Select Page

સ્વામિનારાયણ ગુરુકુળના કાર્યક્રમમાં ઝાંપલીપોળ રામજી મંદિરને અક્ષત કળશ અર્પણ કરાયો

સ્વામિનારાયણ ગુરુકુળના કાર્યક્રમમાં ઝાંપલીપોળ રામજી મંદિરને અક્ષત કળશ અર્પણ કરાયો

અયોધ્યા રામ મંદિરથી પૂજન થયેલ અક્ષત કળશમાં ભરી અર્પણ કરવાનો સ્વામિનારાયણ ગુરુકુળમા કાર્યક્રમ યોજાયો હતો. જેમા વિસનગર નગરની વસ્તી ૩ નો કળશ ઝાંપલીપોળ રામજી મંદિર ઉત્સવ કમિટિના સભ્યોને અર્પણ કરવામા આવ્યો હતો. અક્ષત કળશ રામજી મંદિરમા મુકીને વી.એચ.પી અને આર.એસ.એસના કાર્યકરો દ્વારા ગુંદીખાડ વિસ્તારના વિતરણ કરવામા આવી રહ્યુ છે.
વિસનગરમા ગુંદીખાડ ઝાંપલીપોળ રામજી મંદિરનો જીણોધ્ધાર કરવામા આવ્યો છે. જેની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા રામમંદિરના પ્રતિષ્ઠા દિને યોજાશે. રામજી મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવના ૩ દિવસના કાર્યક્રમ માટે મહોત્સવ કમિટી બનાવવામા આવી છે. સ્વામિનારાયણ ગુરુકુળમાં અક્ષત કળશ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા વિસનગર નગર વસ્તી ૩ નો કળશ ઝાંપલીપોળ રામજી મંદિરને અર્પણ કરવાનો હોવાથી મંદિર મહોત્સવ કમિટીના સભ્યો હાજર રહી અક્ષત કળશ સ્વિકાર્યો હતો. આ કાર્યક્રમમા મહોત્સવ કમિટિના શ્યામભાઈ બ્રહ્મભટ્ટ, રશ્મિકાન્તભાઈ પટેલ, પંકજભાઈ બારોટ, રાજેન્દ્રભાઈ ગાંધી, હર્ષલભાઈ પટેલ, રાકેશભાઈ રાવલ, વિષ્ણુભાઈ બારોટ, સરકારી વકીલ નેહલભાઈ બ્રહ્મભટ્ટ, એસ.કે.પટેલ, પ્રશાંતભાઈ પટેલ, મોતીસિંહ પુરોહિત, અર્જુન પટેલ, રમેશભાઈ પંચાલ, પ્રહેલાદભાઈ દવે વિગેરે સભ્યો ઉપસ્થિત રહી અક્ષત કળશ મેળવીને શોભાયાત્રામા જોડાયા હતા.
ઝાંપલીપોળ રામજી મંદિરના પુનઃ પ્રતિષ્ઠા નિમિત્તે તા.ર૦-૧-ર૦ર૪ ને શનિવારે રાત્રે સુંદરકાંડ પાઠ, તા.ર૧-૧-ર૦ર૪ને રવિવારે સવારથી પ્રતિષ્ઠા યજ્ઞ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ તથા તા.રર-૧-ર૦ર૪ ને સોમવાર અયોધ્યા રામમંદીર પ્રતિષ્ઠા સમયે જ રામજી મંદિરનો બપોરે ૧ર-ર૮ કલાકે પુનઃ પ્રતિષ્ઠા અને મહાઆરતી થશે. આ પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ માટે મહોત્સવ કમિટી દ્વારા તડામાર તૈયારીઓ કરવામા આવી રહી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us