવારે ભૂખ્યા પેટે ૨૦ એમ.એલ. (ચાનો નાનો પેપર કપ) જેટલો ઉકાળો પીવાનો હોય છે. સતત સાત દિવસ ઉકાળો પીવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તી વધે છે. શહેરની કોઈપણ સોસાયટીના પ્રમુખ કે મંત્રી અથવા જવાબદાર વ્યક્તિ વાસણ લઈને આવશે તો સોસાયટીની સભ્ય સંખ્યાના પ્રમાણમાં ઉકાળો આપવામાં આવશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us