કોપર સીટી ગૃપ હવે ઓસ્ટ્રેલિયા બ્રિસબેનમાં સક્રીય બનશે
ઓસ્ટ્રેલિયાના બ્રિસબેન શહેરમાં રહેતા વિસનગર પંથકના સ્નેહીજનને ખાસ જણાવો
કોપરસીટી ગ્રુપ દ્વારા ઓસ્ટ્રેલિયાના બ્રિસબેન શહેરમાં વિસનગરના રહેતા ભાઈઓ બહેનોનું સંગઠન થવા જઈ રહ્યું છે.વિસનગર અને આજુબાજુ વિસ્તારમાંથી ઘણા બધાં દીકરા દીકરીઓ અને પરિવાર બીઝનેશ અને અભ્યાસ અર્થે ઓસ્ટ્રેલિયા ગયા હશે. જેમાં ઓસ્ટ્રેલિયા બ્રિસબેન શહેરમાં પણ ગયા હશે. પરંતુ કોઈ એક બીજાની નજીકના હોય અથવા પરિચિતના થયા હોય જેથી એકબીજાને મદદરૂપ થઈ શકતા નથી અને કોઈ વખતે મળી શકતા પણ નથી.જેથી આ બધાને જોડવાનું કામકાજ કોપરસીટી અગ્રણી કીર્તિભાઈ પટેલે કલાનિકેતન વાળા એ બીડું જડપ્યું છે. જે સમગ્ર મહેસાણા વાસી ઓ નું એક સંગઠન બનાવવા નું સુંદર કામ કરી રહ્યાં છે.જે માટે પ્રચાર પ્રસાર પ્રચાર સાપ્તાહિક દ્વારા કરવાનું પણ નક્કી કર્યું છે. જેથી આ અહેવાલને વધુ ફેલાવશો એવી સૌ વાચકોને વિનંતી છે. તથા વિસનગરના પરિવારના દીકરા દીકરી બ્રિસબેન ઓસ્ટ્રેલિયા હોય તો તેમને પણ આ મેસેજ પાસ થાય. કીર્તિભાઈ કલાનિકેતન વિસનગરના અગ્રણી આગેવાન છે. તેઓ વિસનગરની સહકારી, સામાજિક, વ્યાપારીક અને સેવા સંસ્થા ઓ પૈકી ૧૭ થી વધુ સંસ્થા માં ઉચ્ચ હોદ્દા ઉપર છે અને સેવાની પ્રવૃતિ કરે છે. જેથી બધાં હોદ્દા લખી શકાય તેમ નથી પણ એક સહકારી આગેવાન અને કોપર સીટી ગ્રુપ ના અગ્રણી છે.તેઓ ઘણી સંસ્થા ના આદ્ય સ્થાપક પણ છે. તેઓ વિવિધ સંસ્થા થકી લોકોને પરસ્પર જોડાવા માટે નો ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે.અને તેમના પોજીટીવ ગુણધર્મ થકી ઓસ્ટ્રેલિયા માં પણ કામ કરી રહ્યાં છે.તેઓ તેમની દીકરી ચિકિતા પટેલ પાસે ઓસ્ટ્રેલિયા બ્રિસબેનમાં છે. ત્યાં જઈને નક્કી કર્યું કે વિસનગરના અને આજુબાજુ શહેરના વતનીઓના પરિવારનું સંગઠન બનાવવું અને વતન પ્રેમ થકી બધાને જોડાવા અને તે સંગઠન નું નામ અપાયું બ્રિસબેન કોપર સીટી ગ્રુપ. આ સંગઠન થકી બ્રિસબેન માં એક બીજા ને મદદરૂપ થવું અને પછી સ્નેહ મિલન કરવા સુધી આગળ કાર્યવાહી થશે.તો જે ઓસ્ટ્રેલિયા બ્રિસબેન રહેતા હોય તેવા વ્યક્તિઓ ના મોબાઈલ નંબર WhatsApp નંબર કીર્તિભાઈ મો. ૯૩૭૫૬ ૨૩૯૪૯ અને કોપર સીટી કાર્યાલય WhatsApp મો.૯૩૪૧૪ ૧૨૦૨૦ ઉપર WhatsApp કરો જેથી તેમને ઓસ્ટ્રેલિયા બ્રિસબેન કોપર સીટી ગ્રુપ માં જોડવામાં આવશે અને આમંત્રણ પણ આપવામાં આવશે.જેથી વધુ માહિતીની આપ-લે કરી એકબીજાને મદદ રૂપ થઈ શકાય. ખાસ કે માત્ર ઓસ્ટ્રેલિયા બ્રિસબેન આજુબાજુ રહેતાં નંબર મોકલાવશો.ગુજરાત કે ઈન્ડિયા નો નંબર મોકલશો નહીં તે રદ કરવામાં આવશે.જેની નોંધ લેશો.આ ગ્રુપ થકી પારિવારિક લાભ થશે. અને દરેક જ્ઞાતિના પરિવાર જનો નું સંગઠન બનશે.જે થકી ભવિષ્ય માં વિસનગર કોપર સીટી સાથે પણ જોડાણ કરવામાં આવશે તેમ કીર્તિભાઈ પટેલે ઓસ્ટ્રેલિયા બ્રિસબેનથી જણાવેલ છે.