Select Page

ખેરાલુ-વિધાનસભામાં ભાજપ સંગઠન બદલવાની ચર્ચા કે અફવા?

ખેરાલુ-વિધાનસભામાં ભાજપ સંગઠન બદલવાની ચર્ચા કે અફવા?

ખેરાલુ- સતલાસણા અને વડનગર તાલુકામાં ભાજપ સંંગઠનના હોદ્દેદારો તથા કારોબારી બદલવાની ચર્ચાઓ શરૂ થઈ છે. જેને કેટલાક લોકો અફવા ગણાવે છે જયારે કેટલાક આગેવાનો ચર્ચા સાચી હોવાના દાવા પણ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં અત્યાર સુધી સંગઠનના બદલાવનો નિયમ એવો હતો કે પહેલા તાલુકા સંગઠન બદલાતુ હતુ. ત્યારબાદ જિલ્લા સંગઠન બદલાતુ, ત્યારબાદ પ્રદેશ સંગઠન બદલાતુ અને છેલ્લે કેન્દ્રના સંગઠનમાં ફેરફાર થતા હતા. તાજતેરમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાને બીજી ટર્મ માટે રિપીટ કર્યા તે પછી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પણ રીપીટ થયા છે. તેમણે ગુજરાતના કેટલાક જિલ્લા પ્રમુખોના રાજીનામા લઈ લેવાયા જેમા મહેસાણાના જિલ્લા પ્રમુખનું રાજીનામું લઈ સમગ્ર સંગઠનમાં બદલવાનું હતુ. પરંતુ કેટલાકને રીપીટ કરવામા આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ કારોબારી બનાવે તે પછી તાલુકા સંગઠનમાં ફેરફાર થશે તેવી ચર્ચાઓ વચ્ચે વડનગર- ખેરાલુ અને સતલાસણા, શહેર તાલુકા સંગઠનોમાં ફેરફાર થવાની ચર્ચાઓ શરુ થઈ છે જેને ભાજપના કેટલાક હોદ્દેદારો અફવા ગણાવે છે. જયારે કેટલાક હોદ્દેદારો સંગઠનને ત્રણ વર્ષ પુર્ણ થતા નિયમ પ્રમાણેની પ્રક્રિયા ગણાવે છે.
ખેરાલુ વિધાનસભામાં વડનગર તાલુકામાં ઓછા ગામડા આવતા હોવાથી વડનગર તાલુકા સંગઠનમાં લગભગ કયારેય વિવાદ થતો જ નથી. ખેરાલુ અને સતલાસણા તાલુકામાં ભાજપમાં સ્પષ્ટ ભાગલા તેમજ જ્ઞાતિવાદી સમીકરણોનો વિવાદ હોવાથી કાયમ કોઈપણ સંગઠન પ્રમુખ બને તો એક ગ્રૃપ ખુશ થાય અને બીજુ ગ્રૃપ નારાજ થાય છે. ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી હોવાથી હવે ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખપદ ચૌધરીને નહી અપાય તેવી ચર્ચાઓ છે. તેમજ ખેરાલુ તાલુકા પંચાયત પ્રમુખપદ માટે તાલુકા પંચાયતમાં ઠાકોર સમાજને પદ મળવાનું હોવાથી ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ પદ મેળવવા ઈત્તર કોમ દ્વારા માંગણી કરાઈ છે. પરંતુ આગામી લોકસભાની ચુંટણીને લઈને જ્ઞાતિ સમિકરણ પ્રમાણે તાલુકા ભાજપ સંગઠન પ્રમુખપદ કોઈપણને મળે તેમ છે. આ બાબતે ખેરાલુ-સતલાસણા તાલુકાના ભાજપના વરિષ્ઠ આગેવાનોને પુછતા જાણવા મળ્યુ કે જિલ્લા ભાજપ પ્રમુખ તરફથી આ બાબતે કોઈ સુચના અપાઈ નથી. પરંતુ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સિધી કોઈની નિમણુંક થઈ જાય તો નવાઈ પણ ન કહેવાય. જે રીતે જિલ્લા ભાજપ પ્રમુખ અચાનક બદલાયા તે રીતે વડનગર ખેરાલુ અને સતલાસણા તાલુકા ભાજપ પ્રમુખ સીધે સીધા બદલાઈ જાય તો નવાઈ ન પામતા. ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખની રેસમાં હાલ કેટલાક નામો સામે આવ્યા છે. જેમાં વિનાયક પંડયા (વિઠોડા), ભરતજી ઠાકોર(લીમડી), ગોવિંદભાઈ પ્રજાપતિ (વઘવાડી), ધર્મેન્દ્રભાઈ બારોટ (ચાડા), રમેશજી ઠાકોર (નળુ), ભગુભાઈ ચૌધરી (વઘવાડી), દલસંગભાઈ ચૌધરી(મછાવા), દિનેશભાઈ ચૌધરી(હિરવાણી), પરથીભાઈ ચૌધરી (ડાવોલ-રીપીટ થવાની શક્યતા), અશોકસિંહ રાણા (ચાણસોલ), ભુપતજી ઠાકોર (ડભોડા), દશરથભાઈ પ્રજાપતિ(થાંગણા), દિનેશભાઈ મોદી (ડભાડ), દિનેશજી ઠાકોર (વરેઠા), મહેશભાઈ ચૌધરી (ચાડા), રેવાભાઈ ચૌધરી(અરઠી), રમેશભાઈ રાવત(મંડાલી), બાબુજી ઠાકોર(વાવડી) ના નામો ચર્ચામાં છે. સતલાસણા તાલુકા ભાજપ પ્રમુખની રેસમાં પટેલ જયંતિભાઈ (સતલાસણા), વિનુસિંહ ચૌહાણ(ટીમ્બા ચાલુ પ્રમુખ રીપીટ થવાની શક્યતા), નરેશજી વિરાજી ઠાકોર(ભીમપુર), પરમાર દશરથસિંહ રાવતસિંહ (નવા સુદાસણા), ચૌધરી નાનજીભાઈ (ઉમરેચા), ચૌહાણ વિરેન્દ્રસિંહ (સરતાનપુર), પરમાર રાજેન્દ્રસિંહ (નવા સુદાસણા), ચૌહાણ કરણસિંહ (કોઠાસણા), દેસાઈ ઈશ્વરભાઈ (હડોલ), ચૌહાણ કિશોરસિંહ (ભાલુસણા), પરમાર જયેન્દ્ર સિંહ (હડોલ), પરમાર વિરેન્દ્રસિંહ એચ(નવા સુદાસણા), ચૌધરી મોંઘીબેન (હિંમતપુરા), પટેલ દિલીપભાઈ શંકરલાલ(સતલાસણા), અને છેલ્લે એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે સતલાસણા તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા છે. પરંતુ સ્વર્ગસ્થ જોરાવરસિંહ પરમારના પુત્ર જીતેન્દ્રસિંહને ભાજપમાં લાવી તેને તાલુકા ભાજપનું પ્રમુખપદ આપે તેવુ બને પણ ખરુ. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી જાહેરમાં કહે છે કે જે કોઈ પક્ષના હોદ્દેદારને ભાજપમાં આવવું હોયતો તેમનું સ્વાગત છે. ધારાસભ્ય કહે છે કે હું લીટી લાંબી કરવામા માનું છુ હું પક્ષની અંદરના કે બીજા કોઈપણ પક્ષના વ્યક્તિને વિરોધી માનતો જ નથી. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની આ વાતથી સુદાસણાના જીતેન્દ્રસિંહ પરમાર કોંગ્રેસ છોડી ભાજપમાં આવે તો નવાઈ ન પામતા. તાલુકા ભાજપનું પ્રમુખપદ જીતેન્દ્રસિંહને મળશે કે નહી તે તો સમય જ બતાવશે પણ જીતેન્દ્રસિંહના ભાજપમાં આવવાના દ્વાર હાલ ખુલી ગયા હોય તેવું લાગે છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us