Select Page

બંન્ને નાયબ ટી.ડી.ઓ. અને વિસ્તરણ અધિકારીએ ચાર્જ લેવાનો ઈન્કાર કરતાવિસનગર તાલુકા પંચાયતનો ચાર્જ વડનગર TDOને

બંન્ને નાયબ ટી.ડી.ઓ. અને વિસ્તરણ અધિકારીએ ચાર્જ લેવાનો ઈન્કાર કરતાવિસનગર તાલુકા પંચાયતનો ચાર્જ વડનગર TDOને

વિસનગર તાલુકા પંચાયતના કાયમી ટી.ડી.ઓ. મેઘાબેન ભગત કોઈ કારણોસર અચાનક ૧૦ દિવસ માટે રજા ઉપર ઉતરતા તેમની જગ્યાએ નાયબ ટી.ડી.ઓ. કે કોઈ સક્ષમ કર્મચારીને ચાર્જ સોંપવાની તજવીજ ચાલી રહી હતી. ત્યારે તાલુકા પંચાયતના બે નાયબ ટી.ડી.ઓ. તથા એક વિસ્તરણ અધિકારીએ સ્થાનિક રાજકીય ડખલગીરીના કારણે ટી.ડી.ઓ.નો ચાર્જ લેવાનો ઈન્કાર કરતા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા છેવટે વડનગર તાલુકા પંચાયતના મહિલા ટી.ડી.ઓ.ને ચાર્જ સોંપવામાં આવ્યો હોવાનું ચર્ચાય છે.
વિસનગર તાલુકા પંચાયતમાં કાયમી ટી.ડી.ઓ. તરીકે મેઘાબેન ભગત ફરજ બજાવી રહ્યા છે. તાલુકા પંચાયતમાં અત્યારે સ્પષ્ટ બહુમતી સાથે ભાજપનુ સાશન છે. જોકે તાલુકા પંચાયતના મહત્વના હોદ્દેદારો અને ભાજપના ચાર-પાંચ બહારના કાર્યકરો વચ્ચે ગમે તે કારણે ઘણા સમયથી આંતરિક ગજગ્રાહ ચાલી રહ્યો છે. જેથી સરકારની વિવિધ યોજના અને ગ્રાન્ટોમાં કેટલાક વિકાસકામો થતા નથી. સરપંચો અને આગેવાનો પોતાના ગામમાં વિકાસકામો કરવા તાલુકા પંચાયતના મહત્વના હોદ્દેદારોને દબાણ કરે છે. જ્યારે બીજી બાજુ ભાજપના ચાર-પાંચ કાર્યકરો કેટલાક વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાની શંકા રાખી આવા કામોની મંજુરી નહી આપવા ટી.ડી.ઓ.ને દબાણ કરે છે. ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોના આંતરિક વિખવાદથી ટી.ડી.ઓ. અને તાલુકા પંચાયતના કર્મચારીઓ તણાવ અનુભવી રહ્યા છે. પંચાયતના ત્રણ કર્મચારીઓની બદલી પણ થઈ છે.
વિસનગર ટી.ડી.ઓ.મેધાબેન ભગત રાજકીય ડખલીગીરના કારણે રજા ઉપર ઉતર્યા હોવાની ચર્ચા
તાલુકા પંચાયતના વહીવટમાં રાજકીય ડખલગીરીથી ટી.ડી.ઓ. માનસિક ત્રસ્ત થઈ ગયા હતા. અને તેઓ રાજકીય ડખલગીરીથી છુટવા માટે પોતાની બદલી થાય તેવુ ઈચ્છતા હતા. જોકે ટી.ડી.ઓ. મેઘાબેન ભગતનુ પ્રમોશન આવવાનું હોવાથી તેઓ તેની પણ રાહ જોઈને બેઠા હોવાનું કચેરીમાં ચર્ચાય છે. વધુમાં એવી પણ ચર્ચા છે કે ટી.ડી.ઓ. રાજકીય ડખલગીરીથી કંટાળી ૧૦ દિવસની રજા ઉપર ઉતર્યા છે. ટી.ડી.ઓ.ને થતી રાજકીય ડખલગીરીને જોઈને તાલુકા પંચાયતના વિકાસ શાખાના અને આઈ.આર.ડી. શાખાના નાયબ ટી.ડી.ઓ. અને વિસ્તરણ અધિકારીએ ટી.ડી.ઓ.નો ચાર્જ ઈન્કાર કરતા જીલ્લા વહીવટી તંત્રએ છેવટે કંટાળીને વડનગરના મહિલા ટી.ડી.ઓ. બી.એમ.ઝાલાને ચાર્જ સોંપ્યો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us