Select Page

મહેસાણા જિલ્લામાં ભાજપના વફાદાર ક્ષત્રિય રાજપૂતોની જિલ્લા સંગઠનના મુખ્ય હોદ્દાઓમાંથી બાદબાકી કેમ?-નટુભા રાજપૂત

સમગ્ર ભારત દેશમાં રાજપૂતો દ્વારા પોતાના રજવાડાનું બલીદાન આપી ભારતને અખંડ દેશ બનાવ્યો હતો. આ રાજપૂતોનુ માન સન્માન જાળવવા માટે ભારત સરકારે રાજપૂત રાજાઓને સાલીયાણા બાંધી આપ્યા હતા. જે સાલીયાણા પણ સરકારે પાછળથી બંધ કરી દીધા હતા. સમગ્ર ભારત દેશનો ઈતિહાસ રાજપૂતો સમાજના બલીદાનોથી ભરેલો છે. રાજપૂત સમાજ હિન્દુ સંસ્કૃતિની ધરોહર છે. હાલમાં જે હિન્દુત્વની વાતો ચાલે છે તેના ચુસ્ત સમર્થક રાજપૂત સમાજના મહેસાણા જિલ્લામાં ૯૦% લોકો ભાજપના છે. મહેસાણા જિલ્લામાં વિસનગર, ખેરાલુ, ઉંઝા, મહેસાણા, બહુચરાજી, કડી વિધાનસભામાં રાજપૂતોને કારણે ભાજપને લીડ મળી છે અને ખેરાલુ વિધાનસભા તો રાજપૂત સમાજે જીતાડી આપી તેવુ કહીએ તો અતિશયોક્તિ ન કહેવાય. ત્યારે જિલ્લા ભાજપ સંગઠનના મુખ્ય હોદેદારોમાં એકપણ રાજપૂત સમાજના આગેવાન ને પદ ન મળતા વડનગર, ખેરાલુ અને સતલાસણા ત્રણ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ, ઉત્તર ગુજરાતના રાજપૂત સમાજના ખજાનચી અને વિસનગર શહેર રાજપૂત સમાજના ઉપપ્રમુખ નટવરસિંહ ઉર્ફે નટુભા રાજપૂત (ડભોડા) એ જિલ્લા ભાજપ સંગઠન ઉપર રાજપૂત સમાજની અવગણનાનો આક્ષેપ કર્યો છે.
નટુભા રાજપૂતે પ્રચાર સાપ્તાહિકને જણાવ્યુ હતુ કે ખેરાલુ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર સરદારભાઈ ચૌધરી કોઈ કાળે ચુંટણી જીતે તેમ નહોતા પરંતુ સતલાસણા અને વડનગર તાલુકાના રાજપૂત સમાજના તમામ આગેવાનોએ ૯૦% મત આપીને ભાજપના ઉમેદવારને જીતાડ્યા છે. તેવી જ રીતે મહેસાણા જિલ્લાની તમામ વિધાનસભાઓમાં રાજપૂત સમાજ ૯૦% ભાજપ સાથે રહ્યો છે. છતા જિલ્લા સંગઠનના હોંદ્દેદારોમા જે સમાજે સૌથી વધુ ભાજપનો વિરોધ કર્યો તે સમાજના હોદ્દેદાર છે પરંતુ ચુપચાપ કોઈપણ પ્રકારના વિવાદ વગર ભાજપની પડખે રહેનાર રાજપૂત સમાજની અવગણના કરવામા આવી છે. ભાજપ હંમેશા વિરોધીઓની આળપંપાળ કરે છે એવા અનેક કિસ્સાઓ છે. રાજપૂત સમાજ હંમેશા જિલ્લાના તમામ ધાર્મિક તથા સામાજિક પ્રસંગોમાં અન્ય સમાજ સાથે ખભેખભો મિલાવી ઉભો રહે છે. હિન્દુ સંસ્કૃતિની ધરોહર સાચવી રાખનાર રાજપૂત સમાજની ભાજપને કેમ સુગ છે. સતલાસણા તાલુકામાં મોટાભાગના રાજપૂત સમાજ છે છતા તમામ રાજપૂત સમાજના મોટા આગેવાનોની જિલ્લા ભાજપ સંગઠનમાં બાદબાકી કરી દેવાઈ છે. રાજપૂત સમાજના તાલુકામાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તથા જિલ્લા યુવા મંત્રી એક જ સમાજના લોકોને બનાવી ભાજપ ક્ષત્રિયોની અવગણના કરે છે. પ્રદેશ ભાજપના આગેવાનો જિલ્લા ભાજપની નિતી રીતીઓ ઉપર હવે વિચાર નહી કરે તો રાજપૂત સમાજ ભાજપની વિમુખ થશે તેવુ લાગે છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us