Select Page

બુલડોઝર બાબા રૂપલભાઈ પટેલની ઝુંબેશથી હાઈવે દબાણમુક્ત તરફ

ભાદરવી પૂનમ બાદની ખડેપગે સેવા રંગ લાવી ખરી

વિસનગર પાલિકા ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ અત્યારે પાલિકાના જવાબદાર કર્મચારીની જેમ હાઈવેને દબાણ મુક્ત કરવા માટે ખડેપગે સેવા આપી રહ્યા છે. બે જેસીબી સાથે જોવા મળતા હવે તો લોકો ઉપપ્રમુખને બુલડોઝર બાબાના હુલામણા નામથી બોલાવી રહ્યા છે. જેમની મહેનતથી વિસનગરનો હાઈવે દબાણમુક્ત બની રહ્યો છે. હાઈવેના વેપારીઓ પણ ઉપપ્રમુખની આ ઝુંબેશને સાથ સહકાર આપી આવકારી રહ્યા છે.
વિસનગરમાં કડા ત્રણ રસ્તાથી પાલડી ત્રણ રસ્તા સુધીનો હાઈવે નધણીયાતી હાલતમાં હતો. હાઈવેની બન્ને બાજુ ગંદકીના ઢગ ખડકાયેલા હતા. માટીના થર જામેલા હતા અને મોટા પ્રમાણમાં દબાણ થયા હતા. કેટલીક જગ્યાએ તો માર્કેટની આગળની પાર્કિંગની જગ્યામાં વેપારીઓ દ્વારા દબાણ થયા હતા. ત્યારે વિસનગર પાલિકાના ઉપપ્રમુખ બુલડોઝર બાબા રૂપલભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિને હાઈવેની સ્વચ્છતા તેમજ દબાણમુક્ત કરવાની નેમ ધરી છે. ભાદરવી પૂનમના મેળા બાદ બુલડોઝર બાબા દ્વારા બે જેસીબી દ્વારા હાઈવે ઉપર સ્વચ્છતા અભિયાન હાથ ધર્યુ છે. પાલડી ત્રણ રસ્તાથી કાંસા ચાર રસ્તા સુધીના રોડની બન્ને બાજુની ગંદકી તથા દબાણો દુર કરવામાં આવ્યા છે. કાંસા ચાર રસ્તાથી આઈ.ટી.આઈ. ચાર રસ્તા વચ્ચે સોના કોમ્પલેક્ષમાં દુકાનોની ફુટપાથ સુધી વેપારીઓ દ્વારા પુષ્કળ પ્રમાણમાં દબાણ કરવામાં આવ્યા હતા. કોમ્પલેક્ષની દુકાનો આગળની જગ્યા પાર્કિંગ માટેની છે. ત્યારે કેટલાક વેપારીઓએ દુકાનો આગળ રોડ લેવલથી ઉંચા બ્લોક લગાવી દીધા હતા. જે બ્લોક ઉપર માલિકીનો હક્ક કરી માલ સામાન મુકવામાં આવતો હતો. રોડ લેવલથી બ્લોક ઉંચા હોવાથી વાહનો જઈ શકતા નહોતા. કોમ્પલેક્ષની આગળ એટલી જગ્યા છેકે જો તે ખુલ્લી હોય તો ગ્રાહકને એક દુકાનેથી બીજી દુકાને જવા માટે બાઈક કે સ્કુટર લઈને જઈ શકે તેમ છે. પરંતુ ઉંચા લેવલે બ્લોક લગાવવાથી તેમજ માલ સામાનનુ દબાણ હોવાથી વાહન રોડ ઉપરથી લઈ જવુ પડતુ હતુ. કેટલીક જગ્યાએ તો ૨૦ ફૂટની દુકાન આગળ ૩૦ ફૂટ બ્લોક પાથરી ઓટલા કરવામાં આવ્યા હતા. ત્યારે રૂપલભાઈ પટેલે શેહ શરમ રાખ્યા વગર સોના કોમ્પલેક્ષની દુકાનો આગળના વધારાના દબાણો દુર કર્યા છે. બ્લોક ઉખાડી વધારાની માટી બહાર કાઢતા માટીના ઢગ જોવા મળ્યા હતા. આઈ.ટી.આઈ.ત્રણ રસ્તાથી ફાટક તથા કોલેજના વરંડા સુધી સફાઈ કરવામાં આવી છે.
હાઈવેની સ્વચ્છતા તેમજ દબાણમુક્ત કરવા બાબત રૂપલભાઈ પટેલે જણાવ્યુ હતું કે, દુકાનની બહાર છજુ હોય ત્યા સુધી બ્લોક કે માલ સામાન યોગ્ય છે. પરંતુ છેક ફૂટપાથ સુધી બ્લોક તથા દબાણોના કારણે ગ્રાહકોને રોડ ઉપર વાહન મુકવાની ફરજ પડતી હતી. જેના કારણે અકસ્માતના બનાવ બનતા હતા. આ અભિયાન કોઈને નુકશાન કરવા માટેનુ નથી. વેપારીઓ ધંધો કરે પરંતુ ધંધાના કારણે કોઈને અગવડ પડવી જોઈએ નહી. કોઈનો જીવ ન જોખમાય તે માટે હાઈવેની બન્ને બાજુની સાઈડો સાફ કરવામાં આવી રહી છે. સહકાર આપવા બદલ વેપારીઓનો પણ આભાર માનવામાં આવ્યો છે.

કોઈ વેપારીને નુકશાન કરવાનુ નથી પરંતુ ધંધાના કારણે કોઈને અગવડ ન પડવી જોઈએ-રૂપલભાઈ પટેલ

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts