Select Page

જુના કચરાનો પર ડે ૩૦૦ ટન નિકાલ થશે-ચીફ ઓફીસર

વિસનગર ડંપીંગ સાઈટની આગના ધુમાડાના પ્રદુષણથી રોષ

  • કમ્પાઉન્ડ વોલ, પ્લેટફોર્મ તૈયાર થયા બાદ પ્રોશેસીંગ પ્લાન્ટ કાર્યરત થશે ત્યારે નવી ડંપીંગ સાઈટ ચાલુ થશે

મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચીવના હુકમથી હુહુ તળાવ પાસેના નવી ડંપીંગ સાઈટનો ઉપયોગ થાય તેમ નથી. સુંશી રોડ ઉપરના જુના ડંપીંગ સાઈટના ઘન કચરામાં આગ લાગતા શહેરના પૂર્વ વિસ્તારમાં ધુમાડાના પ્રદુષણથી શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે. કચરામાં આગ લગાવનાર અસમાજીક તત્વોની તપાસ કરી કાર્યવાહી થાય તેવી લોકોની માગણી છે. જોકે આ મુશ્કેલી છ માસ સુધી રહેશે, કોન્ટ્રાક્ટ આપ્યા બાદ પર ડે ૩૦૦ ટન ઘન કચરાનો નિકાલ થશે અને ત્યાં સુધી નવી ડંપીંગ સાઈટ ચાલુ થશે તેવુ પાલિકા ચીફ ઓફીસરે જણાવ્યુ છે.
વિસનગર પાલિકા વિસ્તારના કચરાના નિકાલ માટે સુંશી રોડ હુહુ તળાવ પાસે નવી જગ્યાની મંજુરી મળી હતી. જ્યાં ઘન કચરો સીફ્ટ કરવાની કામગીરી યુધ્ધના ધોરણે કરવામાં આવી હતી. પરંતુ વિવાદના કારણે ઘન કચરાનો નિકાલ થઈ શક્યો નહોતો. અત્યારે જુની ડંપીંગ સાઈટમાં શહેરનો કચરો એકઠો કરવામાં આવી રહ્યો છે. જ્યા વારંવાર આગ લાગવાના બનાવથી સમગ્ર ફતેહ દરવાજા વિસ્તારમાં ગાઢ ધુમ્મસનુ પ્રદુષણ ફેલાય છે. અત્યારના શરદી, તાવ અને ઉધરસના વાયરલના દર્દિઓ તેમજ વૃધ્ધાવસ્થા ધરાવતા લોકો ધુમાડાના કારણે ખુબજ મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગત અઠવાડીયે ડંપીંગ સાઈટમાં આગ લાગતા સમગ્ર વિસ્તારના લોકોમાં પાલિકાની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો. રાત્રે ફાયર ફાયટર ટીમની મદદથી ડંપીંગ સાઈટની આગ કાબુમાં લેવામાં આવી હતી.
હુહુ તળાવ પાસેના ડંપીંગ સાઈટનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી તે બાબતે ચીફ ઓફીસર પાર્થ ત્રીવેદીનો સંપર્ક કરતા જણાવ્યુ હતું કે, જગ્યાની મંજુરી માટે કલેક્ટરશ્રીના હુકમ સામે મહેસુલ વિભાગમાં અપીલ થઈ હતી અને હાઈકોર્ટમાં પી.આઈ.એલ. કરવામાં આવી હતી. જેમાં નામદાર હાઈકોર્ટે મહેસુલ વિભાગે સાંભળી ૬ માસમાં નિકાલ કરવાનો હુકમ કર્યો હતો. જેમાં જગ્યા બદલાશે નહી, પરંતુ આગોતરી તૈયારી કરી વૈજ્ઞાનિક ઢબે કચરાનો નિકાલ કરવા મહેસુલ વિભાગ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. તળાવ નજીકની નવી ડંપીંગ સાઈટમાં કમ્પાઉન્ડ વોલ તથા પ્લેટફોર્મની કામગીરી ચાલુ છે. રોજેરોજ આવતા કચરાના શોર્ટીંગ માટે પ્રોશેસીંગ પ્લાન્ટનો ઓર્ડર અપાઈ ગયો છે. જે કામગીરી પૂર્ણ થયા બાદ નવી ડંપીંગ સાઈટનો ઉપયોગ શરૂ થશે.
જુની ડંપીંગ સાઈટના ઘન કચરાના નિકાલ બાબતે ચીફ ઓફીસરે જણાવ્યુ છેકે, જુના કચરાના નિકાલ માટે સરકાર દ્વારા સ્પેશ્યલ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાં કોન્ટ્રાક્ટર તમામ મશીનરી લઈને આવશે અને પર ડે ૩૦૦ ટન કચરાનો નિકાલ કરશે. ૬ માસમાં જુના કચરાનો નિકાલ થઈ જશે. જે માટે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us