Select Page

સત્તા પરિવર્તન દૂધસાગર ડેરીના ફાયદામાં-એલ.કે.પટેલ

સત્તા પરિવર્તન દૂધસાગર ડેરીના ફાયદામાં-એલ.કે.પટેલ

ઋષિભાઈ પટેલ ચુંટણીમાં સુત્રધાર બન્યા એમા ડેરીને નુકશાન શું થયુ?

ચેરમેન અશોકભાઈ ચૌધરીના પારદર્શક વહિવટથી ડેરીને કરોડો રૂપિયાનો ફાયદો થયો છે

અર્બુદા સેના સક્રિય કરવા માટે વિપુલભાઈ ચૌધરી દ્વારા ગામેગામ સભા કરવામાં આવી રહી છે. જેમાં દરેક સભાઓમાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ ઉપર પ્રહારો કરતા દૂધસાગર ડેરીના ડીરેક્ટર એલ.કે.પટેલે જણાવ્યુ છેકે, સત્તા પરિવર્તન દૂધસાગર ડેરીના ફાયદામાં છે. ઋષિભાઈ પટેલ ચુંટણીમાં સુત્રધાર બન્યા એમાં ડેરીને નુકશાન શુ થયુ?
અર્બુદા સેના તૈયાર કરવા માટે દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરી દ્વારા અત્યારે સભાઓ ગજવવામાં આવી રહી છે. જેમાં મોટાભાગની સભામાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ ઉપર પ્રહારો કરી રાજીનામુ માગવામાં આવી રહ્યુ છે. ત્યારે ડેરીના ડીરેક્ટર એલ.કે.પટેલે જણાવ્યુ છેકે, જીલ્લાના લાખ્ખો પશુપાલકો માટે દૂધસાગર ડેરીમાં સત્તા પરિવર્તન જરૂરી હતી. ત્યારે ડેરીની ચુંટણીમાં સુત્રધાર બની ઋષિભાઈ પટેલે પશુપાલકોના હિતનુ કામ કર્યુ છે. ચુંટણી બાદ ઋષિભાઈ પટેલ કે તેમના સગા સબંધીમાંથી કોઈએ ડેરીનો લાભ લીધો નથી. ચેરમેન પણ ચૌધરી સમાજના અને વિસનગર તાલુકાના છે.
અગાઉ દૂધસાગર ડેરીની શું હાલત હતી અને ચેરમેન અશોકભાઈ ચૌધરી તથા ડીરેક્ટરોના પારદર્શક વહિવટમાં શું ફાયદો થયો તે બાબતે એલ.કે.પટેલે વિગતવાર જણાવ્યુ છેકે, (૧) અગાઉ દુધ ઉત્પાદકોને દુધના ભાવ ઓછા મળતા હતા. અત્યારે બનાસડેરી જેટલા જ દુધના ભાવ મળવાથી રૂા.૧૦૦ કરોડથી વધુનો દુધ ઉત્પાદકોને ફાયદો થયો છે. (૨) સાગરદાણના ભાવ અન્ય ડેરીઓ કરતા વધુ હતા છતાં ડેરી નુકશાન કરતી હતી. અત્યારે સાગરદાણના ભાવ અન્ય ડેરીઓ કરતા બોરીએ રૂપિયા ૧૦૦ થી ૧૫૦ છે છતાં ડેરીને નુકશાન નથી તેમજ દૈનિક ૧૫૦૦૦ બોરી વેચાણ થાય છે. જેનાથી દૂધ ઉત્પાદકોને વાર્ષિક ૯૦ કરોડથી વધુ રૂપિયાનો ફાયદો થાય છે. (૩) પશુ સારવાર વિઝીટના ભાવ રૂપિયા ૨૦૦ હતા. અત્યારે પશુ સારવાર વિઝીટના ભાવ રૂપિયા ૧૦૦ કર્યા જેનાથી દૂધ ઉત્પાદકોને વાર્ષિક સાડા ત્રણ કરોડથી વધુ રૂપિયાનો ફાયદો થયો છે. (૪) મળતીયાઓને લાયકાત વગર ઉચ્ચ હોદ્દાઓ ઉપર લાખ્ખો રૂપિયાના પગાર સીધી નોકરીઓ અપાતી હતી. આવા ૮૯ કર્મચારીઓના રાજીનામા લઈ છુટા કરી વાર્ષિક ૭ કરોડથી વધુ રૂપિયાની બચત કરી છે. (૫) પૂર્વ ચેરમેનના ત્રણ ચાર મળતિયાઓની કંપનીઓજ ડેરીમાં માલ સપ્લાય કરતી હતી. હવે ભારત દેશનો કોઈપણ વ્યક્તિ કે કંપની રજીસ્ટ્રેશન કરી શકે છે, તેમજ ટેન્ડર ભરી શકે છે અને માલ સપ્લાય કરે છે. (૬) પહેલા ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા જ નહોતી. હવે ઓનલાઈન અને રીવર્સ ઓક્ષનવાળી પારદર્શક ટેન્ડર પધ્ધતિ દ્વારા ખરીદી કરવામાં આવે છે. જેનાથી વાર્ષિક ૪૨ કરોડ રૂપિયાની બચત કરવા સાથે ઉચ્ચ ગુણવત્તાવાળો માલ મળે છે. (૭) પહેલા ફક્ત ત્રણ ચાર લેબર કોન્ટ્રાક્ટરો રાખી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાતો હતો. હવે નવીન ટેન્ડર કર્યુ. જેમાં નવીન કોન્ટ્રાક્ટરોને આવ્યા તેમજ ભાવ ખુબ નીચા આવ્યા તેમજ જુના ચાલુ લેબર કોન્ટ્રાક્ટરોના ભાવમાં ૩૦% સુધીનો ઘટાડો કરાવ્યો જેથી વર્ષે ૨૦ કરોડ રૂપિયાની બચત થઈ. (૮) અગાઉ પનીર બનાવવાના પ્લાન્ટનું ટેન્ડર રૂપિયા ૩૨.૯૩ કરોડ રૂપિયામાં આપેલ હતુ. જે આપેલ ટેન્ડર રદ કરી નવીન ઓનલાઈન ટેન્ડર કર્યુ. જે ટેન્ડર ફક્ત રૂપિયા ૭.૧૨ કરોડમાં આપ્યું જેમાં ૨૫ કરોડથી વધુ રૂપિયાની બચત થઈ. (૯) અગાઉના ચેરમેન ડેરીના ખર્ચે આલીશાન ગાડીઓ ખરીદી વાર્ષિક ડેરીના કરોડો રૂપિયાના ડીઝલનો ધુમાડો કરતા. અત્યારે ચેરમેન પોતાની માલિકીની ગાડીનો ઉપયોગ કરી ડીઝલ પણ પોતાનું વાપરી એક વર્ષમાં ૬૯૦૬૮ કિલોમીટરનો પોતાના ખર્ચે પ્રવાસ કર્યો છે. (૧૦) પહેલા ડેરીના ગેરેજ વિભાગમાં ૪૯ ગાડીઓ હતી જે વર્ષ દરમ્યાન ૭૯૩૦૩૧ કી.મી. ફરતી હતી. અત્યારે વર્ષ દરમ્યાન ૩૬૧૬૩૪ કી.મી. ગાડીઓ ઓછી ફરી જેનાથી ૪૫ લાખ રૂપિયાની બચત થઈ. (૧૧) પૂર્વ ચેરમેન અને તેમના માનીતા અધિકારીઓ, મિત્રો માટે હોટલોના બીલો, ગાડીઓના ડીઝલ અને જમવાનો ખર્ચ તેમજ ડેરીના ગેસ્ટહાઉસનો બેફામ દુરઉપયોગ કરી લાખોનો ખર્ચ થતો હતો. અત્યારે અશોકભાઈના વહીવટમાં આવા ખર્ચા બંધ થઈ ગયા છે જેનાથી ડેરીને લાખ્ખોનો ફાયદો થયો છે. (૧૨) પહેલા દર વર્ષે ડેરીની લોનમાં વધારો જ થતો હતો. આ વર્ષે કરકસર અને પારદર્શક વહીવટ કરવાના કારણે ડેરીની લોનમાં ૨૦૮ કરોડ રૂપિયાનો ઘટાડો કર્યો. (૧૩) અગાઉ જરૂરિયાત વિના મનફાવે તેમ કોન્ટ્રાક્ટના માણસો રાખતા હતા. આ વર્ષે ૪૦૮ કોન્ટ્રાક્ટરના માણસો ઓછા કર્યા જેથી વર્ષે ૬(છ) કરોડ રૂપિયાની બચત કરી. (૧૪) અગાઉ બલ્કકુલરના રૂટોમાં બિન ઉપયોગી સેમ્પલરોનો કોન્ટ્રાક્ટ ચાલતો હતો. અત્યારે બ્લકકુલરના રૂટોમાં ચાલતો સેમ્પલરોનો કોન્ટ્રાક્ટ રદ કરી રૂટ કોન્ટ્રાક્ટરને જવાબદારી આપી જેનાથી વાર્ષિક ૨(બે) કરોડથી વધુ રૂપિયાની બચત થઈ. (૧૫) અગાઉ મંડળી કક્ષાએ પશુ બીજદાન માટે બાયફને કોન્ટ્રાક્ટ આપેલ હતો. અત્યારે મંડળી કક્ષાએ બીજદાન ટેકનીશીયન તૈયાર કરેલ. જેથી આ બાયફનો કોન્ટ્રેક્ટ બંધ થશે જેનાથી વાર્ષિક સાડા ત્રણ કરોડ રૂપિયાની બચત થશે. (૧૬) પહેલા ૬૪૦ રૂપિયાના ભાવે સેક્સ સીમેન પ્રતિ ડોઝનો ખાનગી કંપની જોડે પાંચ વર્ષ માટે કરાર કરેલ હતો. ખાનગી કંપની જોડે વારંવાર મીટીંગો કરી આ કરારમાં ફેરફાર કરી સેક્સ સીમેન ડોઝના ભાવમાં રૂપિયા ૫૦ નો ઘટાડો કરાવી ભાવ ૫૯૦ કરાવ્યા જેનાથી ત્રણ કરોડ રૂપિયાની બચત થશે. (૧૭) પહેલા ડેરીમાં ઉંચા વ્યાજે લોનો લેવાતી હતી. આ વર્ષે બેન્કો સાથે નેગોશીએશન કરી અગાઉ વ્યાજ ૭.૧% હતું તે ઘટાડી ૫.૬% કરેલ. તેમજ બેન્કો બદલેલ જેનાથી વાર્ષિક ૧૩ કરોડ રૂપિયાની બચત કરેલ. (૧૮) અગાઉ રાજસ્થાન ખાતે દૂધ પ્રાપ્તિના અણઘડ રૂટ બનાવેલ. અત્યારે આ રૂટો ગુગલ મેપ દ્વારા તેમજ ક્ષમતા મુજબ બનાવેલ જેનાથી દિવસના ૪૭ રૂટ બંધ થયા તેમજ ૧૨૫૦૦ કિલોમીટર ઓછા થયા જેથી ૬(છ) કરોડ રૂપિયાની બચત થઈ. (૧૯) અગાઉ રાજસ્થાન ખાતેના અધિકારીઓને ફરવા માટે ૩૦ બોલેરો ગાડીઓ કોન્ટ્રાક્ટમાં રાખેલ હતી. રાજસ્થાનના સેન્ટરોના ૬(છ) ઝોન પાડી તેમાં ૬(છ) ગાડીઓ રાખી બાકીની ૨૪ બોલેરો ગાડીઓ બંધ કરી જેનાથી વાર્ષિક ૫૫ લાખ રૂપિયાની બચત થઈ. (૨૦) ધારુહેડા ખાતે મોટી સેન્ટ્રલ એ.સી.ઓફિસો બનાવી હતી. આ ઓફિસોમાં એ.સી. બંધ કર્યુ તેમજ પ્લાન્ટ લેવલે પણ સુધારા કર્યા જેનાથી ઈલેક્ટ્રીસીટી ખર્ચમાં ઘટાડો કરેલ જેનાથી વાર્ષિક ૩.૩૮ કરોડ રૂપિયાનો ફાયદો થયો. (૨૧) માખણ અને પાવડર રાખવા માટે ઉંચા ભાડે મળતીયાઓને ગોડાઉનો અને કોલ્ડ સ્ટોરેજ ભાડે રાખેલ. આ વર્ષે અખબારમાં જાહેરાત આપી ગોડાઉનો અને કોલ્ડ સ્ટોરેજનું ટેન્ડર કરેલ જેનાથી ભાડામાં ૫૦% સુધીનો ઘટાડો થયો.
દૂધસાગર ડેરી અને પશુપાલકોના હિતમાં અનેક નિર્ણયો કરતા દૂધ ઉત્પાદકો પારદર્શક વહીવટનો અનુભવ કરી રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts